શું તમે ક્યારેય વિચાર્યું છે કે ‘વલ્લભભાઈ પટેલ’ ને ‘સરદાર પટેલ’થી કેમ જાણવા લાગ્યા લોકો? કોણે અને કેમ આપી તેમને આ ઉપાધી??

સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે સરદાર પટેલ ના ઉપનામ થી જાણીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાટીદાર જાતી માં જન્મ લેનાર વલ્લભભાઈ પટેલ ને આખરે “સરદાર પટેલ” કેમ કહેવામાં આવ્યું છે? કોને આપી વલ્લભભાઈ પટેલને સરદાર ની ઉપાધી? અને શું છે તેની પાછળનું કારણ.

વલ્લભભાઇ પટેલ ની સરદાર બનવાની કહાની ૧૯૨૮ ના બારડોલી સત્યાગ્રહ થી સમ્બન્ધિત છે. ભારતીય સ્વતન્ત્રતા સંગ્રામ દરમ્યાન વર્ષ ૧૯૨૮ માં ગુજરાત માં બારડોલી સત્યાગ્રહ યોજાયું હતું, આ એક પ્રમુખ ખેડૂત આંદોલન હતું. જેનું નેતૃત્વ વલ્લભભાઈ કરી રહ્યા હતા. તે સમયે પ્રાંતીય સરકારે ખેડૂતો ના લગાન પર ૩૦ ટકા જેટલી વૃદ્ધિ કરી હતી. લગાન વૃદ્ધિ ના આ તનાવે ખેડૂતો ની કમર તોડી દીધી.

વલ્લભભાઈ પટેલે સરકાર ના આ નિર્ણય નો વિરોધ કર્યો અને લગાન વૃદ્ધિ ખિલાફ જંગ ચાલુ કરી. આ આંદોલનમાં વલ્લભભાઈ સાથે ખેડૂત દરેક પગલે સાથ રહ્યા. બીજી બાજુ સરકાર પણ દરેક પ્રયાસ કરતા રહ્યા આ અંદોલન તોડવાની.

ત્યારબાદ ન્યાયી અધિકારી બુમફિલ્ડ અને એક રાજસ્વ અધિકારી મેકસવેલે આ મુદ્દા ની પરખ કરી અને ૨૨ ટકા લગાન વૃદ્ધિ ને રદ કરી ૬.૦૩ ટકા કરી દીધું.

બારડોલી સત્યાગ્રહ આંદોલન સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ ત્યાની મહિલાઓ અને ખેડૂતોએ ખુશ થઇ વલ્લભભાઈ પટેલ ને સરદાર કહી સંબોધિત કરવા લાગ્યા. બારડોલી સત્યાગ્રહ ના સંદર્ભમાં મહાત્મા ગાંધીએ કહ્યું કે આ પ્રક્રનું દરેક સંઘર્ષ બધાને સ્વરાજ થી નજીક પહુન્ચાડશે.

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI 

 

 

Leave a Comment