ટોયલેટ કર્યા પછી કે ભોજન પહેલા ઘણા લોકો પોતાના હાથ સેનીટાઇઝર થી ધોવે છે. કેટલાક લોકો ની ટેવ હોય છે કે વારે ઘડીએ હેન્ડ સેનીટાઇઝર વાપરવાથી હાથ હમેશા ચોક્ખા રહે છે. તેઓ માને છે કે હેન્ડ વોશ અને સફાઈ માટે આ શ્રેષ્ટ વિકલ્પ છે. પણ આવું નથી, તાજેતરના સંશોધનોથી જાહેર કરાયું છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
રીસર્ચ નું શું કહેવું છે ?
યુનિવર્સિટી ઓફ મેલબોર્ન ના રિસર્ચ મુજબ, દારૂ-આધારિત સેનીટાઇઝર સરળ બેક્ટેરિયા સુપરબગમાં બદલાઈ રહ્યા છે, જે અત્યંત શક્તિશાળી એન્ટિબાયોટિક્સ માટે પ્રતિરોધક બની ગયા છે.
સેનીટાઇઝર થી હાથ ધોવાના નુકસાન
બધાજ બેક્ટીરિયા ખત્મ નથી થતા
મોટાભાગના લોકો માને છે કે સેનીટાઇઝર ના એક ડ્રોપ થી બધા જંતુઓ મારી જાય છે અને હાથ સ્વચ્છ થઇ જાય છે. પણ આવું નથી સેનીટાઇઝર માં ૬૦ % જેટલું આલ્કોહોલ હોય છે જે બધા કીટાણુંઓ ને ખત્મ નથી કરી શકતું. આવામાં હાથને સાબુ થી ધોવુ એક સારો વિકલ્પ બને છે.
સર્દી-ઝુખામ
સેનીટાઇઝર માં આલ્કોહોલ ની સાથે-સાથે ટ્રાઈક્લોસન નામનું કેમિકલ પણ વધારે માત્રા માં હોય છે. ટ્રાઈક્લોસન એક પાવરફુલ એન્ટીબેક્ટીરીયલ એજન્ટ છે. દરરોજ આ વાપરવાથી તમને ખાંસી, સર્દી જેવી અન્ય બીમારિયો થવાની શંકા વધુ થઇ જાય છે.
ડ્રાય સ્કીન
રેગ્યુલર સેનીટાઇઝર વાપરવાથી તમારી સ્કીન ડ્રાય જલ્દી થઇ જાય છે. અને ભ્વીશમાં તમને સ્કીન સંબંધિત ના રોગો થવાની સંભાવના વધી જાય છે.
ફર્ટીલીટી પર ગંભીર અસર
તમને જાણીને નવાઈ લાગશે કે સેનીટાઇઝર ના ઉપયોગથી ફર્ટીલીટી પર પણ નુકસાન થાય છે. કારણકે, સેનીટાઇઝર માં ફોલેટસ જેવા કેમિકલ નો પણ વપરાશ રહે છે જે હેલ્થ માટે નુક્સાનદાયક હોય છે.
રોગ-પ્રતીરોધક ક્ષમતા ઘટાડે છે
આપણે બધા જાણીએ છીએ કે શરીરમાં સારા અને ખરાબ બન્ને ટાઇપ ના બેક્ટીરિયા હોય છે .જે આપણને તંદુરસ્ત રાખે છે પરંતુ સેનિટેઝર બન્ને સારા અને ખરાબ બેક્ટેરિયાને મારી નાખે છે. આ શરીરની રોગ પ્રતિરક્ષા ઘટાડે છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI