સંજય દત્ત અને અરશદ વારસીની જોડીએ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં જોરદારની જોડી જમાવી હતી અને એ સાથે અમુક ડાયલોગ પણ આ ફિલ્મના હીટ રહ્યા હતા. ઘણા એવા ડાયલોગ છે, જે આજે પણ લોકોને જીભ પર ચડી આવે છે. સંજય દત્તની આ ફિલ્મ હીટ રહેવાનું એક કારણ એ પણ હતું કે, આ ફિલ્મની સ્ટોરી મેડીકલ સ્કુલ રીલેટેડ હતી અને આજની ડેટમાં પણ આ ફિલ્મ જોવાની એટલી જ મજા આવે છે.

હમણાં સંજય દત્તની મરાઠી ફિલ્મ બાબાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા ખુદ સંજય દત્ત છે. એ ટ્રેલર લોન્ચ દરમિયાન સંજય દત્તે તેના અપકમિંગ પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં કોઈએ તેને મુન્નાભાઈના થર્ડ પાર્ટ વિશે કોઈએ પૂછ્યું હતું.

ન્યુઝ મીડિયા સામે અને જાહેર પબ્લિકને જણાવવા માટે મુન્નાભાઈ એટલે કે સંજય દત્તે હાથમાં માઈક લઈને બધાને જણાવ્યું હતું કે, “હું ખુદ મુન્નાભાઈ ફિલ્મના થર્ડ પાર્ટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું. પણ આ ફિલ્મ ક્યારે શરૂ થશે એ વિશેની સાચી માહિતી રાજકુમાર હિરાણી જ આપી શકે એમ છે.”

મુન્નાભાઈની ફિલ્મના આમ તો બે પાર્ટ આવ્યા છે અને એ બંને પાર્ટ ફરી-ફરીને જોવા ગમે એવા છે. જેના ફર્સ્ટ પાર્ટમાં ‘મુન્નાભાઈ MBBS’નું નામ રાખીને ફિલ્મ બનાવવામાં આવી હતી અને સેકન્ડ પાર્ટનું નામ ‘લગે રહો મુન્નાભાઈ’ રાખવામાં આવ્યું હતું. આ બંને ફિલ્મના પાર્ટ એટલા હીટ રહ્યા હતા કે, સંજય દત્તની કારકિર્દીમાં એક નવો વળાંક પણ આવ્યો હતો.

એ સાથે જ રાજકુમાર હિરાણી આ ફિલ્મમાં બેસ્ટ કામ આપનારા એવા વ્યક્તિ રહ્યા હતા જેને લોકોને આ ફિલ્મને યાદ રાખવા માટે મજબૂર કરી દીધા. ઉપરાંત વિશેષ અને ખાસ માહિતી જાણીએ તો મુન્નાભાઈના બે પાર્ટ હીટ રહ્યા પછી રાજકુમાર હિરાણીએ ગયા વર્ષે જ જાહેરાત કરી દીધી હતી કે, “અમે મુન્નાભાઈના ફિલ્મની થર્ડ સિકવલ પણ બનાવવાના છીએ..”

પરંતુ અમુક સંજોગો એવા બન્યા હતા; જેને કારણે થર્ડ સીક્વલ બનાવવા માટેની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. કારણ કે, ગયા વર્ષે રાજકુમાર હિરાણી પર મીટૂ કેમ્પેઈન હેઠળ સેકસુઅલ હેરાસમેન્ટનો આરોપ લાગ્યો હતો. આ આરોપ પછી તેને નવા ફિલ્મની કામગીરી સ્થગિત કરી હતી, જેમાં મુન્નાભાઈની ત્રીજી સિકવલ પણ શામેલ હતી.

મેડીકલ લાઈફમાં ઉતાર-ચઢાવ, થોડું સામાજિક જ્ઞાન અને સાથે કોમેડીને પીરસતી મુન્નાભાઈની બંને ફિલ્મોમાં દર્શકોએ ભરપૂર આનંદ મેળવ્યો હતો અને સરળ ભાષામાં કહીએ તો આ ફિલ્મ જોવા જવી એટલે ટીકીટના પૈસા વસૂલ થઇ જાય એવી રીતે આ ફિલ્મને પણ નવી પ્રકારની એન્જોયમેન્ટ મળે એ રીતે બનાવવામાં આવી હતી.

ત્યાર બાદ હવે થોડી વેઇટ કરી લઈએ અને પછી જોઈએ મુન્નાભાઈની ત્રીજી સીરીઝમાં શું થાય છે? સંજત દત્ત તેનું કેવું પરફોર્મ આપે છે અને સાથે થર્ડ સીરીઝ પણ બોક્સ ઓફીસ પર સકસેસ રહેશે કે કેમ? સવાલ અનેક છે પરંતુ આ બધા સવાલના જવાબ તો મૂવી આવ્યા પછી જ ખબર પડે એમ છે.
એ સાથે નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel