સાઉદી ખતરનાક નિયમો : મહિલાઓ આવી ત્રણ વસ્તુઓ નથી કરી શકતી ખુલ્લેઆમ…

સાઉદી અરબનું નામ આવે એટલે ઘણા લોકોને એવું છે કે ત્યાં ફરવા જેવું છે અને ત્યાંની જિંદગી જીવવા જેવી છે. તો આજ તમારી આંખોનો પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. છેલ્લે તમે પણ બોલશો કે, ઇન્ડિયા જેવો બીજો કોઈ દેશ થાય નહીં.’

સાઉદી અરબમાં ઘણા એવા નિયમો છે, જે આપણા દેશ કરતા એકદમ વિપરીત છે. કાનૂની વ્યવસ્થા પણ ત્યાંની એવી છે કે ભારત દેશમાં એ વાત સાવ સામાન્ય ગણવામાં આવે છે. એ જ વાતને અરબમાં અપરાધ ગણવામાં આવે છે.

સાઉદી અરબનું નામ ભલે કોઇપણ ક્ષેત્રમાં આગળ હોય પણ અહીંની મહિલાનું જીવન નર્ક સમાન બની જાય છે. અહીં મહિલાને સમાજ અને કાયદાના પ્રેસર નીચે જીવવું પડે છે. આમ તો સાઉદી અરબની અંદર મહિલાની કોઈ માન છે નહીં અને અહીં સ્ત્રીને માત્ર બાળક પેદા કરવા માટેનું મશીન સમજવામાં આવે છે.

એ માહોલ વચ્ચે સાઉદી અરબની મહિલામાં થોડી ખુશી છવાઈ છે કારણ કે અમુક એવા નિયમો છે જેને સુધારવમાં આવ્યા છે. હવેથી સાઉદી મહિલા પાસપોર્ટ માટે પણ અરજી કરી શકે છે. સાઉદીમાં દરેક સ્ત્રીને હેન્ડલ કરે એવો એક માણસ હોય છે. જે સ્ત્રીની સાથે જ હોય અને સ્ત્રીના અમુક નિર્ણય કરે. સ્ત્રીને અમુક નિર્ણયો માટે તેની પણ પરવાનગીની જરૂર પડે છે પણ હવે પાસપોર્ટ માટે એવા કોઈ પુરૂષની મંજૂરી લેવાની જરૂર નહીં પડે.

Source

વધુમાં થોડા સમય પહેલા મહિલાને ગાડી ચલાવવા માટે પણ આઝાદી આપવામાં આવી છે. એ પહેલા મહિલાઓને ગાડી ચલાવવા માટેનો પ્રતિબંધ હતો. એ સાથે હવે સાઉદી ઔરતો થોડી હળવાશ અનુભવે છે.

અમુક એવા નિયમો છે જે જાણીને તમને ચક્કર આવવા લાગશે પણ ભારત દેશમાં આવા કાર્યો એકદમ કોમન છે. ચાલો એ વિશે પણ માહિતી જણાવીએ તો…

(૧) શોપિંગ કરતી વખતે કપડાની ટ્રાય કરવી

હા, આ સાચી વાત છે સાઉદીમાં મહિલા કપડાને ટ્રાય કરી શકે નહીં. દુકાનમાં અથવા શોરૂમમાં તમને કોઈ વસ્તુ પસંદ આવે તો પુરૂષ ટ્રાય કરી શકે પણ મહિલાઓને કપડાની ટ્રાય કરવા પર પ્રતિબંધ છે.

કદાચ આજ સુધી સાઉદી પુરૂષને સમાજનું જ્ઞાન નથી આવ્યું એમ પણ કહી શકાય. ભારત દેશમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમ થાય છે ત્યારે આપણા કરતા એકદમ વિપરીત નિયમ છે.

(૨) રમતમાં ભાગ લેવો

૨૦૧૨ની સાલમાં પહેલી વખત બે સાઉદી મહિલાએ ઓલોમ્પિકમાં ભાગ લીધો હતો. એ વખતે ઓલોમ્પિક લંડનમાં યોજાયો હતો. કટ્ટરપંથીઓએ અને ચુસ્ત સાઉદી લોકોએ એ બે મહિલાઓને ‘વૈશ્યા’ શબ્દ કહ્યો હતો. એ વખતે રમતમાં પણ મહિલાઓએ માથું ઢાંકીને રાખવું જરૂરી હતું.

(૩) પુરૂષો સાથે વાતચીત કરવી

સાઉદીના રસ્તાઓ પર કોઈ પુરૂષ અને મહિલા વાત કરતા જોવા ન મળે. આવો નિયમ છે કે અહીં રસ્તા ઉપર કોઈ પુરૂષ અને મહિલા વાતચીત પણ ન કરી શકે. વધુ અહીંની મોટાભાગની બિલ્ડીંગમાં પુરૂષ અને મહિલા માટે અલગ-અલગ એન્ટ્રી ગેટ છે.

આ તો સામાન્ય નિયમની માહિતી જાણી પણ સાઉદીમાં મહિલાઓ માટે હજુ ઘણા એવા નિયમો છે જે ભારત દેશમાં સામાન્ય વાત છે. કારણ કે ભારત જેવો મહાન કોઈ દેશ નથી. ભારત મહિલાઓને પણ માન આપતો દેશ છે એ ગર્વ સાથે કહી શકાય…

રોચક માહિતી જાણવા માંગતા હોય તો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં તમને અવનવી માહિતી મળતી રહેશે.

#Author : Ravi Gohel

Leave a Comment