આજનો દરેક માણસ મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપ વપરાતો થયો છે. ઘણા વ્યક્તિઓ એવા છે જેનો બીઝનેસ કમ્પ્યુટર પર જ ચાલે છે. એવામાં બીઝનેસને આગળ લઇ જવા માટે એક કે એક થી વધુ માણસો પણ નોકરી પર રાખ્યા હોય છે. ટૂંકમાં કહીએ તો દરેક માણસ ડીજીટલ યુગમાં ડીજીટલ થઇ ગયો છે.
પણ તમને ખબર છે કે મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપમાં જો આ માહિતી રાખજો તો તમારું બેંક એકાઉન થઇ શકે છે રાતોરાત ખાલી. કોઇપણ બુદ્ધિશાળી વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે એટલે અહીં જણાવેલ એવી તમામ માહિતીને અત્યારે જ મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપમાંથી કાઢી નાખજો.
આવી માહિતી સેવ કરીને રાખવી ખતરારૂપ છે :
ઘણા લોકોને આદત હોય છે કે તેની પર્સનલ ઇન્ફોર્મેશન ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાં સેવ રાખતા હોય છે એવા લોકો માટે ૨૪ કલાક ખતરો મંડરાતો રહે છે. રીસર્ચમાં પણ નોંધવામાં આવ્યું છે નોકરી કરતા લોકો પણ તેની ઓફીસના કમ્પ્યુટર કે લેપટોપમાં તેની અમુક ઇન્ફોર્મેશન સેવ કરીને રાખતા હોય છે.
ઘણા લોકો ક્રેડીટ કાર્ડ રીલેટેડ માહિતી સેવ રાખતા હોય છે. પણ આ બાબતમાં વિશેષજ્ઞનું માનવું છે કે આ આદત ક્યારેક મોટી મુસીબત સર્જી શકે છે. ઉપરાંત ઘણી એવી પર્સનલ ઇન્ફોર્મેશન ડિવાઈસની અંદર સેવ કરીને રાખતા હોય છે.
આ પ્રકારની માહિતીને અત્યારે જ ડીલીટ કરી નાખો :
(૧) પર્સનલ ડેટા
જો તમારા મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપમાં ઘરના નંબર, ઘરનું એડ્રેસ, જન્મ તારીખ, પૂરું નામ કે અન્ય કોઈ માહિતી હોય છે તેને તત્કાલ ડીલીટ કરવી જરૂરી છે. આ પર્સનલ ઇન્ફોર્મેશનને એકથી કરીને પ્રોફાઈલ બનાવવામાં આવે છે પછી એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે.
(૨) કાર્ડ નંબર
એકપણ ઈલેકટ્રોનિકસ ડિવાઈસમાં ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ કે અન્ય કોઈ કાર્ડ નંબર ક્યારેય સેવ કરવા નહીં. વેબસાઈટની અંદર પાસવર્ડ ક્યારેય કાયમી માટે સેવ કરવા નહીં. આ બધી નાની નાની બાબત છે પણ સચેત રહેવું જરૂરી છે.
(૩) બેંક સ્ટેટમેન્ટ
બેંક સ્ટેટમેન્ટ મોકલવા માટે ઈમેઈલનો ઉપયોગ કરે છે અને PDF ફાઈલ મારફત સ્ટેટમેન્ટને મોકલવામાં આવે છે. ઘણા છેતરામણી કરવાવાળા વ્યક્તિ આ ઈમેલને ક્રેક કરીને આપણી માહિતી મેળવી લે છે. આ બધી માહિતી ડાઉનલોડ ફોલ્ડરમાંથી ડીલીટ કરવી જરૂરી છે.
(૪) ફોટોસ
ફોટોના ઘણું મહત્વ છે. ફોટો હોય તો કોઇપણ વ્યક્તિ છેતરામણી કરીને ડુપ્લિકેટ કાગળો તૈયાર કરી શકે છે એટલે જ્યાં ત્યાં ફોટો ડાઉનલોડ કરશો નહીં.
(૫) એકાઉન્ટ સાઈન આઉટ
કોઇપણ સાઈટ કે એપ્લીકેશનનો યુઝ કર્યા પછી તેને સાઈન આઉટ કરવી જરૂરી છે નહીંતર તેમાંથી પણ માહિતી લીક થઇ શકવાના ચાન્સ રહે છે. અમુક એપ્લીકેશન જરૂર કરતા વધુ એક્સેસ માંગે છે તો એવા સમયમાં ઇમ્પોર્ટન્ટ ન હોય તો પર્સનલ ઇન્ફોર્મેશન એક્સેસ કરવાના રાઇટસ અનેબલ કરવા નહીં.
આ પાંચ મુદ્દાને ખાસ યાદ રાખી લેજો એટલે ક્યારેય પણ તમારી ઇન્ફોર્મેશનનો કોઈ ઉપયોગ કરીને ચીટ કરી શકશે નહીં.
અવનવી માહિતી જાણવા માટે જોડાયેલા રહો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે અહીં તમને નવી નવી માહિતી મળતી રહેશે આંગળીના ટેરવે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel