રાજકુમાર હિરાણી દિગ્દર્શિત અને અભિજાત જોશી દ્વારા લખાયેલ, વર્ષ ૨૦૧૮ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ “સંજુ” ગઈ કાલે એટલે કે ૨૯ જૂન ૨૦૧૮ના રોજ રીલિઝ થઈ ગઈ. આ ફિલ્મ જોવાના ઉત્સાહ સાથે સંજુબાબાના ચાહકો અને વિરોધીઓના મનમાં એક પ્રશ્ન હશે જ કે, ફિલ્મમાં સંજુબાબા “નાયક” ઠરશે કે “ખલનાયક”? ટેન્શન ન લો દોસ્ત,
રિવ્યૂ પૂરો થતાં થતાં આ પ્રશ્નનો જવાબ આપને મળી જશે.
બોલીવુડમાં આજકાલ બાયોપિકનો દૌર ચાલુ છે. સંજુ સિવાય અગાઉ ધણી મુવી આવી છે જેમાં કોઈનાં કોઈ સ્પેશ્યલ કેરેક્ટર પર મુવી બનાવવામાં આવ્યા છે. કદાચ પ્રોડ્યુસર સાહેબે આ ધ્યાનમાં લઈને જ “સંજુ” પણ બનાવી હશે.
એમ.એસ.ધોની અને અઝહર ફિલ્મ ગત વર્ષે જ રૂપેરી પડદે રજૂ થઈ. એ બાદ સચિન પણ. પરંતુ સંજય દત્ત એટલે કે એક એક્ટરની બાયોપિક! કંઈક નવો જ વિચાર છે. ગમે તે થાય – સંજય દતનાં ફેન હોય તેને આ મુવી તો ખાસ જોવી જોઈએ.
રાજકુમાર હિરાણીએ બોલિવૂડ બાયોપિકની દુનિયામાં એક નવું સાહસ કર્યું હતું તથા મહ્દઅંશે તેઓ સફળ રહ્યા છે. દિગ્દર્શક તરીકે આ ફિલ્મ રાજુ હિરાણીએ બહેતરીન બનાવી છે એનો અંદાજો તો ટ્રેલર જોઈને જ આવી જાય છે. એક્ટિંગની વાત કરીએ એ પહેલાં ફિલ્મની સ્ટોરીની ચર્ચા કરી લઈએ.
સંજુબાબા એટલે કે એક્ટર સંજય દતના જીવનના ચઢાવ-ઊતારો વિશે આપણે સૌ જાણીએ છીએ. ડ્રગ્સની લતથી લઈને આતંકવાદી હોવાના આરોપ સંજય દત્ત પર લાગેલા છે. તેમનો કારાવાસ પણ જગજાહેર છે. પરંતુ ફિલ્મ “સંજુ”માં સંજય દત્તનું પાત્રોદાત્તિકરણ તો કરવું જ રહ્યું. જે રાજકુમાર હિરાણી એ ફિલ્મના અંત સુધી કર્યા જ રાખ્યું છે. ફિલ્મ ટ્રેજેડી, ઈમોશન્સ અને હ્રદયસ્પર્શી ડાઈલોગ્સથી ભરપૂર છે. ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લાઈમર છે. બધી જ ફિલ્મોમાં હોય જ!! એમાં કંઈ નવું નથી.
ફર્સ્ટ સીન બાયોપિકની અંદર બાયોગ્રાફીનો છે. પિયુષ મિશ્રા જે એક બાયોગ્રાફરનો રોલ નિભાવે છે તેણે સંજય દત્તની બાયોગ્રાફી લખી છે. જેમાં સંજય દત્તને ભગવાન ચિતરી નાખ્યા છે. પરંતુ સંજય દત્ત આ ભૂખને સળગાવી નાખે છે. ત્યારબાદ તેની પત્ની માન્યતા એક રાઉટર વિની (અનુષ્કા શર્મા)ને લઈ આવે છે. વિની સંજય દત્તની ડ્રગ્સની લતમાંથી છૂટવાની ઘટનાથી પ્રભાવિત થઈ બાયોગ્રાફી ફરી લખે છે. અનુષ્કા શર્મા ફિલ્મમાં એક કે બે વાર જ દેખાય છે. એક્ટિંગમાં એને ખાસ કશું કરવાનું નહોતું. છતાં દમદાર અભિનય નિભાવ્યો છે.
વધારામાં અનુષ્કાનો બ્લુ આઈસ સાથેનો લૂક ફેબ્યુલસ છે. સંજય દત્તની પહેલી પત્નીનું અવસાન અને ત્રીજી પત્ની સાથે છૂટાછેડાનો ઉલ્લેખ માત્ર જોવા મળે છે.
ફિલ્મના ફર્સ્ટ હાફમાં સંજય દત્તની પહેલી ફિલ્મ “રોકી” નું શૂટિંગ, મિત્ર ઝુબિન મિસ્ત્રીની “ચડામણ” થી ડ્રગ્સની લત લાગવી, પિતાનો ભય, માતા નરગિસ દત્તનું અવસાન વગેરે દેખાડ્યું છે. ફર્સ્ટ હાફ જોરદાર, ઈમોશનલ, કાબિલે તારીફ છે. સેકન્ડ હાફમાં સંજય દત્તના જીવનનો ખરાબ સમય બતાવ્યો છે. ડ્રગ્સની લતથી થયેલી દયનીય સ્થિતિ, ફિલ્મો ફ્લોપ જવી, અવૈધ હથિયાર રાખવાના આરોપમાં, અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોના આક્ષેપ અને જેલના સીન્સ દર્શાવાયા છે. આ બધું જ ફિલ્મમાં કરુણતાની પરાકાષ્ઠા લઈ આવે છે.
અમુક સીન્સ ભલભલા માણસો રડી પડે એવું છે. ઈમોસન્સને છેલ્લી હદ તક બતાવવાની કોશિષ કરી છે. અમુક ચાહકો થીયેટરની બહાર આવે ત્યાં સુધી એ સીન્સમાંથી બહાર નથી આવી શકતા. બાદ, સ્ટોરી થોડું વળાંક વે છે. ફરી એકવાર ડીરેક્શન જોરદાર. પરંતુ સેકન્ડ હાફમાં ડાયરેક્ટર મીડીયાની ભૂલો પર ભાર મૂકે છે. સંજુબાબા આતંકવાદી નથી અને તેમની હાલત માટે મોટા ભાગે મીડીયા જવાબદાર છે એવું સાબિત કરવા માંગે છે. આખરે સંજુબાબાને “નાયક” ઠેરવે છે.
થોડી અતિશયોક્તિ થઈ એવું લાગે છે. પરંતુ ફિલ્મ છે બોસ, આટલું તો ચાલે ને.!! આ ઉપરાંત ફિલ્મમાં સૌથી વધારે ધ્યાન ખેંચે છે સુનિલ દત્તનું પાત્ર. તેમને એક આદર્શ પિતા તરીકે દર્શાવાયા છે અને સંજુને જીવનના અંધકારમાંથી બહાર લાવવામાં તેમનું યોગદાન બખૂબી દેખાય આવે છે. માત્ર ફિલ્મ જ નહીં રીયલ લાઈફ પણ સુનિલ દતની જાણવા જેવી હતી. ઈન્ડ્ર.ના શરૂઆતી દૌરમાં જીવન જીવવાની મારામારીથી ધણુ શીખી ચૂક્યા હતા. એ જૂના સમયના ફિલ્મનાં એવન અભિનેતા સુનિલ દત હતા.
તો આવી કંઈક છે ફિલ્મની સ્ટોરી. રાઉટર તરીકે અભિજાત જોશી ઉમ્મીદો પર ખરો ઊતર્યો છે.
હવે વાત રહી એક્ટિંગની. તો લગભગ બધાં જ એક્ટરોએ પોતાના પાત્રો ખૂબ સારી રીતે નિભાવ્યા છે. રણબીર કપૂરની અંદર જાણે સાક્ષાત સંજુબાબા ઊતરી આવ્યા હોય એવું લાગે છે. રણબીર માટે આ ફિલ્મ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે. રણબીરની કરીયર બેસ્ટ એક્ટિંગ માટે જાણીતી અને જગ જાહેર છે. જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં. અરે યાર એક એક્ટર પોતે બીજા એક્ટરનો રોલ ભજવે એ પણ આટલી સચોટતાથી! એક મિનિટ પણ રણબીરમાં રણબીર નથી દેખાતો. માત્ર સંજુ અને સંજુ જ દેખાય છે.
રણબીર બોસ હેટ્સ ઓફ ટુ યુ! સુનીલ દત્ત સાહેબના રોલમાં પરેશ રાવલ એકદમ પરફેક્ટ. આ પાત્રમાં પરેશ રાવલે જીવ નાખ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં એક એવું પાત્ર છે જે અન્એક્સપેક્ટેડ હતું. સંજુબાબાનો મિત્ર “કમલેશ કનૈયાલાલ કપાસી”. જેનો રોલ વિકી કૌશલે નિભાવ્યો. ફિલ્મમાં કોમેડી નું શ્રેય વિકી ના ફાળે. જબરદસ્ત એક્ટિંગ.
ફિલ્મના અન્ય એક્ટરો અનુષ્કા, દિયા મિર્ઝા, નરગીસના રોલમાં મનિષા કોઈરાલા, રુબિના રોલમાં સોનમ કપૂર, બોમન ઈરાની વગેરેની એક્ટિંગ બરાબર છે. ડાઈલોગ્સ અને સ્ક્રીન પ્લેમાં કાંઈ કચાશ નથી. મ્યુઝિકના નામે ૩ સોંગ છે. જેમાંનું “કર હર મેદાન ફતેહ” સુપર્બ છે. મ્યુઝિક બેટર બનાવી શકાયું હોત.
ઓવરોલ મૂવી જોવા જેવી તો છે જ અને જોવી જ જોઈએ એવી પણ છે. ૧૬૧ મિનિટમાં એક મિનિટ પર આંખ મટકું ના મારે એવી મૂવી છે. વચ્ચે વચ્ચે ક્યાંક રડવું આવશે, રડતા રડતા હસવું પણ આવશે. આવી મૂવી વારંવાર નથી બનતી. મસ્ત, ધમાકેદાર, બ્લોક બસ્ટર સાબિત થશે આ ફિલ્મ. હવે વાત રહી રેટિંગની તો ૪.૫ સ્ટાર હક સે યાર!!!
તો આ શુક્રવાર ન્યુ મુવી “સંજુ” કે નામ. ફેમેલીમાં જવું કે એકલું એ તો તમારે નક્કી કરવાનું પણ જોવા જેવી મુવી છે.
Author : Payal Joshi
Editor : Ravi Gohel