શિયાળા માં ગરમી આપશે અને અનેક બીમારી થી રક્ષણ આપશે સરસવ નું શાક

Image source

સરસવ નું સાગ એ ઠંડી માં આવનાર એક એવું શાક છે જેની તાસીર ગરમ હોય છે. શિયાળા માં લોકો સરસવ નું શાક અને મક્કાઈ ના રોટલા લોકો બહુ આરોગે છે. સરસવ નું શાક જેટલું ખાવા માં સ્વાદિષ્ટ છે, તેટલું જ હેલ્થ માટે પણ ઉપયોગી છે. આ શાક માં કેલોરી ઓછી અને ફાઇબર વધુ હોય છે. જેનાથી શરીર નું મેટાબોલીસમ જળવાઈ રહે છે. તેના સેવન થી વજન પણ કંટ્રોલ માં રહે છે.

કેલ્સિયમ અને પોટેસિયમ થી ભરપૂર સરસવ હાડકાં માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. અર્થરાઈટિસ અને હાર્ટડિસિસ ના દર્દી એ સરસવ ને પોતાના ડાયટ માં શામેલ કરવું. તે કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ કરે છે. અને હાર્ટ ને પણ હેલ્થી રાખે છે.

ચાલો જાણીએ તેના ફાયદા

અસ્થમા અને દિલ ની બીમારી ને અસરદાર

Turmeric Can Help Prevent Heart Attacks by FaktGujarati

Image source

એંટિ ઓક્સિડેંટ ગુણો થી ભરપૂર સરસવ માં વિટામિન a, c , k અને e મળી આવે છે. તેમા મેગ્નેસિઉમ અને ફોલેટ પણ મળી આવે છે. જેના કારણે દિલ ની બીમારી અને અસ્થમા માં ખૂબ ફાયદો થાય છે.

બોડી ને ડીટોક્સીફાઈ કરે છે.

સરસવ ના સાગ માં આવેલા એંટિ ઓક્સિડેંટ અને સલ્ફર બોડી ને ડીટોક્સીફાઈ કરે છે. જો તમે તેને જાતે જ પોતાના ડાયટ શામેલ કરો છો તો તમે તમારી બોડી ને ડીટોક્સીફાઈ કરે છે. સરસવ ઘણી બીમારીઑ ને દૂર કરે છે.

આંખો ની રોશની વધારે છે.

Image source

વિટામિન થી ભરપૂર સાગ આંખો ની રોશની તેજ કરે છે. આ ઉપરાંત સાગ આંખો માં થનારી સમસ્યા ઓ ને પણ દૂર કરે છે.

વજન ઘટાડે છે.

Image source

સાગ માં મોટા પ્રમાણ માં ડાયટરિ ફાઇબર હોય છે. જે મેટાબોલીસમ ને જાળવી રાખે છે. તે શરીર માં ગુડ કોલોજન ને વધારે છે. અને મેટાબોલીસમ ને જાળવી રાખવામાં મદદ કરે છે. સાથે જ પેટ ને પણ સારું રાખે છે. તેના ઉપયોગ થી વજન કંટ્રોલ માં રહે છે.

માનસિક સ્વાસ્થ્ય ને રાખે છે દુરુસ્ત

Image source

ઉમર વધતાં ની સાથે જ માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે. એક રિપોર્ટ ના અનુસાર લીલા શાકભાજી ખાવા થી માનસિક સ્વાસ્થ્ય 50 % સુધી નું સારું રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Comment