હમણાં થોડા જ સમય માં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિના માં ભગવાન શિવ ની પૂજા કરવામાં આવે છે. આ માસ માં વિવાહિત મહિલાઓ પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે તેમજ સૌભાગ્ય માટે શ્રાવણ ના સોમવાર નો વ્રત રાખે છે. તેમજ અવિવાહિત મહિલા આખો મહિનો શિવ અને પાર્વતી ની પૂજા કરે છે. અને સાથે જ 16 સોમવાર ના વ્રત પણ કરે છે. માન્યતા છે કે જે પણ શ્રાવણ ના સોમવાર નો વ્રત કરે છે તેમનું વિવાહ પણ જલ્દી જ થાય છે. સાથે જ વિવાહ માં આવતી બાધા પણ દૂર થાય છે. આવો જાણીએ શ્રાવણ ના સોમવાર નુ વ્રત રાખતા સમયે કઈ કઈ વાત નું ધ્યાન રાખવું જોઈએ.
શ્રાવણ ના સોમવાર ની પૂજા વિધિ, પૂજા ના સમયે આ વાત નું ધ્યાન રાખવું:
શ્રાવણ ના મહિના માં બીજા દિવસો કરતાં જલ્દી ઊઠવું જોઈએ
જલ્દી ઉઠી નિત્યકામો પતાવી ને નહાવા ના પાણી માં ગંગાજળ નાખી ને સ્નાન કરવું જોઈએ.
તે પછી સુર્ય દેવ ને પાણી અર્પિત કરવું જોઈએ, આ પાણી માં હળદર અને અક્ષત નાખવું.
ત્યારબાદ શિવલિંગ પર જળ અને ગંગાજળ અર્પિત કરવું.
વિશેષ મનોકામના માટે ગંગાજળ ની સાથે જ દૂધ, દહી, ઘી, મધ પણ અર્પિત કરવું જોઈએ.
જલાભિષેક કરતી વખતે ૐ નમઃ શિવાય મંત્ર નો જાપ કરવો જોઈએ.
પૂજા ની સામગ્રી માં સફેદ ફૂલ, બીલીપત્ર, મદાર ના ફૂલ, ભાંગ અને ધતૂરા નો સમાવેશ કરવો જોઈએ.
પૂજા કરતી વખતે જાપ અવશ્ય કરવા જોઈએ. જેમ મહામૃત્યુંજય મંત્ર, ભગવાન શિવ નો પંચાક્ષરી મંત્ર અને અન્ય મંત્રો નુ જાપ કરવું.
ભગવાન શિવ ની પૂજા માંતા પાર્વતી સાથે કરવી જોઈએ.
અંત માં શિવજી ની આરતી કે શિવ ચાલીશા ના પાઠ કરવા.
શ્રાવણ કથા:
ધાર્મિક માન્યતા અનુસાર, શ્રાવણ સોમવાર ના દિવસે ભગવાન શિવ ની પૂજા કરવા થી જીવન ની બધી જ મુશ્કેલીઓ માં થી છુટકારો મળે છે. ભગવાન શિવ નું જલાભિષેક કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પૌરાણિક કથા અનુસાર,કહેવાય છે કે સૃષ્ટી ને બચવા માટે દેવાસુર સંગ્રામ માં સમુદ્ર મંથન થી નીકળેલા વિષ ને શિવજી એ ગ્રહણ કર્યું હતું. જેનાથી એમનું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું હતું. જેનાથી શિવજી ને ખૂબ તકલીફ થતી હતી.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team