આ વાત એક પ્રિયંકા નામ ની એક બેન ની છે. પ્રિયંકા સારા એવા ભવિષ્ય માટે બિહાર ના ગુરુગ્રામ માં આવી હતી. પરંતુ કોરોના અને lockdown ના કારણે તે ખૂબ હેરાન થઈ ગઈ હતી. પહેલા lockdown ના કારણએ પતિ ની નોકરી જતી રહી અને બીજી મળી તો એમાં પગાર ઓછો આપતા. પ્રિયંકા મુશ્કેલી થી પોતાનું ઘર ચલાવતી હતી. તેણી જ્યાં ઝૂંપડપટ્ટી માં રહેતી ત્યાં ના આજુ બાજુ ના વિસ્તાર નો ગંધવાડો જોઈને પોતાના પરિવાર ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા કરતી રહેતી. અને પ્રિયંકા કોરોના વાઇરસ વિશે બહુ કઈ જાણતી ન હતી.
પ્રિયંકા કહેતી કે તે ઝૂંપડપટ્ટી છોડવા માંગે છે. અને જો મહામારી ના ફેલાઈ હોત તો એ પોતાના પરિવાર સાથે મોટા ઘર માં રહેત. હું મારા પરિવાર ને ઘર માં આવતા પહેલા હાથ sanitize કરવાનું કહું છું. સ્વાસ્થ્ય ની ચિંતા ના કારણએ હું મારા બાળકો ને બીજા બાળકો સાથે રમવા પણ નથી દેતી.
જ્યારે પ્રિયંકા એ રાશન માટે લોકલ હેલ્પ લાઇન નંબર પર ફોન કર્યો તો સામે થી આવાજ આવ્યો કે” જાઓ બિહાર માં જઈ ને ખાવો” અહિયાં તમારા માટે કઈ નથી. જો કે પ્રિયંકા આ વાત થી હેરાન ન થઈ. આ લોકો હમેશા આવું જ કહે છે”.
પ્રિયંકા ને એ વાત નો ડર હતો કે મહામારી ને કારણે તેણી એ ભીખ ન માંગવી પડે. રાશન મેળવવા માટે નો દરેક પ્રયત્ન ના કામ રહ્યો. હું કેટલાય દિવસ સુધી ખાધા વગર રહું છું., કેમકે મને ખાવાનું મન નથી થતું, હું ઈચ્છું છું કે કોરોના જતો રહે. એટલે હું નથી ખાતી. કેમકે અમારી પાસે સીમિત ખાવાનું છે. હું નથી ઇચ્છતી કે મારો પતિ અને મારુ બાળક ભૂખ્યું રહે. પ્રિયંકા નો પતિ એક શોરૂમ માં કામ કરે છે તેનો પગાર 14 હજાર છે પણ તેને અત્યારે 7000 જ આપે છે. પ્રિયંકા નો પતિ કમલેશ તેના મકાન માલિક થી ખૂબ ખુશ છે એ કહે છે કે તેમને એમને ભાડા માટે જરા પણ હેરાન કર્યો નથી.
વધુ માં પ્રિયંકા કહે છે કે હું ગામ માં પાછી જવા નથી માંગતી કારણકે હું ગામ માં પાછી જવાથી ડરું છું હું પણ ગામડા ની જ છું અને ગામ માં મારુ શિક્ષણ પણ પૂરું ન થયું મને એવો ડર છે કે જો હું ગામ જતી રઈશ તો મારા બાળકો નું ભવિષ્ય બગડી જશે.
આ મહામારી ખબર ની કેટલા પરિવાર ને તકલીફ આપતી જશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “પતિ અને બાળક ભૂખ્યા ન રહે અને ભીખ ના માંગવી પડે તે માટે પ્રિયંકા શું કરતી હતી ??.. જાણો આ પોસ્ટ માં.”