મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને એવામાં બુટ અને ચપ્પલ ચોરી થઈ જવા ખૂબ જ સામાન્ય બાબત હોય છે. મંદિરમાં ભગવાનના દર્શન કરીને બહાર આવ્યા બાદ જ્યારે બુટ ચપ્પલ ન જોવા મળે ત્યારે લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે. પરંતુ તમારે દુઃખી થવાની જરૂર નથી કારણ કે મંદિરમાંથી બુટ ચપ્પલનું ચોરી થઈ જવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. હા, આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે કયા દિવસે મંદિરમાંથી બુટ ચપ્પલનું ચોરી થઈ જવું તમારા માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ દિવસે મંદિરમાંથી બુટ ચપ્પલ ચોરી થઈ જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે.
આ દિવસે મંદિરમાંથી બુટ ચપ્પલ ચોરી થઈ જવા હોય છે શુભ
આમ તો ચોરી થવાની ઘટના સારી હોતી નથી, અને કોઈ પણ પ્રકારની ચોરીને અશુભ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાંથી બુટ ચપ્પલ ની ચોરી થવી તેને શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે જો મંદિરમાંથી બુટ ચંપલ ની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને તે એ વાતનો સંકેત હોય છે કે શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે, અને તમને શનિદોષમાંથી રાહત મળવાની છે. શનિવારના દિવસે જો ચામડાના બુટ અથવા ચપ્પલ ચોરી થઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે.
ઘણા બધા લોકો શનિવારના દિવસે મંદિરની બહાર જાતે જ બુટ ચંપલ મૂકીને આવે છે. કારણ કે જ્યોતિષમાં આપણા પગનું કારક ગ્રહ શનિને માનવામાં આવ્યું છે, તેથી જ એવું માનવામાં આવે છે કે પગની ત્વચામાં શનિનો વાસ હોય છે. અને શનિવારના દિવસે બુટ ચંપલ દાન કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે.
બુટ ચપ્પલનું ચોરી થઈ જવું છે આ વાતનો સંકેત
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનુષ્યના પગની ત્વચામાં શનિનો વાસ હોય છે, તેથી જ શનિવારના દિવસે તમે જે બુટ ચપ્પલ ને પહેરો છો તેની ચોરી થઈ જવું ખૂબ જ શુભ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે પહેરેલ ચપ્પલ ચોરી થઈ જાય તેનો સંકેત એ છે કે તમારી ઉપર આવનાર શનિના અશુભ પ્રભાવની ચોરી થઈ ગઈ છે.
નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય ધારણાઓ અને ઇન્ટરનેટ પર ઉપસ્થિત સામગ્રીના આધારે લખવામાં આવી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team