ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીન પાવડર લેવો જોઈએ કે નહીં? ન્યુટ્રીશનિસ્ટ પાસેથી જાણો તેના ફાયદા અને નુક્સાન.

Image Source

ગર્ભવતી મહિલાઓએ પોતાની ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ગર્ભાવસ્થા એક એવો ખાસ તબક્કો છે જેમાં કોઈ પણ સ્ત્રીની ખાસ પ્રતીક્ષા હોઈ શકે છે. સ્ત્રીઓ પહેલેથી પોતાના ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તે ગર્ભવતી હોય છે ત્યારે દરેક પ્રકારની સમસ્યાઓ તેને થાય છે. તેથી ડોક્ટર સ્ત્રીઓને સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. આ આહારમાં એક ઘટક પ્રોટીનનો પણ છે. આ પ્રોટીન બાળકના વિકાસ માટે જરૂરી હોય છે. આ પ્રોટીન ગર્ભવતી સ્ત્રીઓને ત્યારે આપવામાં આવે છે જ્યારે તેના શરીરમાં આહાર દ્વારા પ્રોટીનની ઉણપ પૂર્ણ થતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીન પાવડર લેવો જોઈએ કે નહીં તે અંગે દિલ્હીની એપોલો હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ ડો.પુનિતા શ્રીવાસ્તવ સાથે વાત કરી. તેમણે ગર્ભાવસ્થા દરમ્યાન પ્રોટીન પાવડર ખાવાથી લઈને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે અને ક્યારે લેવો જોઈએ વગેરે સવાલોના જવાબ આપ્યા છે. ચાલો જાણીએ વિસ્તૃતમાં.

ગર્ભાવસ્થામાં પ્રોટીન પાવડર લેવો કે નહીં?

ગર્ભાવસ્થામાં પ્રોટીન પાવડર લેવો જોઈએ કે નહીં, આ સવાલના જવાબમાં ડોક્ટર પુનીતાએ જણાવ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીનનો ઉપયોગ ખૂબ જ ધ્યાન પૂર્વક કરવો જોઈએ. સામાન્ય રીતે પ્રોટીન પાવડર એથલેટ લોકો સ્નાયુઓ બનાવવા માટે કરે છે. ઘણા બધા વજન ઘટાડવા માટે પણ કરે છે. પરંતુ ગર્ભાવસ્થામાં બાળકના વિકાસ માટે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ત્રીઓના શરીરમાં પ્રોટીનની ઊણપને પૂર્ણ કરવા માટે પ્રોટીન પાવડર જરૂરી છે. તેમજ માતા અને બાળકના યોગ્ય વિકાસ માટે પણ પ્રોટીન જરૂરી છે. તેથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

Image Source

એક દિવસમાં કેટલો પ્રોટીન પાવડર લેવો જોઈએ?

ન્યુટ્રિશનિસ્ટ પુનિતાએ જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પોતાના વજન પ્રમાણે પ્રોટીન પાવડર લેવો જોઈએ. જેમકે ગર્ભાવસ્થાના પહેલા અને બીજા ત્રિમાસિકમાં વજન પ્રતિ કિલોગ્રામ મુજબ ૧.૨ ગ્રામ અને ત્રીજા અને છેલ્લા ત્રિમાસિકમાં ૧.૫ ગ્રામ પ્રોટીન પ્રતિ કિલોગ્રામ વજન મુજબ લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રીનું વજન ૬૦ કિલોગ્રામ હોય તો ૬૦ને ૧.૨ વડે ગુણો, જેનો કુલ ૭૨ ગ્રામ આવશે. આ મુજબ જે સ્ત્રીનું જેટલું વજન હોય તેણે તે મુજબ પ્રોટીન પાવડર લેવો જોઈએ.

પ્રોટીનની ઉણપથી શું થાય છે?

  • બર્થ ડિફેક્ટ થઈ શકે છે.
  • શરીરમાં પ્રોટીનની ઉણપથી ગર્ભપાત થઈ શકે છે.
  • યોગ્ય માત્રામાં પ્રોટીન ન મળવાથી બાળકમાં કોઈપણ પ્રકારની અપંગતા થઈ શકે છે.

Image Source

ગર્ભાવસ્થામાં પ્રોટીન પાવડર લેવાના ફાયદા:

જ્યારે સ્ત્રીઓમાં પ્રોટીનની ઉણપ આહારથી પૂર્ણ થતી નથી ત્યારે તેને ડોક્ટર પ્રોટીન પાવડર લેવાની સલાહ આપે છે. ડો. પુનિતાએ જણાવ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીન પાવડર લેવાથી કયા ફાયદા થાય છે.

માતા અને બાળકનો વિકાસ:

પ્રોટીનનું કામ શરીરમાં રીપેરીંગ કરવું અને વિકાસ કરવાનો છે. બાળકના મગજના વિકાસમાં પ્રોટીન ખૂબ મદદ કરે છે. તેથી પ્રોટીન માતા અને બાળક બન્ને માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે.

એનર્જી:

ગર્ભાવસ્થામાં સ્ત્રીઓનું થાકવુ એ સામાન્ય વાત છે. તેમજ તેમનો મૂડ સ્વિંગ્સ પણ થતો રહે છે. તેની પાછળનું કારણ તેના શરીરમાં થતો વધારો પણ હોય છે. તે સરળતાથી કામ કરી શકતી નથી. તેથી આવી સ્થિતિમાં જ્યારે તેને પ્રોટીન પાવડર આપવામાં આવે છે ત્યારે તેને ઉર્જા મળે છે. તે સ્ફૂર્તિનો અનુભવ કરે છે.

સ્તનપાન:

ડિલિવરી પછી સ્ત્રીઓમાં સ્તનપાનની સમસ્યાને પણ પ્રોટીન પાવડર દૂર કરે છે. ડિલિવરી પછી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે પણ સમસ્યા થતી નથી.

રોગ પ્રતિકારક શક્તિ બરાબર રાખો:

સ્ત્રીઓમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવામાં પણ પ્રોટીન પાવડર કામ કરે છે. પ્રોટીનની ઉણપથી બાળકનો વિકાસ તો અટકી જાય છે સાથે સાથે તેને ઘણા પ્રકારના ચેપ થવાનું જોખમ પણ રહે છે. આ ચેપથી બચાવવાનું કામ પણ પ્રોટીન કરે છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે તો ગર્ભ પણ સ્વસ્થ રહેશે.

ડાયાબિટીસમાં મદદરૂપ છે:

ડો.પુનિતા કહે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ આવા પ્રોટીન પાવડરનો ઉપયોગ ન કરવો જોઇએ, જેમાં પ્રોટીન હોય છે. ખાંડ મુક્ત એવા પ્રોટીન પાવડર લો. બાકી એવું પણ જોવા મળ્યું છે કે જે સ્ત્રીઓ યોગ્ય પ્રોટીન પાવડરની પસંદગી કરે છે તેનામાં ડાયાબિટીસની સમસ્યા ઓછી જોવા મળે છે.

કેવી રીતે યોગ્ય પ્રોટીન પાવડર પસંદ કરવો:

ડોક્ટર પુનિતાએ નીચે કેટલીક રીતો જણાવી જેને અપનાવીને તમે પણ યોગ્ય પ્રોટીન પાવડરની પસંદગી કરી શકો છો.

૧. પ્રોટીન પાવડર પર લખેલું હોવું જોઈએ કે તે ગર્ભવતી સ્ત્રીઓ માટે છે, ત્યાર પછી જ ખરીદવું.

૨. સૌપ્રથમ તપાસવું કે તે પ્રોટીન પાવડરમાં કોઈ પ્લેઝરીંગ એલિમેન્ટ તો નથી.

૩. પ્રોટીન પાવડર સારી બ્રાન્ડ નો હોવો જોઈએ.

૪. ગર્ભવતી સ્ત્રીઓ પહેલેથી જ મલ્ટી વિટામિનની ગોળીઓ ખાઈ રહી હોય છે, તેથી તેવા પ્રોટીન પાવડર ન ખરીદવા જોઈએ, જેમાં પહેલેથી જ મલ્ટીવિટામિન હોય. કારણ કે વધારે મલ્ટીવિટામિનથી સમસ્યા થઈ શકે છે.

૫. ઘણા પ્રોટીનમાં કૃત્રિમ સ્વિટનર હોય છે. જે બાળકના વિકાસને નુકસાન પહોંચાડે છે તેથી આવા પ્રોટીન પાવડર ન ખરીદવા જોઈએ.

૬. જો કોઇ મહિલાને કોઈ વસ્તુથી એલર્જી હોય તો પ્રોટીન પાવડરમાં તપાસી લેવું કે તે તત્વ તેમાં સામેલ તો નથી.

૭. પ્રોટીન પાઉડરમાં કૈફીન નથી, તેની પણ તપાસ કરી લેવી.

ઘરે પણ પ્રોટીન પાવડર બનાવી શકો છો:

ડોક્ટર પુનિતા એ ઘરે પણ પ્રોટીન પાવડર બનાવવાની રેસિપી જણાવી છે. તમે પણ આ રેસિપી અજમાવી શકો છો. જો બજારનો પ્રોટીન પાવડર તમારે ખરીદવો ન હોય તો તમે ઘરે પ્રોટીન પાવડર બનાવી શકો છો. પ્રોટીન પાવડર બનાવવા માટે તમારે એક એવોકાડો અને મગફળી, બદામ, પિસ્તા, અખરોટ જેવા સૂકા મેવા જોઈશે. આ દરેકને યોગ્ય રીતે પીસી લો. પછી દરરોજ દૂધ સાથે એક ચમચી પ્રોટીન પાવડર નું સેવન કરી શકો છો.

પ્રોટીન પાવડર ની આડ અસર:

  • એલર્જી થઈ શકે છે.
  • પ્રોટીન પાવડરમાં કેલેરી વધારે હોય છે, જેના કારણે તે વધી શકે છે.
  • જો તમે વધુ માત્રામાં પ્રોટીન પાવડર લો તો ખીલની સમસ્યા થઈ શકે છે.
  • વધારે પ્રોટીન પાઉડર લેવાથી કિડનીની સમસ્યા પણ થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી બાળક અને માતા બન્નેને મદદ મળે છે. બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ સંતુલિત આહાર લેવો જોઈએ. તેઓ પોતાના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરે, જેનાથી તેની પ્રોટીનની ઉણપ દૂર થઈ શકે. પ્રોટીન ખરીદતી વખતે ઉપર દર્શાવેલી બાબતોનું પણ ધ્યાન રાખવું.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment