કોરોનાની મહામારી વચ્ચે સલમાને લોન્ચ કર્યું પર્સનલ કેર બ્રાન્ડ FRSH સેનિટાઇઝર્સ

કોરોનાને લીધે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેના લીધે માસ્ક અને સેનીટાઈઝરની માંગમાં ખુબ જ ઉછાળો આવ્યો છે. એવામાં બોલીવુડના એક્ટર સલમાન ખાન આગળ આવ્યા છે તેમણે પોતાના નવા બિઝનેસ તરીકે FRSH બ્રાન્ડ હેઠળ સેનિટાઇઝર્સ લૉન્ચ કર્યા છે.

image source

બોલિવૂડ મેગાસ્ટારે સોશિયલ મીડિયા પર પોતાના નવા સૌંદર્ય અને પર્સનલ કેર બ્રાન્ડ FRSHના લૉન્ચની જાહેરાત કરી. એક વીડિયો સંદેશમાં ખાને કહ્યું કે તેણે હાલમાં જ FRSH નામથી એક બ્રાન્ડ લૉન્ચ કરી છે. સલમાને કહ્યું કે, શરૂઆતમાં અમને બ્રાન્ડ હેઠળ ડિઓડરન્ટ લૉન્ચ કરવાની યોજના બનાવી હતી પરંતુ સમયની જરૂરિયાત મુજબ અમે સેનિટાઇઝર્સ લઈને આવયા છીએ.

image source

કોરોના વાયરસ મહામારીના કારણે સેનિટાઇઝર્સની માંગ ખૂબ વધુ છે અને દુનિયાભરમાં આ જીવેણ બીમારીથી બચવા માટે સેનિટાઇજિંગ એક મહત્વપૂર્ણ હથિયાર છે. જો સેનીટાઈઝરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે કોરોના જેવી ખતરનાક બીમારી થી બચી શકીએ છીએ.  COVID-19 ના લીધે લાખો લોકો મોતને ભેટ્યા છે. કેટલાય માસુમ લોકોએ આ બિમારીના લીધે તેના ઘર પરિવાર ગુમાવ્યા છે. કોરોનાથી બચવા સમયસર આપણી કાળજી રાખવી જોઈએ.

વધુમાં સલમાન ખાને કહ્યું કે, તે સેનિટાઇઝર બાદ ડિઓડરન્ટ્સ, બોડી વાઇપ્સ અને પરફ્યૂમ્સ જેવી અન્ય પ્રોડક્ટ્સને પણ બ્રાન્ડ હેઠળ લૉન્ચ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, હાલમાં FRSH સેનિટાઇઝર્સ (જે 72 ટકા આલ્કોહોલ આધારિત છે) તેમની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, પરંતુ બાદમાં તે દુકાનો પર ઉપલબ્ધ થશે. FRSH વેબસાઇટ મુજબ, સેનિટાઇઝર્સની 100 મિલી લીટર બોટલનો ભાવ 50 રૂપિયા અને 500 મિલી બોટલનો ભાવ 250 રૂપિયા છે. જોકે વેબસાઇટ મુજબ કોમ્બો સેટની ખરીદી પર 10 ટકાથી 20 ટકા સુધીની છૂટ મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment