દુનિયાભરમાં રેસ્ટોરન્ટ ના અલગ-અલગ રંગ રૂપ છે. આજના આ જમાના માં દરેક એક એવા રેસ્ટો ની શોધ માં રહે છે, જ્યાં વ્યંજન તો શાનદાર હોયજ પણ તેનો લુક પણ લાજવાબ હોય. આમ તો તમે વિવધ પ્રકારના રેસ્ટો વિષે સાંભળ્યું હશે અને ગયા પણ હશો, પણ શું તમે સાગર નીચે બનેલ રેસ્ટો વિષે જાણ્યું કે પછી ત્યાં ગયા? ચાલો આજે અમે એક એવા રેસ્ટો વિષે જણાવી રહ્યા છીએ જે તમેન સાચે પસંદ આવશે.
માલદીવ ની હુરાવલી માં દુનિયા નું સૌથી મોટું અન્ડરવોટર રેસ્ટો ખુલ્યું છે. જ્યાં તમે પાણી ની અંદર માછલિયો ને જોઈ તેમની વચ્ચે ભોજન કરી શકો છો.
આ રેસ્ટો ૨૦૧૬ માં ખુલ્યું હતું, જે સાગર ની સતહ થી ૫.૮ મિટર ( આશરે ૧૯ ફીટ ) નીચે સ્થિત છે.
આ ભવ્ય રેસ્ટો સમુદ્ર માં આશરે ૯૦ સ્ક્વેર મિટર માં ફેલાયેલ છે.
સતહ ની ઉપર બનેલ રિસોર્ટ થી લઇ એક લાંબી ઘુમાવદાર સીડી ના માધ્યમ થી તમે રેસ્ટો માં આવી શકો છો.
આ રેસ્ટો માં સ્થિત બધાજ ૧૦ ટેબલો થી તમે બાહર નું દ્રશ્ય નો આનદ લઇ શકો છો.
રેસ્ટો ના કાચની ઉપર બધાજ સમુદ્રી જીવ તરતા નજર આવશે, એવું લાગશે કે માછલીઓ તમને જોઈ રહી છે.
રેસ્ટો માં તમને ખાસ અને સ્પેશીયલ મિટ અને એવા ઘણાય સમુદ્ર ભોજન ના અલગ અલગ ડીશ મળશે.
બધીજ વસ્તુ એક એલીવેટર ના માધ્યમ થી સતહ પર સ્થિત રસોડા થી નીચે મોકલવામાં આવે છે. જેમાં સાત પ્રકાર ના ડીનર સાથે અહિયાં ચાર અને સાથ પ્રકારનું લંચ પણ છે.
- આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.AUTHOR: ADITI NANDARGI