શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે ત્યારે શિવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શિવની પૂજા અને જળાભિષેક કરવા માટે ભક્તો લાઈનમાં પણ ઉભા રહેવા તૈયાર હોય છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે શિવની પૂજા કેવી રીતે કરવી જોઈએ? આ લેખમાં જણાવેલ રીતથી પહેલા સોમવારના દિવસે શિવની પૂજા કરવામાં આવે તો અટકેલા તમામ કામ પૂર્ણ થઇ શકે છે.
શ્રાવણ મહિનાનો સોમવાર બહુ પવિત્ર માનવામાં આવે છે, સાથે શ્રાવણ મહિનાના સોમવારનું અનેરું મહત્વ છે. શ્રાવણીયો સોમવારના દિવસે શિવની પૂજા સાચી રીતથી અને સાચા હદયભાવથી કરવામાં આવે તો ભક્તોને યોગ્ય ફળ જરૂરથી મળે છે. તો આ લેખની માહિતી વાંચીને યાદ રાખી લો, હમણાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર આવશે. તારીખ : ૦૫-૦૮-૨૦૧૯
- શિવ મંદિરે જવા માટે પહેલા તો ચપ્પલનો ઉપયોગ ન કરો. ખુલ્લા પગે શિવ મંદિરે જવું જોઈએ.
- મોટાભાગના લોકો શિવ મંદિરે જળનો અભિષેક કરે છે પણ શિવને વિશેષમાં મધ, દૂધ,દહીં, કેસરવાળું દૂધ, પંચામૃત વગેરેનો અભિષેક કરી શકાય છે.
- આ અભિષેક બાદ શુદ્ધ જળધારથી શિવલિંગને સ્નાન કરાવવું જરૂરી છે.
- શિવ પ્રકૃતિ પ્રેમી છે એટલે તેને ફૂલ અને મીઠી સુગંધ પણ બહુ ગમે છે. જાત જાતના ફૂલોથી શણગાર કરી શકાય છે અને અતર તેમજ સુગંધીદાર અગરબતી પણ શિવને પ્રિય છે.
- ખાસ કરીને જે લોકો દિવસ-રાત મહેનત કરતા રહે છે છતાં તેને કામમાં રૂકાવટ આવતી હોય છે, તો આવા લોકોને પણ શિવ અવશ્ય ફળ આપશે.
- એ માટે શિવને કેસરવાળું દૂધનો અભિષેક કરો. શિવને ઓરીજનલ રૂદ્રાક્ષની માળા ચડાવો. શિવના નામની માળા જપો. દરરોજ ૧૧ માળા સવારમાં ચડતા પહોરે કરવી જોઈએ. ઓમ નમ: શિવાય બોલતા જવું.
- આખા માસ દરમિયાન આ કાર્ય તમારા કર્મને મજબૂત બનાવશે અને ભગવાન શિવ તેનું અવશ્ય ફળ આપશે.
- વિવાહકાર્ય તેમજ દેવામાં ડૂબેલા લોકોને પણ કોઈ તકલીફ હોય તો એ શેરડીના રસનો અભિષેક કરી શકે છે.
- શ્રાવણ માસ પવિત્ર માસ છે અને આ માસ દરમિયાન કરવામાં આવતા ધાર્મિક કાર્ય સઘળી સફળતા અપાવી શકે છે. સાચા હદયથી જો શિવ ભક્તિ કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ અવશ્ય મદદે આવે છે. એ આખી દુનિયાને ચલાવે છે તો નાની એવી સમસ્યા તો શું કહેવાય!!
- ભગવાન તો આજે પણ એ જ છે અને પૂર્વ સમયમાં પણ એ જ હતા. ફરક પડ્યો છે તો લોકોના વિશ્વાસમાં, લોકોના હદયભાવમાં…
- તો હવે આ માહિતી જાણ્યા પછી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તમે પણ શિવની યોગ્ય રીતે પૂજા-આરાધના કરજો. તમને પણ શિવકૃપા મળશે.
એ સાથે ભક્તોની ભક્તિમાં વધારો કરવા માટે અમે અહીં ધાર્મિક લેખ પોસ્ટ કરતા રહીએ છીએ, તો તમે પણ “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel