વિશ્વના મહત્ત્વના વિકસીત દેશોની માફક હવે ભારત પણ સંરક્ષણ ક્ષેત્રે મહિલાઓને સ્થાન આપી રહ્યું છે. લશ્કરની ત્રણેય પાંખમાં આજે મહિલાઓ સક્રિય છે. ‘દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ’ની ઉક્તિ એ વખતે સાર્થક થતી લાગે કે જ્યારે ભારતની નારીઓ ઘરની ચાર દિવાલોને ત્યજીને હાથમાં સ્નાઇપર ગન લઈને સીમાડે રખવાળી કરતી જોવા મળે, ફાઇટર જેટ ઉડાવતી જોવા મળે કે ડિસ્ટ્રોયર મનવારોનું નેતૃત્ત્વ સંભાળતી જોવા મળે!
હમણા જ બિહારના મુઝ્ઝફરપુરની રહેવાસી સબ-લેફ્ટનન્ટ શિવાંગી ભારતીય નૌસેના(Indian Neavy)ની પ્રથમ મહિલા પાયલોટ બની. આ સિધ્ધી સુવર્ણ કહેવાય. ભારતીય નૌસેનાના ઉડ્ડયનબાજોમાં હવે ‘નારીશક્તિ’નો સમાવેશ થયો છે અને એનો પ્રારંભ શિવાંગીએ કર્યો છે!
નેવી ઓફિસરને જોઈને થઈ હતી પ્રભાવિત —
શિવાંગીએ હાયર સેકન્ડરી સુધીનું ભણતર બખરીમાં લીધું અને ત્યાર બાદ બી.ટેક સિક્કીમની મણિપાલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કર્યું. કોલેજકાળમાં જ શિવાંગીનાં મનમાં નેવલ ઓફિસર બનવાનું સ્વપ્ન ઘૂસી ગયું હતું. એ માટે કારણભૂત બન્યો એ દિવસ જ્યારે શિવાંગીની કોલેજમાં ઇન્ડીયન નેવીના એક અફસર આવેલા. શિવાંગી એમનાથી એટલી પ્રભાવિત થઈ કે કોઈપણ ભોગે અને કોઈપણ સ્વરૂપે ઇન્ડીયન નેવી જોઈન કરવાનું નક્કી કરી લીધું!
૨ ડિસેમ્બરના રોજ સંભાળી જવાબદારી —
પાસિંગ આઉટ પરેડ પછી શિવાંગીએ ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલોટ તરીકે ફરજ સંભાળી એ સાથે જ ઇતિહાસ રચાયો. શિવાંગી નૌસેનામાં અત્યારે સબ-લેફ્ટનન્ટના ઉચ્ચ દરજ્જા પર છે. ભારતના દક્ષિણી કોચ્ચિ નેવલ બેઝમાં હાલ શિવાંગી ઓપરેશનલ ડ્યૂટી પર છે.
પિતાની ખુશીનો ના રહ્યો પાર! —
જ્યારે શિવાંગીના આ સમાચાર તેમના પરિવારને મળ્યા ત્યારે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. માતા-પિતાના મુખ પર અવર્ણનીય ગૌરવના ભાવ તરી આવ્યા. શિક્ષક પિતા હરિભૂષણજી કહે છે, “દુનિયાના હરેક માતા-પિતાને એક બાપ તરીકે મારી વિનંતી છે, કે દીકરો હોય કે દીકરી – એમને આગળ વધવામાં સપોર્ટ કરો; જેમ આજે હું ગર્વ લઈ રહ્યો છું એમ એક દિવસ તમે પણ લેશો!”
આકાશ આંબવાનું સપનું! —
બિહારના સામાન્ય પરિવારની દીકરી શિવાંગીએ હાંસલ કરેલી અપ્રતિમ સિધ્ધી વિશે એ પોતે જ કહે છે કે, “આ દિવસ મારા માટે અદ્ભુત છે. હંમેશાથી જે સપનું જોયું એ આજે સાચું પડ્યું!”
શિવાંગીની આ સિધ્ધી અને તેમનું પરિપૂર્ણ સ્વપ્ન અબ્દુલ કલામસાહેબે કહેલાં વાક્ય જેવું છે :
“સ્વપ્ન એને કહેવા જે તમને સૂવા ના દે!”
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
1 thought on “બિહારના સામાન્ય પરીવારમાંથી આવતી શિવાંગી બની ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ!”