શરીરને પૂરતા પ્રમાણમાં ખોરાકની જરૂર પડે છે એ રીતે પાણીની પણ જરૂર પડે છે. આમ પણ શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર હોય તો શરીરમાં સ્વસ્થતા જણાય છે. પાણીનું પ્રમાણ ઓછું થાય તો પણ શરીર બીમાર જેવું લાગે છે. એટલે શક્ય એટલું વધુ પાણી પીવું જરૂરી છે પણ તમે જાણો શો ઊભાં- ઊભાં પાણી પીવાથી શરીરને તકલીફ પડે છે. યસ, તમે સાચું સાંભળી રહ્યા છો, ઉભા-ઉભા પાણી ક્યારેય પાણી પીવું જોઈએ નહીં. પણ શા કારણે? તો ચાલો, તમને આ માહિતી વિગતવાર જણાવી દઈએ..,

શરીરમાં પાણીની યોગ્ય માત્ર જાળવી રાખવી જરૂરી છે એ સાથે વધુ તાપમાન હોય ત્યારે વધુ પાણીની જરૂર પડે છે. દરરોજ ૮ થી ૯ ગ્લાસ જેટલું પાણી શરીરને આવશ્યક માત્રમાં જરૂરી હોય છે. જે શરીરને ઉર્જા આપવામાં પણ ફાયદો કરે છે.
શા માટે ઊભાં- ઊભાં પાણી ન પીવું જોઈએ?

આમ તો આપણે પાણી કેવી રીતે પીવું એ બાબતમાં વધુ રસ લેતા નથી પણ આજ આ લેખ દ્વારા આ પોઈન્ટ પર દયાન દોરવા માંગીએ છીએ. પાણીને જો ઊભાં- ઊભાં પીવામાં આવે તો તેમાંથી પોષણ મળતું નથી. પોષણની કમીથી શરીરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થાય છે.

શરીરની એક ખાસ પ્રકારની ડીઝાઇન છે એટલે કે તેમાં કોઈ ફેરફાર થાય તો ઉલટી અસર થાય છે. આયુર્વેદ મુજબ વાત કરીએ તો, કહેવામાં આવે છે કે, જેમ ખોરાકને જમીન ઉપર બેઠાબેઠા ગ્રહણ કરવો જોઈએ એ રીતે પાણીને પણ બેસીને પીવું જોઈએ.
બેસીને પાણી પીવાનું કારણ…

આપણે જે ખોરાક લઈએ છીએ તેના પાચનમાં પાણીનો અહમ કિરદાર છે. કોઇપણ જાતના ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને અન્ય પોષક તત્વોને શરીરને કામ આવે એ રીતે શીષિત કરવા માટે પાણી જ એક મુખ્ય બને છે. જયારે પાણીને ઊભાં- ઊભાં પીવામાં આવે ત્યારે એ યોગ્ય રીતે આખા શરીરમાં ફેલાઈ શકતું નથી. અને અમુક અંગો પાણીની કમી મહેસૂસ કરે છે. આવું લાંબા સમય માટે જો થાય તો શરીરમાં ગંભીર બીમારીઓ આસાનીથી પ્રવેશ કરી શકે છે. ઉભા રહીને પાણી પીવામાં આવે તો વધુ પાણી મૂત્રાશય અને મળદ્વારમાં એકઠું થાય છે, અને શરીર તેને વેસ્ટ સમજીને બહાર કાઢી નાખે છે. જે શરીરની પ્રકૃતિ મુજબ નથી. આવું સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.
શરીરની ઘણી ખરી નસ તાણ અનુભવે છે…

જયારે ઉભા રહીને પાણી પીવામાં આવે ત્યારે શરીર તેના મૂળ કાર્યથી અલગ રીતે કામ કરે છે અને સાથે શરીરમાં રહેલી નસોમાં તાણ અનુભવાય છે. શરીરની અંદરની રચના એવો અનુભવ કરે છે જાણે કોઈ ખતરો હોય અને પાણીને બહાર વેસ્ટ સમજીને બહાર કાઢી નાખવાનું છે. એટલે મોટાભાગનું પાણી આરઓ ફિલ્ટરની જેમ વેસ્ટ થઇ જાય છે. મૂત્રાશયમાં પાણીનો વધુ ભાગ એકઠો થાય છે, જેથી વારેવાર પેશાબ લાગવાની સમસ્યા ઉદ્દભવે છે.

અન્ય એક કારણ એવું પણ છે કે ઊભાં રહીને પાણી પીવાથી તરસ છુપાતી નથી અને થોડી વાર પછી ફરી પાણી પીવાની જરૂર પડે છે, જેનાથી પેટમાં વજન લાગે છે. સાથે આવું પરિણામ શરીરને જરૂરી એવા ઓક્સીજનની માત્રામાં પણ સમસ્યા સર્જે છે.

હાડકામાં દુખાવો, કમરથી થકાન લાગવી, વધુ તાણની સ્થિતિમાં રહેવું આવા અનેક લક્ષણો ઊભાં- ઊભાં પાણી પીવાથી સર્જાય છે. તો ડોન્ટ વરી – જે થવાનું હતું એ થઇ ગયું પણ હવેથી બેસીને પાણી પીવાનો આગ્રહ રાખજો, જે તમારા શરીરને ખરાબ થતું અટકાવશે અને આયુષ્ય લાંબુ કરવામાં મદદ કરશે. અંતે જગ્યા ત્યાંથી સવાર..
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel