સોશીયલ મીડીયા પર જ્યારે શું વાયરલ થયા તે કહી શકાય નહિ. ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે કઈ હેડલાઇન આવવા લાગે તેનું અનુમાન લગાવવું ખુબ જ મુશ્કેલ છે. તાજેતરમાં સ્કૂલના બાળકો દ્વારા તેમના પ્રિન્સિપાલ રજાઓ માટે આપવામાં આવેલા આવેદનપત્ર વાયરલ થયેલ છે, જેને વાંચીને સોશિયલ મીડિયા પર લોકો ની હસી હસીને હાલત ખરાબ થઈ ગઈ છે. હવે ફરી એકવાર કથિત પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વખતે તે રજાની નહીં પણ ફરિયાદની વાત છે. કેટલીક છોકરીઓની ફરિયાદ છે, જે 7મા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓથી પરેશાન છે.
વાયરલ થયેલો આ ફરિયાદ પત્ર ઉત્તર પ્રદેશના ઓરૈયાની એક સ્કૂલનો બતાવવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘@WeUttarPradesh’નામના અકાઉન્ટ થી શેર કરેલો છે. આ ફરિયાદ પત્ર માં સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ લખ્યું છે કે, ‘ ધોરણ 7A ની છોકરીઓને છોકરાઓ પાસે માફી માંગવા હેતુ…’ત્યારબાદ વિદ્યાર્થીઓ વિસ્તારમાં લખ્યું, ‘મહોદય, સવિનય નિવેદન છે કે અમે લોકો ધોરણ 7A ના વિદ્યાર્થીઓ છીએ. તમને લોકોને છોકરીઓ ખરાબ શબ્દો કહે છે જેમકે લલ્લા, પાગલ અને છોકરાઓ ના નામ બગાડે છે. ડામર અને રસગુલ્લા લલ્લા ની જેમ રહો તેમ કહે છે. છોકરીઓ ક્લાસમાં મસ્તી કરે છે. ગીતો ગાય છે અને ડાયલોગબાજી કરે છે. ઓમ ફોમ અવાજ કરે છે.
#औरैया : कक्षा 7 के लड़कों ने रखी मांग लड़कियां हमसे मांगे माफी। लड़कियों द्वारा चिढ़ाने पर मांफी की मांग। लड़कों को रसगुल्ला व डामर नाम से पुकारने पर नाराज हुए छात्र। तैयापुर स्तिथि जवाहर नवोदय विद्यालय का मामला। पत्र वायरल @UPGovt pic.twitter.com/rUjBzJFxpX
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) May 10, 2022
સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ આ કહેલો ફરિયાદ પત્ર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. તેમજ યુઝર્સ પણ આ પત્ર પર ઘણા પ્રતિભાવ આપી રહ્યા છે. એક યૂઝરે મજાકમાં લખ્યું કે,’મામલો ખૂબ જ ગંભીર છે. વિદ્યાર્થીઓએ કરેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે. બંને પક્ષોની દલીલો સાંભળવી જોઈએ, તો જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સમસ્યાનો ઉકેલ કોઈની પાસે નથી, કારણ કે આ અનંતકાળથી થઈ રહ્યું છે.’
એક બીજા યુઝરે સ્માઇલી ઇમોજી સાથે લખ્યું કે,’ જો આ મામલો છોકરીઓના પક્ષ તરફથી હોત તો અત્યાર સુધીમાં છોકરાઓને મુર્ગા બનાવી દીધા હોત. પરંતુ આ મામલો છોકરાઓના પક્ષ તરફથી છે તેથી તેના પર કોઈ પણ કાર્યવાહી થશે નહિ..આનો એકમાત્ર ઉકેલ પુરૂષ પંચની રચના છે.
બીજા યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, ‘ભાઈ, અમારા નવોદયના છોકરાઓ, આ આદિ કાળથી ચાલી આવે છે. 2003માં પણ અમારા ક્લાસમાં છોકરીઓ અમને છોકરાઓને ઘણી કોમેન્ટ કરતી હતી. આ રસગુલ્લા, ડામર, લૈયા કા બોરા, લમ્બુ બંદર, એ તમામ પ્રાચીન કાળની પરંપરા છે. હા ભાઈ, આ #ઓમફો ફરાટે કાપી રહ્યો છે, તે ખોટું છે, અમે બધા સિનિયર તમારી સાથે છીએ.’
યુઝરે લખ્યું, ‘અરે, ભાઈ, તમે લોકો હજુ ઘણા નાના છો અને જે સમસ્યાને તમે લોકોએ આટલું વિકરાળ સ્વરૂપ આપ્યું છે તે વાસ્તવમા બાળપણ છે. જો બાળકો નાનપણમાં મજા નહિ કરે તો ક્યારે કરશે, પણ હા જો આ જ બાબત 18+ વિદ્યાર્થીઓએ કરી હોય તો તે ખોટું હતું. સ્ત્રી-પુરુષ સમાનતા હોવી જોઈએ, છોકરો હોય કે છોકરી, બંનેનો અધિકાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સમક્ષ પોતાનું દુઃખ રજૂ કરતો પત્ર થયો વાયરલ”