દાળને ડાયેટ પ્લાનમાં ઉમેરી શકાય છે અને હેલ્થને સારી રાખી શકાય છે. ઘરમાં રસોડામાં ઉપયોગ થતી ઘણી એવી વસ્તુઓ છે જે ડાયેટ પ્લાનને પરફેક્ટ બનાવે છે સાથે હેલ્થને બેસ્ટ રાખવામાં મદદ કરે છે. આજના આર્ટિકલમાં આપણે એવી જ માહિતી જાણવા જઈ રહ્યાં છીએ જે છે પલાળેલા ચણા વિષે…
ચણા પ્રોટીનનો સ્ત્રોત હોય છે અને ઘણી બધી બીમારીઓને દૂર કરી શકવાની તાકાત ચણામાં રહેલી છે. આમ તો ચણા બે પ્રકારના હોય છે – દેશી અને કાબુલી. દેશી ચણા ડાર્ક બ્રાઉન દેખાય છે અને કાબુલી ચણા હલકા પીળા રંગના હોય છે. લોકો છોલે ચણાને વધુ પસંદ કરે છે એ કાબુલી ચણા જ હોય છે.
દેશી અને કાબુલી બંને પ્રકારના ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઈબર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો દેશી ચણામાં ભરપુર હોય છે, જે શરીરને જરૂરી ઘટકના રૂપમાં દેશી ચણામાંથી મળી રહે છે. શરીરને સ્વસ્થ રાખવા અને દિમાગને તેજ બનાવવા માટે દેશી ચણાનો ઉપયોગ થાય છે. જો કોઈ વ્યક્તિમાં આયર્નની કમી હોય અથવા હિમોગ્લોબીનની કમી હોય તો તેને દેશી કાળા ચણાનું સેવન કરવું જોઈએ. જેમાંથી તેને ૩૦% જેટલું આયર્ન મળી શકે છે.
ચણાનું સેવન અલગ અલગ રીતે કરી શકાય છે. સામાન્ય રીતે ચણાને બાફેલા વધુ પસંદ કરવામાં આવે છે અથવા કોઈ વાનગી સાથે ઉમેરીને ખાવામાં આવે છે. ચણાના સેવન પછી જો સૌથી વધારે ફાયદો જોઈતો હોય તો પલાળીને ખાવા જોઈએ. ફણગાવેલા ચણા ખાવાથી શરીરને બહુ જ ફાયદો થાય છે. તો ચાલો જાણીએ પલાળેલા ચણા વિષેની તમામ માહિતી એક જ આર્ટિકલમાં :
પલાળેલા કે ફણગાવેલા ચણામાં ક્યાં તત્વો હોય છે?
આ મુજબના ચણામાં ક્લોરોફીલ, વિટામીન એ, વિટામીન સી, વિટામીન ડી, વિટામીન કે સાથે ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે, જેને કારણે પલાળેલા કે ફણગાવેલા ચણાને સુપર ફૂડ માનવામાં આવે છે.
ફણગાવેલા ચણાને કેવી રીતે ખાવા જોઈએ?
- એક મુઠ્ઠી કાળા ચણા
- એક ગ્લાસ પાણીમાં પલાળી દો
- રાતના સમયમાં પલાળેલા ચણાને સવારે ઉપયોગમાં લઇ શકાય
- સવારમાં ઉઠતાની સાથે ખાલી પેટે ચણાનું સેવન કરવું
- આપના અનુકુળ સ્વાદ મુજબ પલાળેલા ચણાને સાદા પણ ખાઈ શકાય
- અથવા ચણા સાથે થોડી માત્રામાં ગોળ ભેળવીને ખાઈ શકાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત :
- પલાળેલા ચણાને ગોળ સાથે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પણ અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ચણાને એકદમ ચાવીને ખાવાથી ફાયદો થાય છે.
- અમુક વ્યક્તિને કોઇપણ પ્રકારનું કઠોળ ખાતાની સાથે જ પેટમાં દુઃખાવો થાય છે તો એવા વ્યક્તિઓએ ચણાની માત્રા કેટલી લેવી એ તેના શરીરની અનુકુળતા પર આધાર રાખે છે.
પલાળેલા/ફણગાવેલા ચણા ખાવાના ફાયદાઓ :
આપને ઉપર જાણકારી જણાવી એ મુજબ પ્રોટીન, ફાયબર, આયર્ન અને કાર્બોહાઈડ્રેટ સિવાય ચણા વિટામીન બી૬, ફોલે, રાઈબોફ્લેવીન અને ઘણા પ્રકારના ખનીજનો સોર્સ હોય છે. એવામાં જો ચણાને રાતના સમયમાં પાણીમાં પલાળીને સવારે ખાવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો શરીરને જબરદસ્ત ફાયદો આપે છે. માત્ર આટલું જ નહીં પલાળેલા ચણાને શરીર માટે રામબાણ ઔષધીની જેમ માની શકાય છે. શું છે પલાળેલા ચણાનું સેવન કરવાના ફાયદા એ જાણવા માટે આર્ટિકલને આગળ ધ્યાનથી વાંચો :
ઇમ્યુનિટી બુસ્ટર :
હમણાંના દિવસોમાં કોરોનાની મહામારી ચાલે છે અને આ જ સમયમાં સૌ ને ઇમ્યુનિટી મજબુત જોઈએ છે એટલા માટે બધા જાતજાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે. એમાં ચણાને શામિલ કરી શકાય છે. પલાળેલા ચણાને ખાવાથી શરીરને તાકાત મળે છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને બહારથી શરીરને પ્રોટેક્ટ કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ લેવલ :
દરરોજ પલાળેલા ચણાને ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકાય છે. આજના ઝડપી સમયમાં ઘણા માણસોને વધતા કોલેસ્ટ્રોલની તકલીફ હોય છે તો એવા દર્દીઓ માટે નિયમિત ચણાનું સેવન બહુ જ ઉપયોગી સાબિત થાય છે. ચણાનું સેવન બગડેલા કોલેસ્ટ્રોલ લેવલને ઠીક કરે છે અને સાથે વધેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલ પણ કરે છે.
કબજિયાતની સમસ્યા :
બધા રોગની જળ પેટ સાથે સંકળાયેલ છે. પેટ બગડતાની સાથે કબજિયાતની સમસ્યા બહુ મોટું રૂપ ધારણ કરે છે. આયુર્વેદમાં કબજિયાતને પણ એક ગંભીર શરીર સમસ્યા માનવામાં આવે છે. તો આ સમસ્યાના નિવારણ માટે પણ દરરોજ નિયમિતપણે પલાળેલા ચણાનું સેવન ફાયદાકારક રહે છે.
તો આ છે નાની ખાદ્યચીજના સેવનના મોટા ફાયદા. તો તમે પણ ડાયેટ પ્લાન કે નોર્મલ ડેઈલી પ્લાનમાં પલાળેલા/ફણગાવેલા ચણાનું સેવન શરૂ કરો અને સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવો.
આવી જ અન્ય રસપ્રદ માહિતી વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અહીં અમે દરરોજ અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.
#Author : Ravi Gohel