800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર નથી છત, છત બનાવતા જ દુર્ધટના ઘટે છે, જાણો શું છે માન્યતા

Image Source

ભગવાન શિવને શ્રાવણ મહિનો પ્રિય હોય છે. શ્રાવણ મહિનાની શરૂઆત થોડા જ દિવસોમાં થવાની છે. શ્રાવણ મહિનો એટલે શિવ ભક્તોનો મહિનો. ગુજરાતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જ્યાં શિવજી સૂતેલા છે. આ મંદિરમાં વરસાદ દરમિયાન પાણીનો અને બાકીના દિવસો દરમિયાન સૂર્યના કિરણોનો સીધો અભિષેક શિવલિંગ પર થાય છે. કહેવાય છે કે આ મંદિરની છત ક્યારેય બની શકી નથી તેથી તેને ચાટ ન હોવાથી બારેમાસ મંદિર ખુલ્લું રહે છે.

દક્ષિણ જિલ્લાના અબ્રામા ગામે તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 800 વર્ષ જૂનું છે. ભોલેનાથ ના આ મંદિર પર ક્યારેય છત બની શકી નથી.

Image Source

મંદિર સાથે સંકળાયેલ કથા

આ મંદિર 800 વર્ષ જૂનું છે. અહીંનો સ્થાનિક ગોવાળ પોતાની ગાયોને નિયમિત જંગલમાં ચરાવવા લઈ જતો હતો. તેમાંની એક ગાય દરરોજ એક જ જગ્યા પર ઉભી રહી પોતાના દૂધની ધારા પ્રવાહિત કરતી. ગોવાળને આ વાત અજુગતી લાગી. તેમને ત્યાં જઈને જોયું તો જમીનના એક શિવલિંગ હતું. ત્યારપછી ગોવાળિયાઓ પણ નિયમિત અભિષેક કરવાનું ચાલુ કર્યું. તે દરમિયાન શિવજી ગોવાળિયા પર પ્રસન્ન થઈને તેના સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો કે આવા ગાઢ જંગલમાં આવીને તું મારી જે સેવા કરે છે તેનાથી હું પ્રસન્ન થયો છું. તું મારી સ્થાપના કર. ગોવાળિયા એ આ બાબત ગામવાસીઓને કહી. ગામવાસીઓ ત્યાં આવીને ખોદકામ કરતા જમીનમાંથી સાત ફૂટનું શિવલિંગ નીકળ્યું. ગામ લોકોએ આ શિવલિંગને સ્થાપિત કરી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી.

આ મંદિરને તડકેશ્ચર નામ આપ્યું. ગામલોકોએ મંદિર બનાવવાની શરૂઆત કરી. ચોતરફ દીવાલ બનાવી અને ઉપર છત બનાવી. પરંતુ છત બળી ગઈ હતી. આવું વારંવાર થતું હતું. જ્યારે જ્યારે ગામ લોકોએ છત બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે કંઈને કંઈ થતુ ગયું. ત્યારે ભગવાને ગોવિળિયાને ફરીથી સપનામાં દર્શન આપ્યાં. ભગવાને કહ્યુ કે, હું તડકેશ્વર મહાદેવ છું, મારી ઉપર કોઈ છત ન બનાવો.

Image Source

સૂર્યના કિરણો દ્વારા અભિષેક થાય છે

ભગવાનના આ આદેશ બાદ ગામલોકોએ મંદિરનુ શિખર ખુલ્લુ રાખ્યું. જેથી સૂર્યની કિરણો સીધી જ શિવલિંગ પર અભિષેક કરતી રહે. તડકાનો અભિપ્રયાસ તડકો છે, જે શિવજીને પસંદ છે. ત્યાર બાદ છેલ્લે 1994 માં આ મંદિરનો જીર્ણોદ્વાર થયો હતો. ત્યારે ગોળાકાર આકૃતિમાં ખુલ્લામાં શિખર બનાવાયુ હતું. શ્રાવણ મહિનામાં આ મંદિરનુ મહત્વ વધી જતુ હોય છે.

Image Source

અહી ભગવાન શિવ આરામ ફરમાવે છે

તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. તડકેશ્વર મહાદેવ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે. ભગવાન શિવનું શિવલિંગ સામાન્ય રીતે મહાદેવનાં મંદિરોમાં જે લિંગ ઉભું જોવા મળે છે એ અહી આડું એટલે કે ભગવાન આરામ કરતા હોય એવી સ્થિતિમાં જોવા મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment