આપણા ઘરમાં અવાર નવાર સત્યનારાયણ ની કથા યોજાવામાં આવે છે. નવું ઘર લીધું હોય , નવું વાહન લીધું હોય કે પછી નવો કોઈ સામાન લેધો હોય. દરેક અગત્યના પ્રસંગમાં આપને સત્યનારાયણ ભગવાન ની કથા રાખીએ છીએ. આવામાં ભગવાનના માટે સામાન્ય શીરા કરતા સત્યનારાયણ ભગવાનનો શીરો બહુજ ફાય્દેકારક હોય છે અને ભોગ ધરાવવા માટે જરૂરી થઈ જાય છે. તો ચાલો જોઈએ કેવી રીતે બનશે સત્યનારાયણ ભગવાનનો શીરો :
સામગ્રી :
– ૬૦૦ ગ્રાં રવો
– ૬૦૦ ગ્રાં ઘી
– ૩ લીટર દૂધ
– ૬૫૦ ગ્રાં ખાંડ
– થોડીક એલચી
*ચારોળી
– બદામની કાતરી
રીત :
– એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય ત્યારે બાદ ધીમા તાપે રવો મિક્સ કરો
– રવો આછો બદામી રંગનો થાય ત્યારે તેમાં ગરમ દૂધ રેડવું. તાપ ધીમો રાખવો
– દૂધ બળી જાય પછી ખાંડ નાખવી અને ઘી છુટું પડે ત્યારે એલચી નો ભૂકો નાખી ઉતારી લો
– શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવી
નોંધ : ગળ્યું વધારે ભાવે તો ખાંડ વધારે નાખવી
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI