સારાની ફિલ્મ ‘લવ આજકલ’ નું ટ્રેલર જોઈ સૈફે આપ્યું અજીબ રિએકશન, વધુ જાણો તેના વિશે

ઈમ્તિયાઝ અલીની આવનારી ફિલ્મ ‘લવ આજકલ’ નું ટ્રેલર શુક્રવારે રિલીજ થયું. આ ફિલ્મમાં આર્યન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. અમુકને સારા કાર્તિક ની આ કેમેસ્ટ્રી સારી લાગી તો અમુકને ખાસ પસંદ ના આવી. આ બધા વચ્ચે સારાના પિતા સૈફ અલી ખાનની પણ પ્રતિક્રિયા સામે આવી.

સૈફને પસંદ આવ્યુ તેના ફિલ્મનું ટ્રેલર :

સૈફે કહ્યું, મેં ટ્રેલર જોયું અને હું એ બંનેને શુભકામના આપવા માંગું છું. સારા જે પણ કરશે તેમાં હું શુભેચ્છા જ આપીશ કેમકે એ મારી દીકરી છે, પરંતુ મને મારી ફિલ્મ ‘લવ આજકલ’ નું ટ્રેલર વધુ પસંદ આવ્યું હતું. હકીકતમાં ઈમ્તિયાઝએ ૨૦૦૯ માં સૈફ અને દીપિકા સાથે લવ આજકલ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું સિકવલ તે સારા-કાર્તિક સાથે લઈને આવ્યા છે.

સારાએ કહ્યું, સિકવલ નથી અમારી આ ફિલ્મ :

ફિલ્મના ટ્રેલર લોંચ ઇવેન્ટમાં સારાએ ઇનકાર કર્યો હતો કે તેની ફિલ્મ સૈફ-દીપિકાના લવ આજકલની સિક્વલ છે. તેમણે કહ્યું અમે કોઈ સિક્વલ નથી બનાવી રહ્યા, પરંતુ આજની લવ સ્ટોરી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ૨૦૦૯માં આવેલી ફિલ્મ લવ આજકલની ટીમે ખુબ જ શાનદાર રજૂઆત કરી હતી પરંતુ તેની કહાની અમારી ફિલ્મથી તદન જુદી જ છે. સારા-કાર્તિકની ફિલ્મ ‘લવ આજકલ’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment