દૂધ અસલી છે કે નકલી? આ અનોખી રીતથી કરો તમારા ઘરમાં આવી રહેલા દૂધની અસલી ઓળખ

Image Source

અત્યારના જમાનામાં કોઈ પણ વસ્તુ અસલી મળવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. વ્યક્તિ કોઈ પણ વસ્તુને ખરીદે છે ત્યારે સૌથી પહેલા તેમના મનમાં એ જ વિચાર આવે છે કે શું આ વસ્તુ અસલી છે, કારણ કે આજકાલ દરેક વસ્તુ સિન્થેટિક મટીરીયલ અને કેમિકલ થી બનેલી હોય છે. અને તેમના અસલી હોવાનો પણ ઊભો થાય છે આજે અમે તમને દૂધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ દૂધમાં આજથી જ નહીં પરંતુ વર્ષો વર્ષથી મિલાવટ નું કાર્ય કરવામાં આવે છે.

પરંતુ વાત એ છે કે પહેલા તો લોકો દૂધમાં માત્ર પાણીની જ ભેળસેળ કરતા હતા, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક તો હતું પરંતુ થોડું ઓછું અથવા તો કહી શકીએ કે પાણી ઉમેરી ના દૂધ થી આપણા સ્વાસ્થ્ય ઉપર કંઈ ખાસ અસર પડતો ન હતો, પરંતુ બદલાતા જમાનાની સાથે સાથે દૂધમાં ભેળસેળ કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. પહેલા દૂધમાં માત્ર પાણી જ મેળવવામાં આવતું હતું, પરંતુ આજે હાલત એ થઈ ગઈ છે કે લોકો દૂધમાં સિન્થેટિક પદાર્થ ઉમેરવા લાગ્યા છે. જેનાથી તે પોતાના દૂધમાં વૃદ્ધિ કરી શકે છે અને આપણને જાણકારી પણ થતી નથી કે દૂધમાં કંઈક ઉમેરવામાં આવ્યું છે. આજે આપણે એ દૂધ ને શુદ્ધ માનીને લઈએ છીએ. દૂધમાં ઉમેરવામાં આવેલ અમુક કેમિકલ તો એટલા ભયંકર પણ હોય છે જેની અસર આપણી આવનારી પેઢી પર પણ પડી શકે છે.

Image Source

આજે અમે તમને જણાવીશું કે દૂધની શુદ્ધતા ની ઓળખ કેવી રીતે કરવી જોઈએ.

1 દૂધની ઓળખ કરવા માટે સૌથી પહેલા તમે તેની સુગંધી લો છો, તે દૂધમાંથી સાબુ જેવી ગંધ આવે છે તો તે દૂધ સિન્થેટિક છે, અને તેના વિપરીત શુદ્ધ દૂધ માં કઈ ખાસ ગંધ આવતી નથી.

2 શુદ્ધ દૂધ સ્વાદમાં થોડું મીઠું હોય છે જ્યારે નકલી અને સિન્થેટિક દૂધ સ્વાદમાં ડિટર્જન્ટ અને સોડા ઉમેરવાના કારણે કડવું થઈ જાય છે.

3 શુદ્ધ દૂધ અમુક સમય અથવા તો એકથી વધુ દિવસ સુધી સ્ટોર કરવાથી તેનો રંગ બદલાતો નથી, જ્યારે નકલી દૂધ અમુક જ સમય બાદ પીળું પડવા લાગે છે.

4 દૂધમાં પાણીની ભેળસેળની ઓળખ કરવા માટે દૂધને એક કાળા પથ્થર ઉપર થોડું ઢોળી દો, જો દૂધ અસલી હશે તો તેની પાછળ એક સફેદ રેખા તૂટશે નહીં તો નહી છૂટે.

5 જો આપણે શુદ્ધ દૂધને ઉકાળીએ છીએ તો તેનો રંગ બદલાતો નથી, ત્યાં જ નકલી દૂધ ઉકાળવાથી પીળા રંગનું થઈ જાય છે.

Image Source

6 દૂધમાં પાણી ની ભેળસેળ ની તપાસ કરવા માટે દૂધને કોઈ ચીકણી જગ્યા ઉપર જેમ કે લાકડી અથવા પથ્થર ઉપર દૂધના એક અથવા બે ટીપા નાખો, તમે જોશો કે જો દૂધ શુદ્ધ હશે તો નીચેની તરફ રહેશે અને તેની પાછળ સફેદ ધારી જેવું નિશાન થઇ જશે અને જો તેવું થતું નથી તો દૂધ અશુદ્ધ છે.

7 જો આપણે દૂધને હાથમાં લઇએ છીએ ત્યાં અને હાથની વચ્ચોવચ ફેલાવીએ છીએ, ત્યારે આપણા હાથોમાં કોઈ ચીકણાહટ નો અનુભવ થતો નથી તો એ દૂધ છે, અને તેનાથી વિપરીત જો હાથમાં ચીકણાહટ હોય છે તો દૂધ અશુદ્ધ છે અને તે ચીકણાહટ ડિટર્જન્ટ જેવી હશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “દૂધ અસલી છે કે નકલી? આ અનોખી રીતથી કરો તમારા ઘરમાં આવી રહેલા દૂધની અસલી ઓળખ”

Leave a Comment