પિંક ટોપમાં સુંદર શિલ્પા શેટ્ટી – યોગાસન કરતી વખતેના ફોટો વાઈરલ થયા…

બોલીવૂડની અભિનેત્રી એવી “શિલ્પા શેટ્ટી” આજ પણ એટલી જ ખૂબસૂરત લાગે છે; જેટલી એ મુવીમાં વિથ મેકઅપમાં દેખાતી હતી. તેની ખૂબસૂરતીનું રાઝ છે – યોગાસન. યોગાસનને નિત્યક્રમ બનાવીને ફોલો કરતી આ અભિનેત્રીએ તેના શરીરની જાળવણી રાખવા માટે ‘ફીટનેસ ક્વીન’નો ટેગ હાંસિલ કર્યો છે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીની ઘણીબધી એવી તસવીરો છે, જેમાં તે યોગાસન કરતી નજરે પડે છે. ફીટનેસ માટે ઓલવેઈઝ લાઇમલાઇટમાં રહેતી આ અભિનેત્રીને જીમ અથવા યોગા માટે સૌથી વધુ સ્પોટ કરવામાં આવે છે. સોમવારના દિવસે તે ફરી એકવાર સ્પોટ થઇ હતી. જુહુના કિનારા બંગલોની અંદર યોગા ટીપ્સ આપતી હોય એ રીતે સ્પોટમાં નજરે પડતી હતી.

૨૧ જુનના દિવસે યોગા ડેના કાર્યક્રમને અનુલક્ષીને તે પિંક ટોપમાં યોગાસન કરતી હોય એવી રીતે નજરે પડી હતી. પિંક ટોપમાં યોગા કરતી આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી છે. આ તસવીરો શિલ્પાના ફેન ચારેબાજુ શેયર કરી રહ્યા છે. આટલી ઉંમરે પણ શિલ્પા પિંક ટોપમાં અત્યંત સુંદર લાગે છે. શિલ્પાની આ પિંક ટોપવળી તસવીરો જોઇને તેની ઉંમર નક્કી કરવી મુશ્કેલ થઇ જાય છે. હજુ પણ યુવાન દેખાતી આ અભિનેત્રીએ યોગાસનની મદદથી બોડીને ફૂલ ફીટ રાખ્યું છે.

યોગા ડેના કાર્યક્રમ માટે તૈયારી કરતી શિલ્પા શેટ્ટીએ અલગ-અલગ યોગાસન કરીને પણ લોકોને બતાવ્યા હતા. યોગાની અમુક એવી પદ્ધતિ છે, જેના વડે આસાનીથી યોગા કરી શકાય છે એ પણ તેને જણાવ્યા હતા. શિલ્પા જીમ કે યોગા ઇવેન્ટ માટે બધી જ બાજુ ફરતી હોય છે. તે થોડા સમય પહેલા ગુજરાતના સુરતમાં પણ એક કાર્યક્રમ આવી હતી; જેમાં ગુજરાતના લોકોને યોગાસનની ટીપ્સ આપી હતી.

ફિટનેસના મામલામાં શિલ્પા એકદમ ટચ વૂમન છે. એ સાથે તે યોગા શેડ્યુલ ફોલો કરે છે અને આખા દિવસ દરમિયાન અનિવાર્ય પણે યોગા કરીને બોડી ફીટ રાખે છે. તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી આજે પણ એટલી જ સુંદર લાગે છે જેટલી એ અગાઉના સમયમાં ફિલ્મોમાં દેખાતી હતી. જૂના સમયની ઘણી એવી અભિનેત્રીઓ છે જે ઉંમર વધતાની સાથે બેડોળ શરીરની થઇ ગઈ છે, પણ શિલ્પાની ફિટનેસનું કારણ યોગાસન છે. પિંક ટોપમાં યોગાસન કરતી નજરે પડતી શિલ્પા પર એકવાર તો દ્રષ્ટિ ચોંટી જાય એમ છે.

તમને જણાવીએ દઈએ કે, શિલ્પાની ઉંમર ૪૪ વર્ષ જેટલી છે છતાં ફિટનેસથી આજેપણ તે યંગ લાગે છે. ઘણી છોકરીઓ માટે શિલ્પા રોલ મોડેલ બની ચુકી છે. સ્ત્રીના જીવનમાં રૂટીન કામ સિવાય અન્ય ઘણી બધી વસ્તુઓ અસર કરે છે, જે સ્ત્રીને ફીટ એન્ડ યંગ લૂક આપે છે. અત્યારે રીયાલીટી શો સાથે શિલ્પા એક કુકરી શો પણ કરે છે, જેમાં તે હેલ્ધી રેસીપી લોકો સામે પ્રેઝેન્ટ કરવાનું કામ કરે છે.

તમે પણ શિલ્પાની જેમ રૂટીન લાઈફમાં યોગાસન/કસરતને શામેલ કરો. આજીવન યંગ એન્ડ ફીટ દેખાઈ શકશો. યુવાનીને લાંબો સમય જાળવી રાખવા માટે આ એક જ રીત છે, જેનાથી મનથી અને તનથી યુવાન રહી શકાય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment