ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આજથી નવ વર્ષ પહેલાંનો એ દિવસ યાદ કરીને દરેક વ્યક્તિના હોંશ ઉડી જાય છે. કેદારનાથ દર્શન કરવા માટે પહોંચેલા દર્શનાર્થીઓ જે દેશ-વિદેશમાંથી આવ્યા હતા તેમને ખૂબ જ તકલીફ પડી હતી. આજે પણ તેને યાદ કરીએ છીએ ત્યારે રૂવાટા ઉભા થઈ જાય છે. ગ્લેશીયર તૂટવાના કારણે મંદાકિની નદીએ દરેક જગ્યાએ તબાહી મચાવી હતી, અને કેદારનાથમાં પહોંચેલા શ્રદ્ધાળુઓને જીવ ગુમાવવો પડ્યો હતો.
ચાર હજારથી વધુ તીર્થયાત્રીઓની તો કોઈ જ માહિતી મળી ન હતી. આમ સૂત્રો અનુસાર નવ વર્ષ પસાર થઇ ગયા પછી પણ કેદાર ઘાટીમાં અત્યારે પણ ઘણા બધા શબ દફન છે, કેદારનાથ પૂર દરમિયાન ખોવાઈ ગયેલા લોકોના મૃત શરીર નરકંકાલ શોધવા માટે પોલીસ અને સીઆરપીએફની ટીમ શોધખોળ માટે નીકળી હતી, અને તેમાં જે નુકસાન પહોંચ્યું હતું તેની ભરપાઈ માટે સરકારે કેદાર ઘાટીના પુનઃનિર્માણ માટે એક પ્લાન બનાવ્યો હતો અને તેની ઉપર કામ પણ શરૂ થયું હતું.
વર્ષ 2013 ની પ્રાકૃતિક આપદામાં બધું જ તહેસ નહેસ થઈ ગયું હતું, પરંતુ ભગવાન શંકરનું ધામ કેદારનાથ હવે એક નવા નવા રંગરૂપમાં દેખાઈ રહ્યું છે. છેલ્લા નવ વર્ષની અંદર કેદાર પુરીમાં સુરક્ષા અને સૌંદર્યથી જોડાયેલા નિર્માણ કાર્યોના કારણે એની ભવ્યતા ખૂબ જ વધી ગઈ છે. કોરોના ના કારણે દરેક યાત્રાધામ બંધ હતા પરંતુ હવે તે કેદારનાથની યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે, ત્યારે શંકર ભગવાનના ભક્તો પોતાના આરાધ્ય ધામને વધુ વૈભવશાળી રૂપમાં જોઇ શકશે. ખાસ કરીને નરેન્દ્ર મોદીની વ્યક્તિગત રૂચીના કારણે જ કેદારનાથ ધામ નું પુનઃ નિર્માણ અને સૌંદર્ય કરણ નો લાભ મળ્યો છે.
2013માં 16 અને 17 જૂનની રાત્રે ભયંકર વરસાદ અને પૂર આવવાના કારણે કેદારનાથ ની તસ્વીર બગડી ગઈ હતી. આમ આઠ વર્ષના પ્રયાસ પછી કેદારનાથ ધામ ની ભવ્યતા એક નવા રંગમાં જ જોવા મળી છે. કેદાર ઘાટીમાં પૂર આવવાને કારણે ઘણી બધી તકલીફો પડી હતી અને પુલ પણ તૂટી ગયા હતા તેના નિર્માણ કાર્યમાં પણ 25 થી 30 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો આમ તેમાં માઈ કી મંડી, સિલ્લી, વિજયનગર, ચંદ્રપુરી, કાલીમઠ, રેલગાંવ મુખ્ય પુલ છે. અન્ય કેટલાક નાના પુલ બનાવવામાં આવ્યા છે અને તેનું સમારકામ કરવામાં આવ્યું છે.
આટલા વર્ષો પછી પણ ત્રણ હજાર લોકો લાપતા
કેદારનાથની વિનાશકારીને નવ વર્ષ વીતી ચુક્યા છે પરંતુ આ પરિસ્થિતિમાં 3187 લોકો અત્યાર સુધી મળ્યા નથી અને 16 જુન તથા 17 જૂન 2013 ની આ ભીષણ પરિસ્થિતિમાં કેદારનાથ અને મંદાકિની ઘાટીમાં હજાર લોકો ખોવાઈ ગયા હતા. નવ વર્ષ પછી પણ તેમાંથી અમુક લોકોને તેમના શબ મળ્યા છે, જ્યારે સેંકડો હાડપિંજર પણ ત્યાંથી મળ્યા છે. અન્ય લોકોની વિશે અત્યાર સુધી કોઈ જ માહિતી મળી શકી નથી, આ પરિસ્થિતિમાં ખોવાઈ ગયેલા લોકોમાં ઉતરાખંડ, નેપાલ સહિત ઘણા બધા દેશોના લોકો સામેલ હતા. રામબાળ સહિત ઘણા બધા નાના કસ્બા છે જે મંદાકિની ના કિનારે વસતા હતા, ત્યાં યાત્રા રૂટ ઉપર ચાલી રહેલા ઘણા બધા તીર્થયાત્રીઓ પણ આ પરિસ્થિતિમાં ખોવાઈ ગયા હતા.
રુદ્રપ્રયાગ પોલીસના અનુસાર આપદામાં ખોવાઈ ગયેલા લોકો વિશે 1840 એફઆરઆઇ તેમની પાસે રાજ્ય અને અન્ય પ્રદેશોમાંથી આવી હતી. અને તપાસમાં માહિતી મળી હતી કે આમાંના ઘણા બે કે ત્રણ વર્ષ પછી નોંધવામાં આવ્યા હતા. આ અંગે રૂદ્રપ્રયાગ પોલીસ દ્વારા અલગ તપાસ સેલની રચના કરવામાં આવી હતી. આમા તપાસ કર્યા પછી પોલીસે તેમાં 584 એફઆઈઆર મર્જ કરી, જે બે જગ્યાએ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 1256 એફઆઈઆર માન્ય ગણવામાં આવી હતી. પોલીસમાં 3,886 ગુમ થયા હતા, જેમાંથી 703 હાડપિંજર વિવિધ સર્ચ ઓપરેશનમાં મળી આવ્યા હતા. જ્યારે દુર્ઘટના દરમિયાન જ પોલીસને 11 મૃતદેહો મળી આવ્યા હતા, જે પછી તેમની ઓળખ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ 3,183 લોકોનો કોઈ જ માહિતી નથી.
જાણો ક્યારે શું થયું
- 14 જૂને વરસાદ શરૂ થયો.
- 16 જૂનની સાંજે ચોરાવાળી પુલ તૂટી જવાથી મંદાકિની મા પુર આવ્યું અને કેદારનાથની આસપાસ નુકસાન થયું રામબાડા તહસનહસ થઈ ગયું.
- 17 જૂનમાં સવારે ફરીથી ચોરાબારી પૂલમાંથી પુષ્કળ પાણી આવ્યું હતું. કેદારનાથ સહિત સમગ્ર ખીણમાં તબાહી મચી ગઈ હતી અમે તેમાં હજારો મુસાફરો મૃત્યુ પામ્યા.
- 18મી જૂને કેદાર ઘાટીની તબાહી વિશે સરકારને પહેલીવાર ખબર પડી હતી.
- 19 જૂને સરકારે આ ભયાનક વિનાશનો સ્વીકાર કર્યો.
આપત્તિમાં થયેલ નુકસાન વિગતો
- 4027 લોકોના મોત થયા.
- 1853 પાકા મકાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત
- 361 કાચા મકાનોને સંપૂર્ણ નુકસાન
- 2349 પાકા ભવન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત
- 340 ખરાબ રીતે તૂટેલા કાચા મકાનો
- 9808 આંશિક રીતે નુકસાન પામેલા પાકાં મકાનો
- 1656 કાચા મકાનોને આંશિક નુકસાન
- 2162 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત
- 86 પુલ (મોટર માર્ગ અને રાહદારીઓ) તૂટ્યા
- 172 પુલ તૂટી ગયા.
- 3484 પીવાના પાણીની લાઈનો તૂટી ગઈ.
- 4515 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
- 13,844.34 સંપત્તિને નુકસાન (કરોડોમાં રકમ)
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team