સ્ટ્રીટ ફૂડ લવર્સ માટે સ્વાદનો ભંડાર એવા ભારતના આ 6 શહેરો, જેનો સ્વાદ છે ક્યારેય ન ભૂલાય તેવો

ભારતમાં રહેલી અનેક સંસ્કૃતિઓને કારણે અહીં વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ માણવાની તક મળે છે. અહીંનું સ્ટ્રીટ-ફૂડ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને તમને દરેક શહેરમાં ખાવા માટે કંઈક ખાસ મળશે. અહીં આવનાર દરેક પ્રવાસી માટે જરૂરી છે કેતે શહેરને તેના સ્ટ્રીટ-ફૂડ દ્વારા જાણે. સ્ટ્રીટ લાઈફ અને ત્યાંના ખોરાકમાંથી તમે શહેર વિશે બધું જ જાણી શકો છો.

તો જો તમે પણ સ્ટ્રીટ ફૂડ લવર્સ છો તો આ 6 શહેરોની મુલાકાત ચોક્કસ લો.

Image Source

1. લખનઉ – ઉત્તર પ્રદેશનું આ ઐતિહાસિક શહેર, સ્ટ્રીટ ફૂડ લવર્સ ની યાદીમાં પણ મોજૂદ છે. એવું એટલા માટે કારણ કે જો તમે અહીંનું સ્ટ્રીટ ફૂડ નથી ખાધુ તો તમે શું ખાધું? અહીં તમને લાજવાબ ટુન્ડે કબાબથી લઈને અનેક પ્રકારની બિરયાની અને શાકાહારી ખોરાક પણ મળશે.

Image Source

2.દિલ્હી – તેમાં કોઈ શંકા નથી કે દિલ્હી દેશનું સૌથી ચમકદાર શહેર છે અને સ્ટ્રીટ ફૂડ અહીંની વિશેષતા છે. અહી મળતી ચાટ તો તમને ખૂબ જ પસંદ આવશે, સાથે જ અહીંના પ્રખ્યાત ગોલગપ્પા તમે ગમે ત્યાં ખાઈ શકો છો. આ ઉપરાંત છોલે ભટુરે, વિવિધ પ્રકારની બિરયાની તમે શહેરમાં ગમે ત્યાં ટ્રાય કરી શકો છો. દિલ્હી મોમોઝ માટે પણ જાણવામાં આવે છે.

Image Source

3. કોલકતા – તમે આ શહેરને સ્ટ્રીટ ફૂડનો રાજા કહી શકો છો. અહીં દરેકની પસંદગીનું ભોજન ઉપલબ્ધ છે. ચાઇના ટાઉનમાં બાઓથી લઈને સસ્તા સ્ટ્રીટ બંગાળી ફૂડ સુધી અને કાઠી રોલ્સ, તમારે આ બધી વસ્તુઓ ટ્રાય કરવી જ જોઈએ. સાથે જ અહીં મળતા પુચકા અને મીઠાઈઓનો પણ આનંદ લો.

4.અમૃતસર – પવિત્ર સુવર્ણ મંદિરનું ઘર, અમૃતસર અદભૂત અજાયબીઓથી ભરેલું એક સક્રિય શહેર છે, જેમાંથી એક સ્ટ્રીટ ફૂડ પણ છે. અહીંના પ્રખ્યાત અમૃતસરી કુલચા તમારે ચોક્કસ ખાવા જોઈએ, અને તેની સાથે લસ્સીનો પ્યાલો પણ પીવો જોઈએ. જો તમે શિયાળામાં અહીં જાઓ છો, તો મક્કે કી રોટી અને સરસોં કા સાગ પણ ખાઓ. જો તમે નોન-વેજના શોખીન છો, તો તમે બટર ચિકન, ચિકન ટિક્કા જેવી વસ્તુઓ પણ ટ્રાય કરી શકો છો.

5.મુંબઈ – આ શહેર તેના ગ્લેમર માટે ભલે જાણીતું હોય, પરંતુ તે એક એવી જગ્યા પણ છે જ્યાં તમને એકથી એક સ્ટ્રીટ ફૂડ પણ મળશે. તમે વડાપાવ ખાધા વગર આ શહેરથી જઈ નહી શકો, કારણ કે તે તમને શહેરના દરેક ખૂણે મળી જશે. આ ઉપરાંત તમે મિસ્સલ પાવ, બોમ્બે સેન્ડવિચ અને પારસી ફૂડ પણ ટ્રાય કરી શકો છો.

Image Source

6.મદુરાઇ – આ શહેરને તમિલનાડુનો આત્મા કહેવામાં આવે છે અને મદુરાઈ એક શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. મદુરાઈના રસ્તાઓ કમાલ છે, તમને અહીં અનેક પ્રકારના ભોજન મળી જશે. ઘણા પ્રકારના ઢોસાથી લઈને ઈડલી અને નોન-વેજ ફૂડ, તમિલનાડુનું આ શહેર ખાવાના શોખીનો માટે બેસ્ટ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “સ્ટ્રીટ ફૂડ લવર્સ માટે સ્વાદનો ભંડાર એવા ભારતના આ 6 શહેરો, જેનો સ્વાદ છે ક્યારેય ન ભૂલાય તેવો”

Leave a Comment