આ તો આપણે બધા જાણીએ છીએ કે, દહીં આપણી તંદુરસ્તી માટે કેટલુ ફાયદાકારક છે. કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી ઉપરાંત દહીં કેટલાક જરૂરી વિટામિન્સ અને ખનીજોનો સ્ત્રોત છે. દરરોજ એક વાટકી દહીં ખાવાથી ફક્ત તમારું પાચનતંત્ર જ સારું નથી રહેતુ પરંતુ તંદુરસ્તી સાથે જોડાયેલી કેટલાક બીજા રોગો પણ થતાં નથી. દહીં એ આપણા ભારતીયો ના ભોજનનો એક મુખ્ય ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં ફક્ત ખાવા માટે જ નહિ પરંતુ લગાવવા માટે પણ ઉત્તમ છે. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કેમ કે દહીં આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
વર્ષ ૨૦૧૫ માં પ્રકાશિત એક રિવ્યૂ અભ્યાસનું માનીએ તો મલાઈ વાળા દૂધ નું દહીં ખાવાથી અને ત્વચા પર લગાવવાથી ત્વચાની તંદુરસ્તી સારી થાય છે. આમ તો, તેના ગુણો અને ક્ષમતાના આંકન માટે વધારે અભ્યાસ ની જરૂર છે. આ ઉપરાંત એક બીજા અભ્યાસમાં અનુસંશોધનકર્તાઓએ માણસની ત્વચા પર દહીં ના ફેસપેક થી શું અસર થાય છે, તેનું મૂલ્યાંકન કર્યું અને મેળવ્યું કે દહીંના ફેસપેક થી ત્વચામાં નમણાશ નું સ્તર સારું બને છે, ત્વચા ચમકીલી બને છે અને લચીલાપણું પણ વધે છે.
લેક્ટિક એસિડ અને પ્રાકૃતિક પ્રોબાયોટિક્સ થી ભરપુર દહીં, આપણી તંદુરસ્તી ની સાથે સાથે ત્વચા અને વાળને પણ તંદુરસ્ત બનાવી રાખવામા મદદ કરે છે. દહીં ફક્ત ચહેરાની કરચલીઓ જ દૂર નથી કરતી પરંતુ વધતી ઉંમરના નિશાનને ઓછા કરવામાં પણ મદદ કરે છે. ત્વચા ને મોઇશ્ચ્રાઇઝ કરીને કોમળ, મુલાયમ અને ચમકીલી બનાવવામાં પણ મદદ કરે છે. વર્ષોથી મોટી સંખ્યામાં લોકો દહીંને ચહેરા પર ફેશિયલ માસ્ક ની જેમ ઉપયોગ કરતા આવ્યા છે.
હવે જ્યારે તમને જાણ થઈ ગઈ છે દહીં તંદુરસ્તીની સાથે તમારી ત્વચા માટે પણ કેટલું ફાયદાકારક છે તો ચાલો તેને દરરોજ ચહેરા પર લગાવીએ. ચહેરા પર દહીં લગાવવાના ફાયદા ક્યાં ક્યાં છે, તેને જઈ રીતે અને જાય વસ્તુઓ સાથે ભેળવીને લગાવી શકાય છે, કઈ પ્રકારની ત્વચા માટે દહીં સાથે કઈ વસ્તુ ભેળવીને લગાવવું વધારે ફાયદાકારક છે
આ બધી વસ્તુઓ વિશે અમે તમને આ લેખમાં જણાવવાના છીએ.
૧. ત્વચા માટે કઈ રીતે ફાયદાકારક છે દહીં?
૨.ચહેરા પર દહીં લગાવવાના ફાયદા-
- ત્વચાને નમણાશ આપે છે દહીં.
- ખીલ – ફોડલીઓ દૂર કરે છે દહીં.
- સૂર્યના તડકામાં રાહત આપે છે દહીં.
- આંખોના કાળા કુંડાળા દૂર કરે છે દહીં.
- ઉંમરના નિશાનને દૂર કરે છે દહીં.
- ત્વચાની રંગત એકસરખી બનાવે છે દહીં.
૩. ચહેરા પર દહીં કેવી રીતે લગાવવું?
૪.ચહેરા પર દહીં થી થતું નુકશાન.
૧.ત્વચા માટે કઈ રીતે ફાયદાકારક છે દહીં –
દહીંમાં રહેલા લેક્ટિક એસિડ નામના તત્વને લીધે દહીંને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. લેક્ટિક એસિડ એક પ્રકારનું આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે જે સામાન્ય રીતે પ્રિસ્ક્રીપશન વગરની ફોડલીઓના ઉત્પાદનમાં મળી આવે છે. લેક્ટિક એસિડ આ પ્રકારની બીજી ત્વચા પર જામેલી ગંદકી કે પોપડી ને દૂર કરવા, સોજા અને બળતરાને ઓછા કરવા અને નવી અને મુલાયમ ત્વચાને ખીલવવા માટે જાણીતું છે.
આ રીતે દહીંમાં રહેલ લેક્ટિક એસિડની મદદથી ત્વચા પર થતી આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.
- મોટા પોર્સ અને રોમછિદ્રો ને બંધ કરવામાં.•ફોડલીઓ નિશાનને ઓછા કરવામાં.
- ચહેરા પરની બારીક રેખાઓને ઓછી કરવામાં.
- સૂર્યના તડકાથી થયેલી ક્ષતિ અને સનટેન ને ઓછી કરવામાં.
- અતિવર્ણક્તા કે હાઈપરપિગમેન્ટન્શન ને ઓછું કરવામાં.
ઇન્ટનેશનલ જર્નલ ઓફ ડમેરટોલોજી નામની પત્રિકામાં વર્ષ ૨૦૧૯ માં પ્રકાશિત એક અભ્યાસનું માનીએ તો દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચા ને જલયોજિત એટલે કે હાઇડ્રેટ કરવાનું કામ પણ કરે છે અને આ એક ઉત્તમ એન્ટી ઓક્સિડન્ટ પણ છે.
૨.ચહેરા પર દહીં લગાવવાના ફાયદા –
ઘણીવાર ચહેરા પર રહેલા દાગ ધબ્બા, વધતી ઉંમરના નિશાન, ફોડલીઓ કે ફોડલીઓ નિશાન આ પ્રકારની સમસ્યાઓ તમારા ચહેરાની સુંદરતા છીનવી લે છે અને ત્વચા સાથે જોડાયેલી આ સમસ્યાઓને સારી કરવામાં ઘણો સમય પણ લાગે છે. પરંતુ, દહીં સંપૂર્ણ રીતે કુદરતી અને કોઈપણ પ્રકારની આડઅસર વગરનું ઉત્પાદન છે જે ત્વચાની સુંદરતા લાવવાની સાથે સાથે તેને પોષણ આપવાનુ કામ પણ કરે છે. જાણો, ચહેરા પર દહીં લગાવવાના કેટલા ફાયદા છે:-
- ત્વચાને નમણાશ આપે છે દહીં.
- ખીલ – ફોડલીઓ દૂર કરે છે દહીં.
- સૂર્યના તડકામાં રાહત આપે છે દહીં.
- આંખોના કાળા કુંડાળા દૂર કરે છે દહીં.
- ઉંમરના નિશાનને દૂર કરે છે દહીં.
- ત્વચાની રંગત એકસરખી બનાવે છે દહીં.
ત્વચાને નમણાશ આપે છે દહીં –
જો તમારી ત્વચા પર ખાસ કરીને ચહેરા પર નમણાશ ની ઉણપ હોય અને ત્વચા શુષ્ક થઈ ગઈ હોય તો તને દહીંની મદદ લઇ શકો છો. દહીં એક ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે અને જો તેને દરરોજ ત્વચા પર લગાવવામાં આવે તો તેનાથી તમારી ત્વચા પોષણથી ભરપુર, કોમળ, નરમ અને લચીલી બને છે.
ખીલ – ફોડલીઓ દૂર કરે છે દહીં –
એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ તત્વોથી ભરપુર દહીં, તમારા ચહેરા પર થટી ખીલ – ફોડલીઓની સમસ્યા ને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જો તમે ફોડલીઓ વાળા ભાગ પર દરરોજ દહીં લગાવો તો ફોડલીઓ જલ્દી સારી થઈ જાય છે અને તેના નિશાન પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે.
સૂર્ય ના તડકામાં રાહત આપે છે દહીં –
જ્યારે સૂર્યના નુકશાનકારક યુવી કિરણો આપણી ત્વચાના સંપર્કમાં આવે છે તો આપણા શરીરની સ્નાયુઓ પર તેની સીધી અસર પડે છે અને આપણી ત્વચા ન ફક્ત સૂર્યના કિરણો થી લાલ થાય છે પરંતુ ફિકી અને નીરસ પણ થઈ જાય છે. સૂર્ય ના તડકાની આ સમસ્યા જો ગંભીર હોય તો ઘણીવાર ત્વચા પર ચકરડા અને ફોડલીઓ પણ થઈ શકે છે. એવામાં અસરકારક ત્વચા પર દહીં લગાવવાથી તડકાથી બળેલી ત્વચા પર રાહત મળે છે.
આંખના કાળા કુંડાળા ને દૂર કરે છે દહીં –
જ્યારે ઘણા દિવસો સુધી સતત આપણી ઊંઘ પૂરી નથી થતી કે કોઈ કારણોસર આપણે રાત્રે ઓછું સુઈએ છીએ ત્યારે આંખ નીચે કાળા કુંડાળા એટલેકે ડાર્ક સર્કલ થઈ જાય છે. એવામાં આ કાળા કુંડાળા ને દૂર કરવા માટે દહીં મદદરૂપ થઈ શકે છે. જેમકે અમે પહેલા બતાવ્યું કે દહીંમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ મળી આવે છે જે આંખોના સોજાને ઓછા કરે છે અને લેક્ટિક એસિડ કાળા કુંડાળા ને દૂર કરે છે.
ઉંમરના નિશાનને દૂર કરે છે દહીં –
જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ ચહેરા પર વૃદ્ધત્વ ના નિશાન જોવા મળવા એ સ્વાભાવિક છે. પરંતુ ઘણી વાર ઉંમર પહેલાં જ વૃદ્ધત્વના ઘણા નિશાન જેવા કે કરચલીઓ, બારીક રેખાઓ વગેરે જોવા મળે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ દહીં તમારી મદદ કરી શકે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચા પર રહેલી નિર્જીવ ત્વચાની પોપડી ને દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી નીચે રહેલી સજીવન ત્વચા નિખરી ઉઠે છે.
ત્વચાનો રંગ એકસરખો બનાવે છે દહીં –
ઘણી વાર ત્વચા પર રહેલા દાગ – ધબ્બા ને લીધે ચહેરાનો રંગ ફિક્કો પાડવા લાગે છે અને પીગમેન્ટેશન એટલેકે રંજકતા પણ થવા લાગે છે. એવામાં દહીંમાં રહેલું લેક્ટિક એસિડ નામનું તત્વ દાગ – ધબ્બા વાળી ત્વચા ના સૌથી ઉપરના પડને દૂર કરી નવા સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે. તેનાથી
પીગમેન્ટેશન ની સમસ્યા અસરકારક રીતે દૂર થઈ જાય છે અને ત્વચાનો રંગ પણ એકસરખો થઈ જાય છે.
૩. ચહેરા પર દહીં કેવી રીતે લગાવવું –
આમ તો તમે ઇચ્છો તો દહીં તમે તેના પ્રાકૃતિક રૂપે સીધા ચહેરા પર લગાવી શકો છો. પરંતુ નિષ્ણાંતોનું માનો તો જો દહીંમાં કેટલીક બીજી પ્રાકૃતિક સામગ્રીઓ નાખીને ચહેરા પર લગાવવામાં આવે તો તે ચહેરા પર વધારે ફાયદાકારક બની શકે છે. તમે ઇચ્છો તો દહીંને ખીરા સાથે, દહીંને ટામેટા સાથે, દહીંને હળદર સાથે કે પછી દહીંને ચણાના લોટ જે મધ સાથે ભેળવીને લગાવી શકાય છે. ક્યાં પ્રકારની ત્વચા માટે દહીંનું ક્યું મિશ્રણ ઉત્તમ છે અને તેના ક્યાં ફાયદા થાય છે તે જાણો:-
સૂકી ત્વચા માટે દહીં અને મધ:
જો તમારી ત્વચા માં નમણાશ ની ઉણપ હોય, ત્વચા શુષ્ક થઈ ગઈ હોય તો તમે ચાર ચમચી દહીં મા એક ચમચી મધને સારી રીતે મિક્સ કરી લો અને આ દહીં ફેસ માસ્ક ને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવીને ૩૦ મિનિટ માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈને સુકાવા દો. દહીં અને મધના આ મિશ્રણને અઠવાડિયામાં એક જ વાર એવા લોકો ઉપયોગ કરે જેની ત્વચા શુષ્ક અને નોર્મલ હોય. તૈલીય ત્વચા વાળાએ આનો ઉપયોગ ન કરવો. થોડા જ દિવસોમાં તમને તમારા ચહેરા પર ચમક જોવા મળશે.
કરચલીઓ અને બારીક રેખાઓ દૂર કરવા માટે દહીં અને ઓટ્સ:
જો તમારા ચહેરા પર સમયથી પેહલા જ વધતી ઉંમરના નિશાન જેવા કે કરચલીઓ અને બારીક રેખાઓ જોવા મળે તો આ પ્રીમેચ્યોર ઇજિંગ ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે દહીંની સાથે ઓટ્સ ભેળવીને ઉપયોગ કરવો જોઈએ. દહીં અને ઓટ્સ ના આ સ્ક્રબ ને તમે અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરી શકો છો. બે ચમચી દહીં એક ચમચી ઓટ્સ નાખો અને જ્યારે આ મિશ્રણ લુગદી જેવું બની જાય તો તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને હળવા હાથે ગોળાકાર ચહેરા પર માલિશ કરો. સ્ક્રબ ને ચહેરા પર ૧૫ મિનિટ માટે લગાવેલું રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
દાગ – ધબ્બા દૂર કરવા માટે દહીં અને લીંબુનો રસ:
https://mojemustram.posspooja.in/wp-content/uploads/2019/06/4zz-19.jpg
જો તમારા ચહેરા પર સારી થઈ ગયેલી ફોડલીઓના દાગ રહી ગયા હોય કે પછી બીજા કારણોસર ચહેરા પર દાગ ધબ્બા જોવા મળતા હોય તો દહીં અને લીંબુના રસનું મિશ્રણ આ ધબ્બા ને દૂર કરવામાં તમારી મદદ કરશે. એક ચમચી દહીં મા અડધી ચમચી લીંબુનો રસ એક વાટકામાં લઈ સરખી રીતે ભેળવો અને આ મિશ્રણ ને ચહેરા પર દાગ ધબ્બા વાળા ભાગ પર લગાવો. ધ્યાન રાખો કે આ મિશ્રણ આંખોમાં ન જાય નહિતર બળતરા થઇ શકે છે. મિશ્રણ ને ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાવેલું રાખીને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.
સનબર્ન અને ટેનીંગ દૂર કરવા માટે દહીં અને ચણાનો લોટ:
તડકાનો તેજ પ્રકાશ અને યુવી કિરણોને લીધે જો ત્વચામાં સનબર્ન અને ટેનીંગની સમસ્યા થઈ ગઈ હોય તો તેના માટે દહીં કે છાશમાં ચણાનો લોટ ભેળવો અને સારી રીતે મિક્સ કરીને અસરકારક ભાગ પર લગાવો. લગભગ એ કલાક સુધી લગાવીને રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. દહીં અને ચણાના લોટનું મિશ્રણ સનબર્ન અને ટેનીંગ ને દૂર કરવાની સાથે બળતરામાં પણ રાહત આપશે.
ત્વચાની સુંદરતા વધારવા માટે દહીં અને હળદર:
દહીં અને હળદર બન્ને ઔષધીય ગુણોથી ભરપૂર પ્રાકૃતિક તત્વો છે જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. બધા જ પ્રકારની ત્વચા વાળા લોકો આ મિશ્રણનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરી શકે છે. ત્વચાની સુંદરતા વધારવા માટે બે ચમચી દહીં મા ચપટી ભરીને હળદર ભેળવો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવીને ૧૫ મિનિટ માટે રહેવા દો. પછી પાણીથી ધોઈ લો. દહીં અને હળદરનું આ મિશ્રણ ત્વચાને ચમકીલી બનાવવાની સાથે મુલાયમ બનાવવામાં પણ મદદ કરશે.
ટેનીંગ ઓછી કરીને રંગ રૂપ નિખારવા માટે દહીં અને બટાકા:
દહીં અને બટાકાનું આ ફેસપેક બધા પ્રકારની ત્વચા માટે અનુકૂળ માનવામાં આવે છે. તેના માટે તમે દહીંમાં કાચા બટાકા ને છીણીને મિક્સ કરો અને પછી આ મિશ્રણને ચહેરા પર લગાવો અને થોડીવાર લગાવેલું રહેવા દો. જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે ચહેરાને પાણીથી ધોઈ લો. દહીં અને બટાકાનું આ ફેસપેક ત્વચાની સુંદરતાને વધારવા, રંગ રૂપ નિખારવા ટેનીંગને ઓછું કરવામાં મદદ કરે છે.
ત્વચાને સાફ કરી આરામ પહોંચાડવા માટે દહીં અને કાકડી:
ત્રણ ચતુર્થાંશ કપ સાદા દહીંમા અડધી કાકડી નાખીને તેને મિક્સરમાં પીસીને બારીક પેસ્ટ જેવું બનાવી લો. હવે આ મિશ્રણથી તમારા ચહેરા પર હળવા હાથથી ૧૫ મિનિટ સુધી માલિશ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. આ મિશ્રણ બધા પ્રકારની ત્વચા માટે સંપૂર્ણ છે અને તેનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો. નામણાશ થી ભરપુર આ ફેસપેક ત્વચાને હાઇડ્રેટ કરવામાં, સાફ કરવામાં અને આરામ આપવામાં મદદ કરે છે.
૪.ચહેરા પર દહીંના નુકશાન –
આમ તો દહીં ખૂબ જ તંદુરસ્ત હોય છે અને તેને ખાવાથી કે ચહેરા પર લગાવવાથી કોઈ નુકશાન થતું નથી. પરંતુ જે રીતે કોઈપણ વસ્તુ વધારે પ્રમાણમાં ખરાબ હોય છે, તે જ રીતે ચહેરા પર જો વધારે પ્રમાણમાં દહીં લગાવવામાં આવે તો તેનાથી પણ કેટલાક નુકશાન થાય છે. આ ઉપરાંત તમારી ત્વચા ક્યાં પ્રકારની છે તેના હિસાબે દહીંમાં શું ભેળવીને લગાવવું તે જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આમ છતાં દહીંને ચહેરા પર લગાવ્યા પેહલા એકવાર તમારી ત્વચાના નિષ્ણાંત નો સંપર્ક જરૂર કરવો આવશ્યક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team