કિડની મતલબ મૂત્રપિંડ, આનુ આપણા શરીરમાં ખૂબ મહત્વ હોય છે. કિડની આપણા શરીરમાંથી ઝેરીલા પદાર્થોને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો કેટલાક લોકો એવા છે જે જાણતા અજાણતા કેટલીક એવી આદતોને અપનાવી લે છે જે તેમની કિડનીને ખૂબ નુકશાન પહોંચાડે છે.

જેવુ કે પાણી ઓછુ પીવુ. વધુ મીઠુ ખાવુ વગેરે. પછી કિડની ખરાબ થતા તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી આજે અમે તમને એ આદતો વિશે બતાવીશુ જે કિડની ફેલ થવાનું કારણ બને છે.
૧. પાણી ઓછુ પીવુ

ઓછુ પાણી પીવાથી પણ કિડનીને ખૂબ નુકશાન થાય છે. કારણ કે ઓછુ પાણી પીવાથી મૂત્રમાર્ગમાં સંક્રમણનુ સંકટ વધી જાય છે. આ ઉપરાંત ઓછુ પાણી પીવાથી કિડનીમાં પથરીની શક્યતા વધી જાય છે. તેથી તમારે માટે એ સારુ રહેશે કે તમે દિવસમાં ઓછામાં ઓછા ૮થી ૧૦ ગ્લાસ પાણી જરૂર પીવો.
૨. વધુ મીઠુ ખાવુ

મીઠામાં સોડિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો તેનુ જરૂર કરતા વધુ સેવન કરવામાં આવે તો આ કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
૩. પેનકિલર

અનેક લોકોને એવી ટેવ હોય છે કે તેઓ ડોક્ટરની સલાહ વગર જ સીધા મેડિકલ સ્ટોર પરથી માથાનો દુખાવો કે પેટનો દુખાવો થતા દવા લઈને ખાઈ લે છે. પણ શુ તમે જાણો છો કે તમારુ આવુ કરવુ તમારી કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. સારુ રહેશે કે તમે ડોક્ટરની સલાહ વગરે કોઈપણ દવા ન આરોગો.
૪. સિગરેટ કે તંબાકૂ

સિગરેટ કે તંબાકૂનુ સેવન કરવાથી ટોક્સિંસ જમા થવા માંડે છે. જેનાથી કિડની ડેમેજ થવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી બીપી પ પણ વધે છે. જેની અસર કિડની પર પડે છે.
૫. પેશાબ રોકી રાખવી

અનેકવાર એવુ થાય છે કે લોકો આળસને કારને યૂરીન ત્યાગતા અને ખૂબ મોડા સુધી તેને રોકી રાખે છે. તમારા આવુ કરવાથી કિડનીને ભારે નુકશાન પહોંચી શકે છે.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.