ભારત ને મસાલાનો દેશ કહેવામા આવે છે, આપણાં રસોડામાં ઘણાં પ્રકારના મસાલાઓ હોય છે, મસાલા ને ખાલી સ્વાદ માટે જ નહિ પણ સ્વાથ્ય્ય માટે પણ ખુબજ ઉપયોગ માં લઈ શકાય એટલે જ ભારત જ નહિ, દુનિયા પણ ભારતના મસાલાની દિવાની છે.
દરેક ના રસોડામાં ઘણાં પ્રકાર ના મસાલા હોય છે, જેમ કે હળદર, આદુ, લસણ, લવિંગ વગેરે મસાલાનો ઉપયોગ કરતા હોય છે, તો આપણે મસાલાના ફાયદા અને ઉપયોગ વિશે જાણશું.
હળદર
હળદર ને રસોડાની રાણી માનવામાં આવે છે, હળદર ને આર્યુવેદ માં ઔષધીય કહેવાય છે, હળદર વિના ખોરાક માં રંગ અને સ્વાદ નથી મળતા એટલે આપણાં ખોરાક માં હળદરનો સમાવેશ અનિવાર્ય છે, હળદર લોહીને સાફ કરવું તેમજ સોજો મટાડવાના લાભદાયક ગુણ હોય છે.
આદુ
શિયાળામાં આદુ વાળી ચા પીવાથી શરીર ને તાજગી તેમજ સ્ફૂર્તિ અનુભવાય છે, આદુ માં એન્ટીઓક્સીડન્ટ હોય છે, આદુ ના સેવનથી ચરબી અને વજન બન્નેમાં ઘટાડો કરવામાં ઘણું ઉપયોગી છે, આદુ કેન્સર જેવી ગંભીર બિમારી સામે બચાવી રાખવાનો ગુણધર્મ હોય છે,
આદુને શરદીથી બચવા માટે સૌથી વધુ કારગર માનવામાં આવે છે.
લસણ
લસણ ના સેવનથી પાચનતંત્ર મા સુધારો થાય છે, પેટ સંબધિત રોગો જેવાં કે ઝાડા, કબજિયાત ના નિવારણ માટે પણ ખુબ ઉપયોગી છે,લસણ ના સેવનથી બ્લડપ્રેશર માં રાહત મળે છે.
લવિંગ
દાંત ના રોગ માટે લવિંગ ઘણું અસરકારક છે, દાંત માં લવિંગ દબાવી રાખવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે, લવિંગ નો ઉપયોગ ટૂટપેસ્ટ તેમજ દાંતની દવા બનાવવામાં પણ થાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
~ ગીરીશ મકવાણા