હિન્દુ ધર્મમાં ભગવાન શંકરને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. અને તેમના ગુણ પણ ખૂબ જ પૂજનીય છે શંકર ભગવાનની મહિમા ખૂબ જ અપરંપાર છે શિવની શરણમાં જે કોઈપણ આવે છે તેમના દરેક દુખ-દર્દ દુર થઇ જાય છે. ભક્ત પણ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જાય છે અને મંદિરના ગર્ભ ગૃહની બહાર મહારાજની મૂર્તિ હોય છે.
એવી માન્યતા છે કે નંદી ભગવાન શંકરનું વાહન છે અને તેમના પરિવારનું અભિન્ન અંગ પણ છે. મહાદેવના દર્શન કરતી વખતે નદીથી જોડાયેલી આ જિજ્ઞાસા જરૂરથી મનમાં ઉત્પન્ન થાય છે કે નંદી શિવ શંકર ના પરિવાર નું અભિન્ન અંગ હોવા છતાં તેમની મુર્તિની સ્થાપના મંદિરની બહાર જ કેમ કરવામાં આવે છે.
મહાભારતમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
ખરેખર તો નંદીની મૂર્તિ સમાધિ સ્થિતિમાં મંદિરમાં બિરાજેલી હોય છે તેની સાથે જ તેમની સમાધિ ખુલ્લી આંખો ની સમાધી માનવામાં આવે છે મહાભારતમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે ભગવાન નંદિની સ્થિતિને વરણી કરી ને જણાવવામાં આવ્યું છે કે ખુલ્લી આંખો વાળી મૂર્તિ થી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે અને તેની સાથે જ આત્મજ્ઞાનની પ્રાપ્તિથીજ જીવનની મુક્તિ સંભવ થઇ શકે છે.
આ મૂર્તિ ભક્તને જ્ઞાન આપે છે કે મનુષ્ય રૂપી જીવાત્મા આ સમાન પ્રબતિ મનુષ્યને ઈશ્વરથી દૂર લઇ જાય છે જ્યારે તેની સારી પ્રગતિ તેને ઈશ્વર એટલે કે શંકર ભગવાનની તરફ ખેંચે છે આ જ કારણ છે કે ગર્ભગૃહની બહાર સ્થાપિત થયેલ નદી ની આંખો ભગવાન ઉપર ટકેલી રહે છે અને નિરંતર પોતાના આરાધ્ય માં લીન રહે છે.
પહેલા નંદીને પ્રણામ કરવાનું છે વિધાન
શિવાલયમાં પ્રવેશ કરતા પહેલા નંદીને પ્રણામ કરવાનું વિધાન છે મહાકાલની નગરી ઉજ્જૈન મંદિરની આસપાસ નંદી રૂપી બળદ જોવા મળે છે. અને દરેક શિવમંદિરમાં નંદી ભગવાનની પ્રતિમા ગર્ભગૃહની બહાર જ જોવા મળે છે.
નંદીના શિંગડા વિવેક અને વૈરાગ્યના પ્રતિક છે ડાબા હાથની તર્જની અને અંગૂઠાથી નંદીના શિંગડા ને સ્પર્શ કરીને ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે. માન્યતા છે કે આ પ્રકારે ભક્ત મા ઘમંડ નો નાશ થાય છે અને ભક્ત મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક વિચારને ત્યાગીને ભગવાનના દર્શન કરે છે. દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે અને મહાદેવની મહિમા આજે પણ એટલી જ જોવા મળે છે.
નંદિના કાનમાં જો આપણે આપણી સમસ્યા અથવા મનોકામના તહેવારના પણ અમુક નિયમ છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નંદિના કાનમાં પોતાની મનોકામના કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી કહેલી વાત બીજું કોઈ સાંભળી નહીં અને તમારી વાત એટલી ધીમેથી કહો કે તમારી પાસે ઊભેલી વ્યક્તિને તે વાતની જાણકારી ન લાગે.
નંદિના કાનમાં પોતાની વાત કહેતી વખતે તમારા હોઠને તમારા બંને હાથો થી ઢાંકી લો જેથી અન્ય વ્યક્તિ તે વાતને કહેતી વખતે તમને જુએ એના નંદિના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા નદી નું પૂજન કરો, અને મનોકામના કહ્યા બાદ નદીની નજીક અમુક ભેટ અવશ્ય મૂકો આ ભેટ ધન અથવા ફળ ના રૂપે હોઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team