તમે તો પોતાની દુનિયા ઘરની ચાર દીવાલોમાં બંધ કરીને રાખી દીધી છે. કેટલી વાર કીધું કે સમયની સાથે-સાથે પોતાને બદલો. ઘરની બહારનું અને બેંક નું કામ સીખી લો, તો મારા માથાનો ભાર પણ ઓછો થાય. પણ નાં મારી વાત માનવી નથી. જે છોકરીઓ સમયની સાથે ચાલી રહી છે એને તમે બેકાર માનો છો.
જ્યારથી ગૌરી ના સસરા નું નિધન થયું હતું, તેમનો ખાલી રૂમ જાણે સુમસાન થઇ ગયો હોય એવું હતું. પતી અનુજ સવારના ઓફીસ જે જાય ત્યારબાદ છેક રાતે પાછા ફરે. એને આ એકલા ઘરમાં જરાય મન નહતું થતું. રૂમ સહિત અટેચ બાથરૂમ અને કિચન પણ હતું. ઘણું વિચારી સમજીને એને ભાડવાત રાખવાનું નક્કી કર્યું. નોએડા ના એવા એરિયા માં રેહતા હતા કે ત્યાના મકાનો નું ભાડું જેટલું માંગીએ એટલું લોકો આપવા તૈયાર હતા. એટલે એણે કોલોની ના દુકાને મકાન ખાલી હોવાની જાહેરાત આપી દીધી. એ જાહેરાત વાંચ્યા પછી પાખી આવી હતી. મોઢામાં ચ્વીન્ગ્મ ખાતી, સરસ કપડા, હાઈ હિલ્સ અને નજરો જાણે જ્યાં-ત્યાં ફરતી. એકદમ બિન્દાસ. કોઈ મલ્ટીનેશનલ કમ્પનીમાં એક્ઝીક્યુટીવ હતી.
” મારી ડ્યુટી શિફ્ટ માં હોય છે, વર્કિંગ ટીમે પણ ફિક્સ નથી હોતો, માટે રાત્રે ઘણી વાર લેત પણ થઇ જાય છે. જો તમને આનાથી કોઈ વાંધો હોય તો પહેલા જણાવી દો. પહેલા જ્યાં હું રેહતી હતી, ત્યાના લોકોને મારા મોડા આવથી વાંધો હતો. યુ નો ધીસ મીડલક્લાસ મેન્ટાલીટી… જો છોકરી ઘરે લેત આવે તો સીધા એના કેરેક્ટર વિષે ચર્ચાઓ શરુ થઇ જાય.” પાખી આંખો ચઢાવીને બોલી. ગૌરી તો આશ્ચર્ય માં પડી ગઈ. આમ પણ પાખી એને ઇગ્નોર કરી આ બધી વાત અનુજ ને કહી રહી હતી, જે ગૌરીને બીલ્ક્લ ગમ્યું નહી. કારણકે ઘર સંબંધિત વાતો તો પાખીએ ગૌરી સાથે કરવી જોઈતી હતી.
” ના, ના અમને કોઈ પ્રોબ્લેમ નથી, આમપણ ઉપર ના રૂમ માટે અલગ થી એન્ટ્રેન્સ છે.”
” મને મારી કાર ની પાર્કિંગ માટે અલગ થી એડજેસ્ટમેન્ટ પણ જોશે, એના માટે હું વધારે પૈસા આપવા તૈયાર છુ.” પાખી એકદમ બિન્દાસ એટીટ્યુડ થી બોલી.
ગૌરીની અંદરો અંદર ઘણું વિચારતી રહી. ઓહ, પૈસા નું ખુબ અભિમાન છે આને. એકલી રહે છે, ઘરે લેટ આવે છે, આટલી નાની છોકરી કાર પણ ચલાવે છે. આના નખરા તો જુઓ. ખબર નઈ કેમ અનુજ આવી છોકરીની સાથે આટલી સારી રીતે વાતો કરે છે. સીધું ના કહી મોકલી દેવી જોઈએ. આમ પણ જો આવી છોકરી અહિયાં રહશે તો મારી ચિંતા વધી જશે.
” અમારી પાસે ટુ વ્હીલર છે, તો અમારી પાર્કિંગ માજ તમે તમારી કાર પાર્કિંગ કરી લેજો.”
“રૂમની સાથે કિચન પણ છે.”
“વેલ, એની કોઈ જરૂર નથી. મને કુકિંગ નથી આવડતું, હું બહાર ખાઈ લવ છુ.” કેવી છોકરી છે, આટલી મોટી થઇ ગઈ ને આને રાંધતા નથી આવડતું. મારી માએ તો દસમાં ધોરણ માં બધું શીખવાડી દીધુ હતું. લગ્ન કરીને બીજા ઘરે આ શું કરશે.? આવી છોકરીઓના છુટ્ટા-છેડા જલ્દી થઇ જાય છે.
ગૌરી આટલી ઉગ્ર થઇ હતી તોય અનુજે બધું નક્કી કરી લીધું. “શું વાંધો છે આ છોકરી માં? આટલી ભણેલી છે, કમાય છે.”
“પણ મોડી રાત સુધી બાહર રહશે, તો….”
“અરે તો એમાં શું થયું? આજકાલ ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ માં નાઈટ શિફ્ટ હોય છે. ૨૪ કલાક કામ ચાલુ હોય છે. એ પછી છોકરો હોય કે છોકરી, બધાય માટે એક સર્ખુજ હોય છે.
“પણ…” ગૌરી આશ્વસ્ત નાં થઇ.
“બસ, હવે આ પણ-બણ મુક. તારા નાનકડા ગામમાં આ બધું નથી હોતું, પણ અહિયાં આ બધું નોર્મલ છે.
તે તો પોતાની દુનિયા ઘરની ચાર દીવાલોમાં બંધ કરીને રાખી દીધી છે. કેટલી વાર કીધું કે સમયની સાથે-સાથે પોતાને બદલો. ઘરની બહારનું અને બેંક નું કામ સીખી લે, તો મારા માથાનો ભાર પણ ઓછો થાય. પણ નાં મારી વાત માનવી નથી. જે છોકરીઓ સમયની સાથે ચાલી રહી છે એને તું બેકાર માને છે.” આટલું કહી અનુજ સુઈ ગયો. પણ ગૌરી ની નિંદ્ર તો જાને ગાયબ થઇ ગઈ. અરે, શું જરૂર છે બહાર ના કામ કરવાની. આ બધું કામ તો ઘરના પતિનું હોય છે. હું શું કામ સીખું? ઘરનું પણ કરું ને બહર નું પણ? હુહ… આટલું વિચારતી વિચારતી ગૌરી સુઈ ગઈ.
પાખી એમના ઘરે શિફ્ટ થઇ ગઈ. એનો બિન્દાસ વાળો સ્વભાવ ગૌરીની આંખોમાં કાંટા ની જેમ વાગતો. અજાણ્યા પણે પણ ગૌરી ની આંખ અને કાન પાખી ની પાછળ લાગી ગયા કે એ ક્યારે ઘરે આવે છે, કેટલા વાગે આવે છે, કોણ મુકવા આવે છે, કેવા કપડા પહરે છે.. વગેરે વગેરે… પાખી બધું સમજતી હતી. ગૌરી નો આવો સ્વભાવ થી એને દુખ થતું, પણ તે એને અવગણતી હતી.
એક દિવસ ગૌરી રસોડા માં નાસ્તો કરતી હતી, ત્યારેજ અચાનક અનુજ નો અવાજ સંભળાયો. તે તરત ભાગી અને જોયું તો અન્નુજ બાથરૂમ માં પડી ગયો હતો. એને પીઠ માં અસહનીય દુખાવો હતો. તે ઉઠી પણ નહતો શકતો. ગૌરી હિમ્મત કરી અનુજને પલંગ પર સુવડાવી દીધો. ચિંતા માં ગૌરી નું મગજ કામ કરવાનું બંધ થઇ ગયું, એને કોઈ સમજ ના પડી કે હવે શું કરવું.
“ગૌરી, મને આ દુખાવો સીરીયસ લાગે છે. આપડે હોસ્પિટલ જવું પડશે.” ગૌરી તરત રીક્ષા બોલવા બહર નીકળી, ત્યારેજ પાખી ઓફીસ જવા નીકળી. ગૌરી ના ચેહરા પર ચિંતા જોઈ પાખી એ પુછયુ. “શું થયું? કોઈ પ્રોબ્લેમ?” ગૌરીએ પંખીને અનુજ ના દુખાવા ની જાણ કરી. પાખી પણ ચિંતિત થઇ ગઈ.
“અરે એમની હાલત ખરાબ છે, એ રીક્ષા માં કઈ રીતે બેસી શકશે? ચાલો હું મારી કારમાં લઇ જાવ. બેકસીટ માં તે સુઈ શકશે. એ સમયે ગૌરી પણ-બણ, આમ-તેમ પૂછવાની હાલત માં નહતી. એટલે પાખી ની વાત માની લીધી. બન્નેએ અનુજ ને સહારો આપી બેકસીટ માં સુવડાવી દીધા અને હોસ્પિટલ જવા નીકળી ગયા.
અનુજને હોસ્પીટલમાં એડમીડ થવું પડ્યું. તેને સ્લીપ ડિસ્ક થયું હતું. ગૌરીને તો ચિંતામાં સોજા ચડી ગયા. એને તો ફોર્મ ભરતા પણ નહતું આવડતું. હોસ્પીટલની બધી ફોર્મેલીટી પાખીએ કરી. ઘરના કોઈ મોટા વ્યક્તિની જેમ પખીએ બધી જવાબદારી સરળતાથી કરી. જયારે પેમેન્ટ કરવાનું હતું ત્યારે ગૌરીને યાદ આવ્યું કે જલ્દી-જલ્દી માં તે ઘરેથી પૈસા લેવાનું ભૂલી ગઈ.
ગૌરીએ ઘરે જી પૈસા લઈને આવાની વાત કરી તો પાખીએ કહ્યું,”ઘરે જવાની જરૂર નથી, તમે ટેન્શન ના લો. અત્યારે હું મારા કાર્ડથી પેમેન્ટ કરી દવ છુ અને એટીએમ થી તમને થોડા પૈસા પણ આપી દવ છુ, તમને જરૂર પડશે.” ગૌરી નિરુત્તર ઉભી રહી અને પાખી બધી અરેન્જમેન્ટ કરતી ગઈ. કેન્તિક ક્યાં છે, ફાર્મસી ક્યાં છે, આ બધું ગૌરીને સમજાવી પાખી ઓફીસ માટે નીકળી ગઈ.
ગૌરી સુન્ન થઇ ગઈ હતી. જે પાખી ને તે ખરાબ, બગડેલી અને બેકાર છોકરી સમજતી, એજ છોકરી આજે એના માટે કોઈ દેવદૂત થી ઓછી નહતી.
કેટલી કુશળ, જવાબદાર, શાંત અને વિનમ્ર. હજારો રૂપયા નું પેમેન્ટ વગર વિચારે તરત કરી દીધું. આવું તો પોતાનું વ્યક્તિ પણ ન કરે. એક બાજુ જ્યાં ગૌરી પોતાની જાતને પાખી સામે સાવ નાની વ્યક્તિ સમજી રહી હતી ત્યાજ બીજી બાજુ ગૌરીના કાનો માં અનુજની એ વાતો ચાલતી હતી – “ગૌરી થોડું તો બાહરનું કામ કાજ સીખી લે યાર, ક્યાં સુધી મારી ઉપર નિર્ભર રહીશ? બેંક છોડ, તને તો એટીએમ પણ વાપરતા નથી આવડતું.
આ બધું તો કઈ નહી પણ ઘરે બેઠા-બેઠા ઈન્ટરનેટ તો સીખી લે.” પણ આ બધી વાતોને ગૌરીએ હમેશા અવગણતી રહી. ગૌરી ઘરે બેઠા બસ ટીવી જોતી રહતી અને જો ટીવી થી બોર થતી તો પાડોશી સાથે ગપ્પા મારવા બેસી જતી.આજે તેને અનુજ ની વાતો ગંભીર લાગી. જો પાખી બધું સંભાળતી નહી તો આજે એ એકલી બધું કઈ રીતે કરતી?
જ્યાં સુધી અનુજ હોસ્પિટલ માં હતો, પાખી રોજ સવાર-સાંજ મળવા આવતી. અનુજની પ્રોગ્રેસ પર નજર રાખતી. ડોક્ટર સાથે વાત કરતી. ડોક્ટર પણ એનેજ અગત્યનું માણસ સમજી બધી રીપોટ નું ફીડબેક આપતા, કારણકે ગૌરીને કશું સમજાતું નહી. અઠવાડિયા બાદ બે મહિના નું બેડ રેસ્ટ કહી અનુજને ડીસ્ચાર્જ કરી દીધો. તે દિવસે પાખીએ ઓફિસથી રજા લઇ લીધી અને બન્ને ને પોતાની કારમાં ઘરે લઇ આવી. ગૌરી અને અનુજ પોતાને પાંખના ઋણી સમજતા. પણ પાખીએ આં બધું નિસ્વાર્થ ભાવે કર્યું હતું.
એક દિવસ પાખી ઓફિસથી ઘરે આવી રહી હતી, તો રસ્તા પર તેને ગૌરી ક્યાંક જતી દેખાયી. “ક્યાં જાવ છો? ચાલો હું તમને મૂકી જવ.” એમ કહી પખીએ ગૌરીને કારમાં બેસવાનું કહ્યું. “હું રેલ્વે સ્ટેશન જવ છુ. મારા મમ્મી-પપ્પા અનુજને મળવા ઈચ્છે છે.એમના માટે રીઝર્વેશન કરવા જતી હતી.
“પણ તમે કેમ આટલા ગભરાઈ રહ્યા છો?” પ્લ્લુથી પરસેવો સાફ કરતી ગૌરીની ચિંતા દર્શાતી હતી.
“હું આમ પહેલી વાર એકલી ટીકીટ બુક કરવા જઈ રહી છુ. એટલે થોડો ડર…” ગૌરીની આ વાત સાંભળી પાખી હસવા લાગી. “અરે, એમાં ડરવાનું શું? આતો સાવ નાની વાત છે.”
આટલું સાંભળી ગૌરી ની આંખો છલકાઈ ગઈ. “અનુજ પણ કેહતા. મેં ક્યારેય ઘરની બહારની દુનિયા જોઈ નહી. મને લાગ્યું કે અનુજ છે તો મારે આ બધું સીખવાની શું જરૂર? પણ છેલ્લા ઘણા દિવસોથી જે થયું એ જોઈ મને સમજાઈ ગયું કે હું કેટલી ખોટી છુ. આજક્લના જમાના માં એક હાઉસવાઈફ ની જવાબદારી ખાલી ઘર કે રસોડું સાંભળવાથી ના ચાલે, પણ તેને બહારના કામ પણ આવડવા જોઈએ. હવે અત્યારે અનુજ બેડરેસ્ટ પર છે, ઘરનું ગાડું ધીમું થઇ ગયું છે. એવામ હું પોતાને ખુબજ અસહાય અને અસફળ મેહસૂસ કરું છુ. કારણકે ભણેલી હોવા છતાય તારી જેમ બહારના કામ નથી કરી સકતી.”
આટલું સાંભળતાજ પાખીએ કારની બ્રેક મારી અને તરત યુટન કરી ગાડી ઘરની તરફ ચલાવી.
“અરે ક્યાં જાય છે? મારે ટીકીટ બુક…” “ટીકીટ બુક કરવાજ જઈએ છીએ. જે કામ કરવા તમે રેલ્વે સ્ટેશન જતા હતા એજ કામ ઘર બેઠા ઈન્ટરનેટ થી થઇ જશે.એ પણ લાઈન માં ઉભા રહ્યા વગર. અને આ કામ તમેજ આજે કરશો.”
“શું!” ગૌરી ની આંખો ચાર થઇ ગઈ. “પણ મને કશું નથી આવડતું.”
“જો હું તમને આજથી ધીરે-ધીરે ઘરની બહારના કામ સીખ્વાડીશ, જેનાથી તમે પોતાને ક્યારેય અસફળ તરીકે નહી જુઓ.પણ તેની માટે મારી એક શર્ત છે.”
“એ શું?”
“તમને યાદ હશે કે હું ગયા મહીને થોડા દિવસ માટે ઘરે ગઈ હતી. વાત એમ છે કે મારી સગાઇ થઇ ગઈ છે. લગ્ન આવતા વર્ષે રાખ્યા છે. હવે મને ચિંતા છે કે લગ્ન પછી હું ઘરે કેવી રીતે સાચવીશ. મને ઘરનું કામ આવડતું નથી. જો કશું સીખી નહી તો હું પણ પોતાને તમારી જેમ અસફળ સમજવા લાગીસ. તો બસ શર્ત એ છે કે ધીરે-ધીરે તમે મને ઘર અને કિચન નું કામ સીખ્વાળો અને હું તમને બહારના કામ. આવી રીતે આપણે બન્ને પરફેક્ટ વુમેન થઇ જઈ જસુ.” પાખી આટલું કહી સ્ટાઈલ થી આંખ મારી તો ગૌરી મલકાઈ.
આમ એકબીજાને મદદ કરવાનો નિર્ણય જે એ દિવસથી શરુ થયો, એ આજ સુધી કાયમ છે. આજે એ ઘરમાં એક ગૃહિણી કે એક વર્કિંગ વુમેન નહી પણ બે પરફેક્ટ વુમેન રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
1 thought on “સ્ટોરી: એક પરફેક્ટ વુમન ની…”