આવો અમે તમને પેરાલાઈસીસ ની વિશે અમુક વાતો કહીએ:
સ્લીપ પેરાલાઈસીસ નાં લક્ષણ
ઘણા અભ્યાસોએ આ સાબિત કર્યુ છે કે સ્લીપ પેરાલાઈસીસ એ લોકો માટે હોય છે જે તણાવ, થાક અને ઊંઘ ની અછત થી પસાર થાય છે. ઘણા લોકો એ સ્લીપ પેરાલાઈસીસ થવાનું કારણ જાણવાની કોશિશ કરી પરંતુ તેમને હજુ સુધી કશુ ખબર નથી પડી.
આનાથી કોઈ ભય નથી
એમાં કોઈ શંકા નથી કે સ્લીપ પેરાલાઈસીસ એક ખતરનાક અને ડરામણો અનુભવ હોય છે, પરંતુ તેમા કોઈ ભય જેવી વાત નથી. આનાથી તમને શારીરીક રીતનાં કોઈ નુકસાન નથી થતુ કેમકે સ્લીપ પેરાલાઈસીસ ના કારણે કોઈ નાં મૃત્યુ ની ખબર નથી આવી. સ્લીપ પેરાલાઈસીસ થી બચવા નો સૌથી સારી રીત છે કે પોતાને તેનાથી ડરવા નાં દો, પોતાને એ વાત ની ખાતરી આપો કે એ માત્ર એક સપનું જ હતું જે કોઈ દિવસ સાચુ નથી થઈ શકવાનું. તમે આ વાત ને જેટલુ વિચારશો તમને તેટલો ભય લાગશે તેથી હંમેશા પોઝીટીવ વસ્તુ વિચારો.
શરીર પર કાબુ નથી રેહતો
ભલે તમે કેટલો પ્રયત્ન કરો, તમને ખબર હોવા છતા પણ તમે સ્લીપ પેરાલાઈસીસ થી પસાર થઈ રહ્યાં છો તમે પોતાને કાબુ માં નથી રાખી શક્તા. અમુક લોકો ખાલી પોતાની આંગળીઓ ને હલાવી શકે છે અથવા મોઢાનાં સ્નાયુઓ ને અને આ કારણે તે પોતાને તે વસ્તુથી બહાર નિકાળી શકે છે પરંતુ અમુક લોકો ને એવી જ હાલત માં રેહવુ પડે છે જ્યાં સુધી તેમની સ્લીપ પેરાલાઈસીસ પુરી ના થાય.
આ કોઈ બિમારી નથી
તમે આ વાત ને જાણી લો કે સ્લીપ પેરાલાઈસીસ કોઈ બીમારી નથી પરંતુ ૧૦૦% કુદરતી રુપ થતી અવસ્થા છે. સ્લીપ પેરાલાઈસીસ કોઈ પણ ને થઈ શકે છે, રિસર્ચ થી ખબર પડે છે કે દુનિયા નાં દરેક લોકો ને આ અવસ્થા તેમનાં જીવન માં એક વાર તો થાય જ છે. હા પરંતુ સ્લીપ પેરાલાઈસીસ ની અસર દરેક માણસ પર અલગ અલગ રીતે થાય છે.
વિજ્ઞાન શું કહે છે
જ્યારે તમે સુવો છો તો તે સમયે તમારુ દિમાગ તમારા શરીર ની માંસપેશિયો ને શાંત થવાનો સંકેત આપે છે અને આ કારણે તમે સપના માં શારીરીક રુપ થી કશુ નથી કરી શકતા.સ્લીપ પેરાલાઈસીસ કયારે પણ કોઈ ને પણ અનુભવ થઈ શકે છે, આમાં કોઈ બીજો અભીપ્રાય નથી બસ ખાલી તમારે સુતા સમયે થોડુ સતર્ક રેહવુ પડશે અને જ્યારે પણ તમને સ્લીપ પેરાલાઈસીસ થાય તો ગભરાઈ ના જતા, આ સ્થિતી થી લગભગ ઘણા લોકો પસાર થાય છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI