ભારત સિવાય ઘણા બધા એવા દેશ છે જે પોતાના સ્વાદિષ્ટ ખાન પાન માટે જાણીતા છે. તેમની પોપ્યુલર વાનગી સંપૂર્ણ દેશ માં પસંદ કરવામાં આવે છે. અને સ્વાદ, વેરાયટી અને ખાવાની બાબત માં શ્રીલંકા નું ભોજન એકદમ અદ્ભૂત અને ટેસ્ટી હોય છે. અહીં તમને વેજ અને નોનવેજ બંન્ને વેરાઈટી મળશે અને તે તેના અનોખા સ્વાદના કારણે ખુબજ ફેમસ છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા ના લોકો મસાલાને ખુબજ પ્રેમ કરે છે અને તેના કારણે ભોજન માં પણ તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એટલું જ નહીં ડીપ ફ્રાય અને ખુબજ સ્વાદિષ્ટ નાસ્તા નો આનંદ ઉઠાવી શકો છો.
જો તમને પણ આ પ્રકારનું ભોજનનું સેવન કરવું ગમે છે તો આજે આપણે અમુક એવી રેસિપી લઈને આવ્યા છીએ શ્રીલંકા નું ભોજન દક્ષિણ ભારતીય ભોજનથી ખુબજ મળતું આવે છે. પરંતુ શ્રીલંકા ના ભોજનની વાત કરીએ તો બાફેલા ચોખા ની સાથે માછલી અથવા માંસ ને ખુબજ પસંદ કરવામાં આવે છે. તેની સાથે જ શાકભાજી, દાળ અને ફળ પણ પીરાસવામાં આવે છે. આ વાનગીની સાથે મસાલેદાર ફળ અને શાકભાજી ની ચટણી અને સાંબલ પણ જરૂર શામેલ કરવામાં આવે છે.જો તમારે તેનો સ્વાદ ચાખવો છે તો આ રેસિપી ને જરૂર ટ્રાય કરો.
શ્રીલંકાઈ કરી માટે મસાલા પાવડર બનાવો
સામગ્રી
- ધાણાના બીજ – 4 ચમચી
- જીરું – 3 ચમચી
- કાળા મરી – 1 ચમચી
- તજ – 1 ઇંચનો ટુકડો
- લીલી ઈલાયચી – 2-3 નંગ.
- કઢી પત્તા – 10-12 નંગ.
- સૂકા લાલ મરચા – 2-3 નંગ.
- વરિયાળી – 1 ચમચી
- કાળી એલચી-1-2 નંગ.
- મેથીના દાણા – 1 ચમચી
- રાઈ – 1 ચમચી
- બાસમતી ચોખા – 2 ચમચી.
- લવિંગ – 3-4
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટું પેન લો. હવે તેમાં બાસમતી ચોખા નાખો. હવે થોડી મિનિટ સુધી તેને સેકો જ્યાં સુધી તેનો રંગ બદલાઈ ન જાય. ચોખાના દાણા ને ક્રિસ્પી થવા દો. હવે ગેસ ધીમો કરો અને તેમાં બધા મસાલાને મિક્સ કરો. અને તેને ડ્રાય રોસ્ટ કરો.ગેસ બંધ કરો અને આ મિશ્રણને એક પ્લેટમાં બહાર કાઢો હવે તેને ઠંડુ થવા માટે રહેવા દો આ મિશ્રણને મિક્સરમાં પાણી નાખ્યા વગર ડ્રાય પીસો. ધ્યાન રાખો કે તમારે તેનો પાવડર તૈયાર કરવાનો છે.હવે તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.શ્રીલંકાઈ રેસિપી માટે અથવા કરીમાં તેનો ઉપયોગ કરી શકો છો.
શ્રીલંકાઈ સ્ટાઇલ મુલીગટવાની સૂપ
સામગ્રી
- તેલ – 2 ચમચી
- કઢી પત્તા – 4 થી 5
- ચિકન સ્ટોક – 3 થી 4 કપ
- છીણેલું બાફેલું ચિકન – 1/4 કપ
- ડુંગળી – 1 મધ્યમ કદની, સમારેલી
- ગાજર – 1/2
- ટામેટા – 2 મધ્યમ કદના (ઝીણા સમારેલા)
- લીલું મરચું – 1 ચમચી સમારેલ
- લાલ મરચું – 1-2
- આખા ધાણા – 2 ચમચી શેકેલા અને પાવડર
- પીળી દાળ – 1/2 કપ મિક્સ બાફેલી (વૈકલ્પિક)
- જીરું – 1 ટીસ્પૂન શેકેલું, પાઉડર
- મેથીના દાણા – 1/2 ચમચી શેકેલા, પાવડર
- સફેદ ચોખા – 2 ચમચી શેકેલા
- કાળા મરી – 1/2 ચમચી છીણ
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- હળદર પાવડર – 1/2 ચમચી
- સ્વાદ માટે મીઠું
- આદુ – 1 ટીસ્પૂન સમારેલું
- લસણ – 1 ચમચી સમારેલી
- અજમોં – 1 દાંડી ઝીણી સમારેલી
- નારિયેળનું દૂધ – 1 કપ જાડું
- ધાણાના પાન – 2 ચમચી.
ગાર્નીશિંગ માટે
- બાફેલા ચોખા – 2 ચમચી
- લીંબુનો રસ – 1 થી 2 ચમચી.
રીત
પ્રથમ એક પેન લો અને તેને ગેસ ઉપર મૂકો. પેન ગરમ થાય એટલે મસાલા અને ચોખાને રોસ્ટ કરવાનું શરૂ કરો. ત્યાં સુધી રોસ્ટ કરો જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા ન લાગે. સુગંધ આવે એટલે ગેસ બંધ કરો અને છેલ્લે પેપર કોન પાવડર મિક્સ કરો. સારી રીતે મિક્સ થઇ ગયા બાદ આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા માટે મૂકો.
હવે તે જ પેનમાં તેલ નાખો અને લીમડાના પાન મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી ગાજર અને સેલેરી મિક્સ કરો ત્યારબાદ થોડું મીઠું નાખો. અમુક સમય પછી યોગ્ય રીતે હલાવો અને તેમાં આદુ લસણ અને મરચા નાખી ને યોગ્ય રીતે હલાવો. બંનેને યોગ્ય રીતે મિક્સ કર્યા બાદ તેને શેકો. હવે તેમાં મસાલા પાવડર મિક્સ કરો ત્યારબાદ ટામેટા, બાફેલી દાળ, ધાણાના પાન મિક્સ કરો.હવે તમે ઈચ્છો તો ઉપરથી મસાલાને મિક્સ કરી શકો છો. ત્યારબાદ તેમાં ચિકન સ્ટોક અને ચિકન પીસ ઉમેરીને યોગ્ય રીતે ઉકળવા દો. હવે તેને ઓછામાં ઓછુ ૧૨ થી ૧૫ મિનિટ સુધી મીડીયમ આંચ ઉપર ચડવા દો.
અહીં આપણી પાસે ઠંડુ કરવા માટે બે વિકલ્પ છે ઉપરોક્ત મિશ્રણ ની પ્યુંરી કરો અથવા તેને સંપૂર્ણ રીતે આવી જ રીતે રાખો અથવા નારિયેળના દૂધ માં નાખો અને બે-ત્રણ મિનિટ માટે ઉકાળો. ગેસ બંધ કરો અને લીંબુનો રસ નાખો તથા બાફેલા ચોખા સજાવીને ગરમ ગરમ પીરસો.
શ્રીલંકાઈ ચિકન કરી
સામગ્રી
- ચિકન કરી કટ – 500- 750 ગ્રામ, બોન અને ચામડી સાથે.
- તેલ – 2 ચમચી
- ઘી – 2 ચમચી
- ડુંગળી – 2 મધ્યમ સમારેલી
- આદુ – 1 ટીસ્પૂન સમારેલું
- લસણ – 1 ચમચી સમારેલી
- ટામેટા – 2 મીડીયમ સાઈઝમાં કાપો
- ટોમેટો પ્યુરી – 2-3 ચમચી
- કઢી પત્તા – 8-10 નંગ.
- લીલા મરચા – 2 ચમચી સમારેલા
- શ્રીલંકાઈ કરી પાવડર – ઉપર મુજબ 2 ચમચી
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- હળદર પાવડર – 1/2 ચમચી
- સ્વાદ માટે મીઠું
- જરૂર મુજબ પાણી
- સફેદ સરકો – 2 ચમચી
- નારિયેળનું દૂધ – 1 કપ
- ધાણાના પાન – 2 ચમચી
- ગાર્નિશ માટે તળેલા કરી પત્તા/લાલ મરચું.
રીત
શ્રીલંકાઈ ચિકન કરી બનાવવા માટે ચિકન ના પીસ ને યોગ્ય રીતે ધોઈને સાફ કરો. ત્યારબાદ તેને સારી રીતે મેરીનેટ કરો. ચિકન ને મેરીનેટ કરવા માટે શેકેલું લાલ મરચું પાવડર, મીઠું, હળદર, વિનેગર, બધું જ મિક્સ કરીને 25 મિનિટ માટે ફ્રિજમાં મુકો.
હવે એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરીને અને તેમાં ડુંગળી નાખો, હવે તેને ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી શેકો હવે તેમાં આદુ લસણ મરચું લીમડો નાખીને યોગ્ય રીતે રોસ્ટ કરો ત્યારબાદ અમુક મિનિટ પછી તેને ફ્રાય કરો હવે તેમાં મેરીનેટ કરેલ ચિકન પીસ નાખો. તેને મસાલા અને ડુંગળીને સાથે યોગ્ય રીતે મિક્સ થવા દો.
હવે તેમાં ટામેટા ની પ્યુરી મિક્સ કરો ત્યારબાદ તેને ધીમી આંચ ઉપર ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચઢવા દો. જો તે ડ્રાય દેખાય છે તો તેમાં થોડું પાણી મિક્સ કરો જેથી ચિકન યોગ્ય રીતે ચડી જાય.
ચીકન કરી ને ઓછામાં ઓછા ૧૨ થી ૧૫ મિનિટ સુધી ચડવા દો અને ત્યારબાદ તેમાં નારિયેળનું દૂધ ઉમેરો હવે તેને ધીમી આંચ પર 4 થી 6 મિનિટ સુધી ચડવા દો ત્યારબાદ ગેસ બંધ કરો. ત્યારબાદ તેને ધાણાના પાનથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ રોટલી કે પરાઠા અથવા ચોખાની સાથે સર્વ કરો.
નારિયેલ સાંબલ
- છીણેલું તાજુ નાળિયેર – 1 મધ્યમ કદનું
- શેલોટ્સ – 6-8 છાલ વગરના અને સમારેલા
- સૂકું લાલ મરચું – 8-10 નંગ.
- લીંબુનો રસ – 2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- ખાંડ – 1/2 ચમચી
રીત
- લાલ મરચું અને થોડું મીઠું એકસાથે પીસીને અલીફલેલા નું એક મિશ્રણ બનાવો ધ્યાન રાખો કે તમારે તેને ડ્રાય પીસવાનું છે.
- તેજ ગ્રાઈન્ડર જારમાં ઝીણું સમારેલું નારિયેળ નાખો અને એક વખત ફેરવો ત્યારબાદ તેમાં ખાંડ અને શલોટ નાખો અને એક વખત સારી રીતે મિક્સ કરો.
- ત્યારબાદ સંબલ ને ગ્લાસમાં કાઢીને મીઠું નાખીને મિક્સ કરો.ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખીને યોગ્ય રીતે મિક્સ કરો. હવે ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દો પછી સર્વ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આ છે શ્રીલંકાની મોસ્ટ પોપ્યુલર ટેસ્ટી વાનગી,માસ્ટર શેફ કવિરાજ ખિલયાનીથી જાણો રેસિપી ”