મેષ…
આજના દિવસમાં તમારે કોઈ પણ નવું કામ કરવું હોય તે માટે આ દિવસ સારો છે. જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયોમાં તમારૂ મન એકદમ મસ્ત રહેશે. તમારી વાણી અને વર્તન પર ધ્યાન રાખવો તમારા પોતાના હિતમાં સારું રહેવાનું છે. બપોર પછી નોકરી અને વ્યવસાયમાં તમારું મન વધવાનું છે. તમને તમારા સાથી કર્મચારીઓનો સહયોગ પૂરેપૂરો મળશે.
વૃષભ…
દિવસની શરૂઆત આનંદથી થવાની છે. તમારા જીવનમાં કેટલાક નવા મિત્રો આવવાના છે. પ્રવાસ કે પર્યટનનું આયોજન બનાવી શકો છો. બપોર પછી સાવધાન રહેવાનું ધ્યાન આપો. આજે લોકો સાથે વાત કરતી વખતે તમારા જ્ઞાન અને અહંકારને વચ્ચે ક્યારેય ન લાવતા. છુપેલા શત્રુઓથી સાવધ રહેજો. આજે તમે આધ્યાત્મિક બાબતોમાં ઘણો રસ લેવાના છો.
મિથુન…
આજે તમારા પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેવાનું છે. તમે શારીરિક ઉર્જા અને માનસિક પ્રસન્નતાનો અનુભવ કરવાના છો. તમારા અધૂરા કામ પૂરા થશે તેથી તમારા આનંદનો પાર નહિ રહે. વેપારના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. આર્થિક રીતે લાભ થવાની સંભાવના રહેશે. બપોર પછી તમારું ધ્યાન મનોરંજન પર હોઈ શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે ફરવાની તક મળશે. તમને માન-સન્માન મળી શકે છે.
કર્ક…
ભવિષ્ય માટે પૈસાની યોજના બનાવવા માટે સમય સારો કહેવાય છે. કોઈની સાથે વાદવિવાદ ન કરતા. વિદ્યાર્થીઓ માટે સમય એકદમ સારો છે. પારિવારિક વાતાવરણમાં ખુશહાલી રહેશે. તમે શારીરિક અને માનસિક રીતે ઉત્સાહિત અને પ્રસન્નતા અનુભવશો. તમારું અધૂરું કામ પૂરું થશે. તમને વ્યવસાયમાં સહકર્મીઓનો સારો સહયોગ મળશે.
સિંહ..
આજે તમે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ રહેવાના. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે. આર્થિક નુકસાન થઈ શકે છે. હજુ બપોર પછી તમે રોકાણ સંબંધિત યોજના પર કામ કરો તો એ સારું રહેશે. તમારા ધારેલા કાર્યો પુરા થશે. તમે મનમાં જે વિચારો તે તમારા હિત માટે સાબિત થશે.
કન્યા..
તમને આજે કાર્યોમાં ફાયદો થવાનો છે. ભાગ્યનો મોટો યોગ બની રહ્યો છે. સંબંધોમાં પ્રેમ અને સન્માન રહેવાનું છે. બપોર પછી તમે કોઈ વાતને લઈને ચિંતિત રહી શકો તેવા યોગ છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે હો.
તુલા…
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે તેવું બની શકે છે. પારિવારિક વિવાદોમાં તમારે વાણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. મન પર નકારાત્મકતા છવાયેલી રહે તેવું લાગી શકે છે. ઘરના સભ્યો સાથે થોડી મૂંઝવણ રહેવાની. બપોર પછી તમારા મનમાં રહેલો દોષ દૂર થશે અને આનંદ થઈ શકે છે.
વૃશ્ચિક…
આજનો તમારો દિવસ થોડો ફળદાયી સાબિત થઈ શકે છે. તમે સુખ અને સંતોષનો અનુભવ કરવાના છો. પરિવારના સભ્યો સાથે દિવસ આનંદથી પસાર કરવાના છો. આજે તમને સારા સમાચાર મળશે. બપોર પછી પરિવારમાં કોઈના કોઈ કારણસર ઝઘડાનું વાતાવરણ બને તેવી શંકા છે. બિનજરૂરી ખર્ચાઓ પર ધીરજ રાખો. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેવું બની શકે છે.
ધનુ…
આજે ખાસ ધ્યાન રાખો કરણ કે આજે અકસ્માત થવાની સંભાવના છે. દરેક બાબતમાં સાવધાની રાખો. અચાનક કોઈ વસ્તુ પાછળ પૈસા ખર્ચ થશે. બપોર પછી સ્થિતિમાં સુધારો થશે. શારીરિક અને માનસિક રીતે તમે આખો દિવસ પ્રસન્નતામાં રહેશો. મિત્રો અને સંબંધીઓ તરફથી ભેટ મળવાના યોગ બની રહ્યા છે.
મકર…
સામાજિક કાર્યોમાં સફળતા મેળવવા ઉપરાંત આજનો દિવસ વેપાર, આર્થિક અને સામાજિક રીતે તમારા માટે સારો રહેવાનો છે. બપોર પછી ધ્યાન રાખીને કામ કરવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે માનસિક અને શારીરિક રીતે પણ થોડી અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. મનોરંજન અને મોજશોખ પાછળ વધારે ખર્ચ ન કરતા. મોટા લોકો સાથે મનભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
કુંભ…
તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા ખાસ યોગ બની રહ્યા છે. દરેક નાના કે મોટા કાર્યમાં સરળતાથી પૂર્ણ થવાનાં છે. ઓફિસમાં અધિકારીઓ તમારા કામથી એક દમ શાંત રહેશે. મિત્રો સાથે ટૂર પર જવા માટે પણ આયોજન કરવું સારું રહેવાનું છે.
મીન…
વેપારમાં નવા સોદા માટે આજનો સમય અનુકૂળ કહેવતો નથી. અધિકારીઓ અને વિરોધીઓ સાથે વ્યર્થ ચર્ચા ક્યારેય ન કરતા. બપોર પછી ઓફિસનું વાતાવરણ એકદમ સારું રહેવાનું છે. તમારા દરેક અધૂરા કામ પૂરા થવાના યોગ બની રહ્યા છે. વેપાર કે નોકરી કરતા લોકો માટે પ્રવાસ પર જવાનું ખાસ થઈ શકે છે.