પહેલાના સમયમાં કમરના દુખાવાને ઉંમરની સાથે જોડીને જોવામાં આવતો હતો, માનવામાં આવતું હતું કે આ સમસ્યા સૌથી વધુ મોટી ઉંમરની વ્યક્તિઓમાં જ થાય છે. પરંતુ આજના સમયમાં અને આજની વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં કલાકો સુધી લેપટોપ સામે બેસી રહેવાથી મોટાભાગે લોકોને કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. કમર ના દુખાવાને કારણે દરેક કામ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે જો તમે પણ કમરના દુખાવાથી પરેશાન હોવ તો ચિંતા છોડી દો અને અપનાવો તજ નો આ અસરકારક ઉપાય.
તજ ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તજમા ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ તત્વ રહેલા છે. સાથે જ સીનેમેલડીહાઇડ અને સીનેમિક એસિડ જેવા એન્ટી ઓક્સિડેન્ટ ગુણ પણ રહેલા છે. જે શરીરના ક્ષતિગ્રસ્ત કોષને રિપેર કરવામાં મદદરૂપ થાય છે. જે આર્થરાઇટિસ, ઘુટણનો દુખાવો, કમરના દુખાવામાં રાહત અપાવે છે.
કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટેનો ઉપાય –
કમરના દુખાવાને દૂર કરવા માટે એક ગ્રામ તજ પાઉડરમાં એક ચમચી મધ મિક્ષ કરવું. આ મિશ્રણને ચાટી જવું. આ ઉપાય દિવસમાં ઓછામાં ઓછું બે વાર કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.
કમરનો દુખાવો દૂર કરવા માટે તજનું હેલ્ધી ડ્રિન્ક પણ મદદરૂપ થાય છે. એના માટે એક કપ પાણીમાં થોડોક તજ પાવડર નાખીને ધીમા તાપે ઉકાળવું. ત્યાર પછી આ પાણીને ગાળીને એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ ડ્રિન્ક ને તમે રોજ સવારે અને રાત્રે સુતા પહેલા લઈ શકો છો. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં ઝડપથી રાહત મળે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team