ઉત્તર ભારત ની એક લોક કથા બતાવે છે નાણાં કમાવવા ના મોહ માં વેપારીએ પરિવાર માટે મહેલ જેવું ઘર તો બનાવી લીધું પરંતુ એમાં સમય ના વિતાવી શક્યો.
સુખ અને ખુશીઓ માત્ર નાણાં થી નથી આવતા. નાણાં કમાવવા જરૂરી છે પરંતુ સબંધો અને પ્રેમ સબંધો માટે સાથે સમય પસાર કરવો પણ જરૂરી છે. કારણ કે , નાણાં તો કોઈપણ સમયે મહેનત કરીને કમાવી શકાય છે. પરંતુ જે સમય પસાર થઈ ચૂક્યો છે તે પરત કરી શકાતો નથી. વર્તમાન માં રહો, સબંધો નો આણંદ માણો અને તમારા પ્રિયજનો ને સમય આપો.
એક જૂની લોક કથા છે. કોઈ શહેર માં એક વેપારી રેહતો હતો. શહેર માં એનું કામ ખુબજ ઓછું ચાલતુ હતું. ઘણી વાર તો એવી સ્થિતિ આવી જતિ કે, આખો દિવસ કોઈ વેચાણ સોદો નથી થતો. એને અને પત્નીને ઘરે ભૂખ્યા રેહવા સુધી ની નોબત આવી જતી હતી. સમય વીતતો ગયો, પરંતુ તેની સ્થીતી માં સુધારો આવ્યો નહિ. ત્યારે એને કોઈ મિત્ર એ સલાહ આપી કે તેના શહેર ની બદલે આસપાસ ના શહેર માં જઇને વેપાર કર. કદાચ વધારે નફો થશે. વેપારી ને વાત ગમી ગઈ.
તે પત્ની અને બાળકોને છોડીને બીજા શહેરમાં વેપાર કરવા ગયો. ભાગ્યે મિત્ર ની સલાહથી કામ થય ગયુ અને તેને સારો ફાયદો થયો. તે લાંબા સમય સુધી બીજા શહેરમાં રહીને વ્યાપાર કરવા લાગ્યો. ત્યાં તેને ઘણો ફાયદો થયો. એને તેના શહેરમાં આવીને નવું ઘર બનાવી લીધું. ત્યારે પત્ની એ કહ્યું કે હવે આપણી પાસે પૂરતા નાણાં છે. આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીએ તેમ છીએ. તમારે હવે બીજા શહેરમાં ન જવું જોઈએ. અમારી સાથે અહીંયા રહો. બાળકોને પણ તમારો થોડો સમય આપો.
વેપારીએ કહ્યું, હવે હું વધારે કમાવા માંગુ છું જેથી તમને લોકોને વધુ સારું જીવન આપી શકુ, આપણા બાળકોને એવા દિવસ ના જોવા પડે, જેવા મે અને તે જોયા છે. પત્નીએ કહ્યું કે પરંતુ નાણાં કમાવવામાં જે સમય વિતી ગયો છે તે ફરીથી પાછો નહિ આવે, આપણે જીવનમાં સાથે રહેવાના આનંદ થી વંચિત રહી ગયા છીએ. વેપારીએ જવાબ આપ્યો, બસ થોડો સમય વધુ વેપાર કરવા દે આપણે એટલાપૈસા એકત્રિત કરી લઈએ કે જેથી આપણી પેઢીનું જીવન સરળતાથી પસાર થાય.
વેપારી પછી ચાલ્યા ગયા. થોડા વધુ વર્ષ વીતી ગયા. વધારે નાણાં આવી ગયા. વેપારીએ પાછું નદીના કાંઠે એક સુંદર જગ્યાએ એક મોટો મહેલ બનાવી લીધો. આખું કુટુંબ સાથે રેહવા લાગ્યું. એ જગ્યા એવી સુંદર હતી કે જાણે સ્વર્ગ. ત્યારે વ્યાપારી ની દીકરી એ કહ્યું કે પિતાજી અમારું આખું બાળપણ વિતી ગયું પણ અમે તમારી સાથે રહીના શક્યા. અત્યાર સુધી આપણી પાસે એટલું ધન છે કે પાંચ છ પેઢી સુધી આપણે કોઈ સમસ્યા આવી નહિ શકે. હવે તમે અમારી સાથે રહો.
વેપારીએ કહ્યું કે હા, બેટી હવે હું પણ થાકવા લાગ્યો છું થોડો સમય તમારી સાથે વિતાવવા માંગુ છું. હું કાલે ફક્ત બે દિવસ માટે પાસેના નગર માં જવ છું. કઈક જૂનું ધન વસુલવું છે. ત્યારબાદ હું અહી તમારા લોકોની સાથે રહીશ. વેપારીનું કુટુંબ ખૂબ ખુશ થઈ ગયું. બીજે દિવસે વેપારી બીજા નગર મા જતો રહ્યો અને તેજ દિવસે ભયાનક વરસાદ ચાલુ થઈ ગયો અને કે નદીના કાંઠે વેપારી એ પોતાનો મહેલ બનાવ્યો હતો તેમાં પુર આવી ગયું.
મહેલ ની સાથે તેનો આખું કુટુંબ પુર મા તણાઈ ગયું. વેપારી પાછો ફર્યો ત્યારે બધું નાશ થઈ ગયું હતું. વેપારીને પોતાની ભૂલ સમજાય. પૈસા કમાવાની લાલચ માં તે હંમેશા સમય માંગતો. ક્યારેય પોતાના વેપારનું કામ ટાળી ને કુટુંબ ને સમય જ ન આપ્યો અને જ્યારે સમય આપવાંની વારી આવી ત્યારે કુટુંબ દૂર થઈ ગયું હતું.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team