થેન્ક યૂ બોલો છો તો તમારા સંબંધ માં ઘણી પોસિટીવીટી જોવા મળે છે. તેનાથી ન તો ફક્ત પ્રોફેશન લાઇફ સારી રહે છે પણ પર્સનલ લાઇફ પણ સારી રહે છે. એટલે જ કોઈ પણ સંબંધ માં આ શબ્દ વાપરવો ખૂબ જ જરુરી છે.
થેન્ક યૂ બોલવું એ ખૂબ નાની પણ જરુરી વસ્તુ છે. જો તમે તમારા પાર્ટનર ને થેન્ક યૂ બોલો છો તો એક નવી ખુશી તેમના ચહેરા પર જોવા મળશે કે તમે તેમની કાળજી રાખો છો. શું તમે તમારા પાર્ટનર ને થેન્ક યૂ કહો છો?પણ કેટલીક વખત આપણે તેને આવશ્યક સમજીએ છીએ. થેન્ક યૂ કહેવું એટલું જરુરી નથી. એક સંબંધ ત્યારે જ સારી રીતે ચાલી શકે જ્યારે તમે એક બીજા ની કેર કરો અને એક બીજા ના કામ ને વખાણો. આ એક સુખી સંબંધ ની ચાવી છે.
જો તમે થેન્ક યૂ બોલવું પસંદ નથી કરતાં તો બીજી કોઈ રીતે તમે તેમના વખાણ કરી શકો છો. જેમ કે તમારો પાર્ટનર કચરો નાખવા આવે છે કે ઘર નો કોઈ સમાન ચઢાવે છે તો તેને થેન્ક યૂ કહેવા ને બદલે એક હગ આપો. આમ કરવાથી તેમને ઘણું સારું લાગશે અને તમારી બીજી ભૂલો ને પણ ભૂલી જશે. એટલે તમારા સંબંધ માં આ નાની નાની વાતો ને ભુલશો નહીં.
એક રિસર્ચ થી જાણવા મળ્યું છે કે જો તમે તમારા પાર્ટનર ની તારીફ કરો છો અને તેમને સારું ફીલ કરાવો છો તો તે તેમના મેરિટલ સેટિસ્ફેક્શન સાથે જોડાયેલ છે. જો તમે આ રીતે જ કરશો તો તે ખૂબ સંતુષ્ટ થશે અને તમારા બંને વચ્ચે કોઈ ને આવા નહીં દે.
આમ તો પ્રેમ ની બાબત માં સોરી અને થેન્ક યૂ તો બૉલવામાં નથી આવતું. પણ તમને જણાવી દઈએ કે દરેક સંબંધ માં આ વસ્તુ ખૂબ જરુરી છે. જો તમારા થી કોઈ ભૂલ થઈ ગઈ છે અથવા તો તમે તમારા પાર્ટનર ને પૂરો ટાઇમ નથી આપી શકતા તો ત્યારે તેમની માફી માંગો. આમ કરવા થી તમારા વચ્ચે પ્રેમ વધી જશે.
કેટલાક પરણિત કપલ ને ફરિયાદ હોય છે કે તેમની પાસે વાતો કરવા માંટે ટૉપિક નથી હોતો. જો તમે તમારા પાર્ટનર ને દિલ થી પ્રેમ કરો છો તો તમે કોઈ પણ ટૉપિક પર આરામ થી વાત કરી શકશો.
કોઈ પણ કપલ વચ્ચે જરુરી વાત એ હોય છે કે આભાર વ્યક્ત કરવો. તમારા વચ્ચે ખૂબ જ પરેશાની ઓ હોય અને તેને તમારે પૂરી કરવી હોય તો કદાચ એવું બની શકે કે તમે આભાર વ્યક્ત ન કર્યો હોવા ના કારણે તે પરેશનીઓ આવી હોય. તમારે તમારા પાર્ટનર દ્વારા કરવામાં આવેલ કામ ની તારીફ કરવી જોઈએ. અને તેમનો આભાર માનવો જોઈએ. આમ કરવાથી તે વધુ પોસિટિવ બનશે અને તમને સારી રીતે ટ્રીટ કરશે.
આભાર વ્યક્ત કરવા ના ઘણી બધી ટિપ્સ હોઈ શકે છે. તે તમારા અને તમારા પાર્ટનર પણ નિર્ભર કરે છે. જો તે થેન્ક યૂ બોલવા માંટે કીસ્સ કે હગ ને પ્રાથમિકતા આપે છે તેમ સાચું. અથવા તો જે રીતે પણ તમારા પાર્ટનર ખુશ થતાં હોય એ રીતે તમે અપનાવી શકો છો. આમ કરવાથી તેમને આંતરિક ખુશી મળશે. જો આ રીતે તમારા વચ્ચે ના તણાવ નો અંત આવશે અને તેમના માં સુધાર પણ આવશે. જો પહેલા થી જ તમારો સંબંધ સારો છે તો તે વધુ સારો થશે.
જરુરી નથી કે આઈ લવ યૂ કહેવાથી જ પ્રેમ વધે છે. તમે તમારા સ્પર્શ થી પણ તમારા પાર્ટનર ને પ્રેમ આપી શકો છો.
સમય સમય પર તમારા બિજિ લાઇફ માંથી થોડો સમય કાઢી ને તમારા પાર્ટનર સાથે ફરવા જાવ. બંને જણા હોટેલ માં જઈ ને ડિનર કરો. આમ કરવાથી તમારા વચ્ચે પ્રેમ પણ વધી જશે.
તમારા સંબંધ ને સાચવવો કે બરબાદ કરવો એ તમારા હાથ માં છે. તમે ચાહો તો આવા નાના નાના કદમ ઉઠાવી ને તમારા પાર્ટનર ને ખુશ કરી શકો છો. આમ કરવાથી જાતે જ તમારો સંબંધ સુધરી જશે. તમે એવું વિચારતા હશો કે તે મને કદી થેન્ક યૂ નથી કહેતી તો હું શું કરવા કવ? આ જ વસ્તુ થી તમારા સંબંધ માં તણાવ આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “તમારા સંબંધ ને બનાવો મજબૂત, આ બાબતો નું રાખો ધ્યાન”