બે શરીર થી શરીરનો એકબીજાનો સાથ, બે દિલને એકબીજાની નજીક આવવાની પળ એટલે ‘સેક્સ.’ ફર્સ્ટ ટાઈમ સેક્સ એટલે એ વ્યક્તિના શ્વાસ માત્ર તેના ‘પાર્ટનર’ માટે જ ચાલી રહ્યા હોય છે. એકબીજામાં સાથને આલિંગનથી શરૂ કરીને ચરમસીમાએ પહોંચાડી શકાય છે. અર્થાત્ આ વર્ણન છે બે વ્યક્તિના એન્જોયની પળનું. ‘ફર્સ્ટ ટાઈમ સેક્સ…’

અમે નીચે ખાસ અને સમજવા માટેની માહિતી આપી છે. પહેલી વખત સેક્સ રીલેશન બનાવવાના છો તો થોડી ચિંતા હોય છે, પણ ગભરાશો નહીં. અહીં જે મુદ્દાઓ લખવામાં આવ્યા છે એ વાંચીને યાદ રાખી લો.
(૧) મનથી તૈયાર છો… :

પહેલી વખત સેક્સ રીલેશન બનાવો છો તો એ યાદ રાખી લો સેક્સનો મતલબ ‘સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ’ જ નથી. આ જૂના વિચારનું પરિણામ છે. લોકો એવું સમજે છે કે, સેક્સ એટલે ‘સેક્સ્યુઅલ પેનીટ્રેશન.’ પહેલી વખત જયારે પાર્ટનર સાથે અટેચ થાવ ત્યારે તેના સાથને સમજો, માત્ર સેક્સની ભૂખ ભાંગવા માટે રીલેશન છે એવું ન કરો. પાર્ટનરને નજીકથી અને દિલથી પ્રેમ કરો.
(૨) બ્લીડીંગ થાય જ એવું જરૂરી નથી.. :

ઘણા લોકોને સાચી ખબર હોતી નથી એટલે તેને સેક્સ પ્રત્યેની ખોટી સમજ હોય છે. પહેલી વખત સેક્સ કરો એટલે બ્લીડીંગ થાય એવું જરૂરી નથી. ફિઝીકલી એક્ટીવ છોકરીઓને બ્લીડીંગ ન પણ થાય એવું બની શકે.
(૩) સાથને મહેસૂસ કરો.. :

પહેલી વખત સેક્સનો અનુભવ રોમાંચક હોય છે એટલે એન્જોય માટે વધુ સમય જોઈએ. એ એન્જોયમેન્ટને વધુ એક્ષ્ટ્રા બનાવવા માટે થોડી વાતચીત કરો અને એકબીજાના શરીરને સાથ આપીને સેક્સ માટેનો ફર્સ્ટ એક્સપીરીયન્સ બેસ્ટ બનાવો. બેડમાં સેક્સ સાથે પર્સનલ વાત શેયર કરો અને પાર્ટનરને પ્રેમની વાતથી ભીંજવી દો.
(૪) વાતાવરણમાં રંગત બનાવો.. :

સેક્સમાં આનંદ આવે જ એવું દર વખતનું હોતું નથી. કારણ કે સેક્સને પ્રક્રિયા બનાવી દેવામાં આવે તો સેક્સ માત્ર બાળક પેદા કરવા માટેની પ્રોસેસ ગણાય છે. પણ સેક્સ એટલે ‘બે વ્યક્તિનું શારીરિક મિલન’ કહેવાય છે અને એ મિલનથી પ્રેમમાં વધારો કરી શકાય છે. પહેલી વખત સેક્સ એન્જોય કરો ત્યારે બંને પાર્ટનર સ્નાન કરીને ફ્રેશ થઇ જાઓ, બેડરૂમને ફ્રેશ કરવા માટે એર ફ્રેશનરનો યુઝ કરો, બેડને સ્વચ્છ રાખો અને સેક્સી ઇનરવેરથી શરૂઆત કરો.
(૫) લ્યુબ્રીકેન્ટ પાસે રાખો :

પહેલી વખતના સેક્સ દરમિયાન સાથે લ્યુબ્રીકેન્ટ રાખવું જરૂરી છે. એવું જરૂરી નથી કે લ્યુબ્રીકેન્ટ કામ જ આવે પરંતુ જો પાર્ટનરને પ્રાઇવેટ પાર્ટમાં વધુ ધર્ષણ થાય છે તો જરૂર પડી શકે છે. આમ તો લેડીસના શરીરની રચના જ એવી હોય છે, જેમાં લ્યુબ્રીકેન્ટની જરૂર પડતી નથી. પણ અમુક કપલને લ્યુબ્રીકેન્ટની જરૂર પડી શકે છે.
(૬) સેક્સ વિડીયોની કોપી ન કરો :

ઇન્ટરનેટ કે ક્યાંય પણ સેક્સ વિડીયો જોઇને તેની કોપી કરવાની ટ્રાય ન કરો. કારણ કે, એ માત્ર ઉતેજના બતાવવાનું કામ કરે છે, જયારે તમારા પાર્ટનર સાથે તમારે પ્રેમ પણ કરવાનો છે. એટલે ફર્સ્ટ ટાઈમના સેક્સમાં નોર્મલ રહીને બંને એન્જોય કરો.
રોચક અને મજેદાર માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “પહેલી વખત સેક્સ કરતા પહેલા અહીં લખેલી છ વાત જાણી લેજો..”