પ્રાચીન સમય માં એક ધનિક વ્યક્તિ હતો. જે ધન દોલત થી સમૃદ્ધ હતો. પણ તેનું દુર્ભાગ્ય એ હતું કે તેને કોઈ સંતાન ન હતી. આ વાત નું દુખ તેને હમેશા રહેતું હતું. પણ તે અને તેની પત્ની શિવ ના ભક્ત હતા. બંને જ શિવ ની આરાધના માં સોમવાર નું વ્રત કરવા લાગ્યા.
તેમની સાચી ભક્તિ જોઈને માં પાર્વતી એ તેમના સુના ખોળા ને ભરવાનો નિર્ણય લીધો. શિવજી ના પરિણામ સ્વરૂપ તેમના ઘરે પુત્ર નો જન્મ થયો. પરંતુ બાળક ના જન્મ ની સાથે જ આકાશવાણી થઈ 12 વર્ષ ની ઉમર માં જ તેની મૃત્યુ થી જશે. આ સાંભળતા જ તેમણે પુત્ર ની કોઈ ખુશી જ ન રહી. તેમણે પોતાના બાળક નું નામ અમર રાખ્યું.
જેમ જેમ અમર મોટો થયો, તેમ જ તેના પિતા તેના શિક્ષણ માટે કાશી મોકલવા માટે નક્કી કર્યું. તેમણે પોતાના સાળા ને અમર સાથે કાશી મોકલવાનું નક્કી કર્યું. અમર તેના માંમા ની સાથે કાશી જવા નીકળી પડ્યો. રસ્તા માં તેમણે જ્યાં જ્યાં વિશ્રામ કર્યો ત્યાં તેમણે ત્યાં ના બ્રાહ્મણો ને દાન કર્યું. ચાલતા ચાલતા એક નગર માં પોહચયા. જ્યાં એક રાજ કુમારી ના લગ્ન થઈ રહ્યા હતા.
રાજકુમારી નો વર એક આંખે થી કાણો હતો. આ વાત રાજકુમારી ના પરિવાર વાળા થી છુપાઈ ને રાખી હતી. તેમણે આ વાત નો ડર હતો કે જો આ વાત રાજા ને ખબર પડી જશે તો આ લગ્ન નહીં થવા દે. એટલા માટે વરરાજા ના ઘરવાળા એ અમર ને વિંનતી કરી અને અમર ને લગ્ન માટે મનાવી લીધો.
આ રીતે અમર ના લગ્ન રાજકુમારી સાથે થઈ ગયા. પરંતુ અમર રાજકુમારી ને દગો આપવા માગતો ન હતો. એટલે તેને રાજકુમારી ને બધી સાચી વાત કહી દીધી. પરંતુ રાજકુમારી એ અમર ને જ પોતાનો પતિ માન્યો અને કાશી થી પાછા આવતા સુધી રાહ જોવાનું કીધું. અમર અને તેના માંમા એ કાશી તરફ આગળ વધવા લાગ્યા.
સમય આગળ વધતો રહ્યો. ત્યાં અમર હમેશા ધમીક કર્યો માં વ્યસ્ત રહેતો. જ્યારે અમર 12 વર્ષ નો થયો ત્યારે તે શિવ મંદિર માં શિવજી પર બીલીપત્ર ચઢાવી રહ્યો હતો. તે જ સમયે યમરાજ તેના પ્રાણ લેવા ત્યાં આવી ગયા. પણ તે પહેલા જ ભગવાન શિવ જી એ અમર ની ભક્તિ જોઈને તેને દીર્ઘ આયુ નું વરદાન આપી દીધું. પરિણામ સ્વરૂપ યમરાજ ને ખાલી હાથે જ જવું પડ્યું. ત્યાર બાદ તે કાશી થી શિક્ષા પ્રાપ્ત કરી ને પોતાની પત્ની સાથે ઘરે પાછો વળ્યો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team