આયુર્વેદ મુજબ, ઔષધી તરીકે ઉપયોગી એવા ગુલાબની પાંદડીઓના પાવડરના કેટલાક અસરકારક ફાયદાઓ વિશે જાણો

Image Source

ગુલાબની પાંખડીઓ નો પાવડર આયુર્વેદમાં લાભદાયક માનવામાં આવ્યો છે. આમ તો ફૂલોનો રાજા ગુલાબ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં ગુલાબનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. ત્વચા પર પ્રાકૃતિક સુંદરતા લાવવા માટે ગુલાબની પાંખડીઓ માંથી બનતા પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાવડર ત્વચાને મોઇશ્ચરાઈઝ કરવાની સાથે સાથે ઠંડક પણ પ્રદાન કરે છે.

આજે આ લેખમાં તમે ગુલાબના પાવડરથી ત્વચાને થતા ફાયદાઓ વિશે જાણશો

ગુલાબના પાવડરથી મળતા ફાયદાઓ

પોતાની સુંદરતા મેળવવી હોય કે તેને મોઈશ્ચરાઈઝ કરવી હોય, ગુલાબના પાવડરથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. ચાલો ગુલાબના પાવડરથી મળતા ફાયદાઓ વિશે વિસ્તારમાં જાણીએ.

ત્વચાને ઠંડક પહોંચાડે છે

આયુર્વેદ મુજબ ગુલાબની તાસીર ઠંડી માનવામાં આવે છે. તેમાંથી બનતા ફેસ પેકને લગાવવાથી ઠંડી નો અનુભવ થાય છે. ખાસ કરીને ઉનાળામાં ગુલાબના આ ફેસપેકને લગાવવાથી વિશેષ રાહત મળે છે.

મોઇશ્ચરાઇઝ કરવામાં મદદરૂપ

ગુલાબ સ્વભાવે મીઠું અને તેમાં પ્રાકૃતિક ભેજ હોય છે. આ હિસાબે ગુલાબના પાવડર માંથી બનતા ફેસપેકને લગાવવાથી ત્વચાને મોઇશ્ચરાઇઝ બનાવી રાખવામાં મદદ મળે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ બનાવી રાખવાનું કામ કરે છે.

એન્ટી એંજિંગ પ્રોપર્ટીઝ

ગુલાબની પાંખડીઓમાં એન્ટી એંજિગ અસર જોવા મળે છે. તેનો પાવડર ત્વચા પર કરચલીઓને રોકવામાં મદદ કરે છે. ગુલાબની પાઘડીઓના પાવડરનો નિયમિત ઉપયોગ ત્વચાને ટાઇટ બનાવે છે અને વૃદ્ધત્વ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. સાથે સાથે ત્વચાને કોમળ બનાવી રાખે છે.

રંગ સાફ રાખે છે

ત્વચાની સફાઈ અને ભેજ દૂર કરવા માટે ગુલાબનો પાવડર મદદ કરી શકે છે. તે ત્વચા પર જામેલી ગંદકીને ધીમે ધીમે સાફ કરે છે અને અને ત્વચાને ડ્રાય થતી અટકાવે છે. તે ત્વચા નો રંગ પણ સાફ કરે છે.

Image Source

ગુલાબના પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો??

ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે ગુલાબની પાંદડીના પાવડર નો ઉપયોગ નીચેની રીતે કરી શકાય છે-

ગુલાબની પાંખડી નો પાવડર અને કાચા મધને સરખી માત્રામાં ભેળવીને ચહેરા પર લગાવી 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

તમારી ત્વચાને સ્વસ્થ અને મુલાયમ બનાવી રાખવા માટે આ બોડી વોશનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરી શકો છો. તેમાં પણ ગુલાબની પાંખડી નો પાવડર અને કાચા મધને સરખી માત્રામાં ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે.

બે મોટી ચમચી મધ, અડધો કપ ગુલાબની પાંખડીઓ તેમજ અડધો કપ નારિયેળના તેલને એક વાટકીમાં ઉમેરીને નહાતી વખતે આખા ભીના શરીર પર લગાવો. ત્યારબાદ નાહી લો.

Image Source

ગુલાબના પાવડરના ફેસપેક

ત્વચા મુજબ ગુલાબની પાંખડીઓથી બનતા અલગ અલગ ફેસમાસ્કનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ –

સામાન્ય ત્વચા માટે

સામાન્ય ત્વચા માટે તમે પાણીમાં એક મોટી ચમચી ગુલાબની પાંખડીના પાવડરને ભેળવીને પેસ્ટ બનાવી તેને ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ઓઇલી ત્વચા માટે

ધોત થતા હોય એવી હોય તો બે મોટી ચમચી દહીંમાં એક ચમચી ગુલાબની પાંખડીનો પાવડર ભેળવો. તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

સારાંશ

ગુલાબની પાંખડીઓ માંથી બનતા પાવડરનો ઉપયોગ આયુર્વેદમા આજથી નહીં પરંતુ વર્ષોથી થઈ રહ્યો છે. ગુલાબની પાંખડીઓ નો પાવડર કફ તેમજ વાયુ જેવા દોષો દૂર કરે છે. શરીરને ઠંડુ રાખવું તેમજ ત્વચાને ભેજ પ્રદાન કરવું વગેરે તેના ફાયદાઓ છે. તેને દહીં અને મધમા ભેળવીને ઉપયોગ કરવાથી ત્વચાને ફાયદો થાય છે, પરંતુ કોઈ પણ પ્રકારના ફેસપેક નો ઉપયોગ કરતા પહેલા એકવાર નિષ્ણાત ની સલાહ લેવી જરૂરી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આયુર્વેદ મુજબ, ઔષધી તરીકે ઉપયોગી એવા ગુલાબની પાંદડીઓના પાવડરના કેટલાક અસરકારક ફાયદાઓ વિશે જાણો”

Leave a Comment