અહીં તમને સાપ્તાહિક રાશિફળ જણાવીએ છીએ, જેમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે અમુક રાશિ માટે આ સપ્તાહના દિવસો સારા રહેશે અને લાભ થવાની શક્યતા સંભાવના છે અને અમુક રાશિના લોકોને ધ્યાનથી કામ લેવું પડશે. તા. ૧ થી ૭ જુલાઈનું સપ્તાહ કેવું રહેશે એ નીચે જણાવ્યું છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહના ૭ દિવસ દરમિયાન અમુક રાશિવાળા લોકોને સાવચેત થઈને રહેવું પડશે. ચાલો, જોઈએ વિસ્તૃત માહિતી આગળ..,
- જુલાઈ મહિનાની શરૂઆત સાથે ૧૨ રાશિઓ માટે કંઈક આવું રહેશે સપ્તાહ
(૧) મેષ :

આ સપ્તાહના સાત દિવસો દરમિયાન ઘંધામાં વિચારીને પગલા લેવા. શુભ અને અશુભ બંને અસર થવાની સંભાવના છે. રોજની જિંદગીમાં નવો ફેરફાર આવવાની સંભાવના છે. વિવાદથી દૂર રહેવું.
(૨) વૃષભ :

નોકરી-ધંધામાં આ સપ્તાહ દરમિયાન ફાયદો થવાના એંધાણ છે. જિંદગીમાં આગળ વધી શકો એવા સંજોગો બની શકે છે. બેરોજગાર લોકોને રોજગારી મળી શકવાની સંભાવના છે તમારા પ્રયત્નો ચાલુ રાખજો.
(૩) મિથુન :

આ સપ્તાહમાં નવા લોકો સાથે મુલાકાત થશે અને જે તમને કંઈક ફાયદો આપી શકે છે. આ સપ્તાહ દરમિયાન તમારી ખરાબ આદતોથી દૂર રહેવું ફાયદાકારક છે. તણાવની સ્થિતિ રહેશે એટલે વિચારીને કામ કરવું.
(૪) કર્ક :

નોકરી કે વેપાર સિવાય અલગ રીતે કમાણી થવાની સંભાવના છે. રોકાયેલા પૈસા આવી શકે છે તેમજ મનની ઇચ્છાઓને સફળતા મળી શકે છે.
(૫) સિંહ :

કમીશનવાળા ધંધામાં સારી કમાણી થઇ શકે છે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક માહોલ સારો રહેશે અને નવા લોકો સાથે મુલાકાત થવાના યોગ છે.
(૬) કન્યા :

અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે. કિસ્મતનો પુરેપુરો સાથ મળશે એટલે કોઇપણ કામ સકારત્મક ઉર્જાથી કરશો તો ફાયદો થઇ શકે છે.
(૭) તુલા :

આ સપ્તાહ દરમિયાન તમારા મનની વાત કોઈ સાથે શેયર ન કરો. ખર્ચ પર કાબુ રાખવો. કાર્યક્ષેત્રમાં પણ પરેશાની આવી શકે છે. વિરોધીથી સાવચેત રહેવું. નોકરી-વેપારમાં સંભાળીને કામ કરવું.
(૮) વૃશ્વિક :

આ સપ્તાહ દરમિયાન આ રાશિના લોકો કામકાજમાં વ્યસ્ત રહેશે. અચાનક ખર્ચ આવી શકે છે. તબિયત સાચવવી અને ફરવા જવાના પ્લાન ન કરવા. જીવનસાથી સાથે જીવનના પ્લાનને શેયર કરી શકો છો, જેમાં તમને સપોર્ટ મળશે.
(૯) ઘન :

નોકરીમાં પદ ઊંચું જવાની સંભાવના છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે પાર્ટનરશીપમાં બીઝનેસ ચાલુ કરવાનું મન થાય એવું બની શકે છે. દરેક કાર્યમાં હિંમત કરવી જે તમને સફળતા અપાવી શકે છે.
(૧૦) મકર :

ઘંધામાં પરેશાની આવી શકે છે એટલે સાવચેત રહેવું. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે એટલે વિવાદોથી દૂર રહેવું. આ સપ્તાહની ગ્રહની સ્થિતિ પરેશાની ઉભી કરે એવા ચાન્સ છે. તો વિચારીને કામ કરવું.
(૧૧) કુંભ :

ઘન હાની થવાની શક્યતા છે. યોજના અધુરી રહી જાય એવી ગ્રહની અસર છે એટલે આ સપ્તાહ દરમિયાન નવી યોજનાઓ ન બનાવવામાં ભલાઈ છે. કોઈ તકલીફને લીધે કામકાજમાં મન ન ચોંટે એવું બની શકે છે. ખુદથી બની શકે એટલું જ કામ કરવું.
(૧૨) મીન :

કારોબારમાં ફાયદો થવાના ચાન્સ આ સપ્તાહમાં ઓછા છે અને સગા-સંબધી સાથેના સંબધને સાચવવા જરૂરી છે. કોઈ વિરોધી તમને હેરાન કરી શકે છે અને વિવાદથી નોકરી છૂટી શકે છે. સાવધાની રાખીને દરેક કાર્યને પૂર્ણ કરવા.
સાપ્તાહિક રાશિફળ તેમજ અવનવી માહિતીની અપડેટ મેળવતું રહેવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel