હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે રોઝ ઓયલ, જાણો નિષ્ણાંતે જણાવેલ એના ફાયદા.

Image Source

ગુલાબ નું ફૂલ અને ગુલાબનો છોડ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ગુલાબ ઘરની સુંદરતા વધારવામાં મદદરૂપ થાય છે અને ગુલાબ જળ ના પણ વિવિધ ઉપયોગ છે. એમાંથી બ્યૂટી પ્રોડક્ટ્સ અને હોમમેડ સ્કિન કેર રેસીપી બનાવવામાં આવે છે. ગુલાબજળને ત્વચા માટે ખૂબ જ સારું અને ફાયદાકારક માનવામાં આવે છે. એ જ રીતે ગુલાબનું તેલ એટલે કે રોઝ ઓયલ પણ સ્કિન માટે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

રોઝ ઓયલ એ ગુલાબના છોડમાંથી મેળવવા માં કરવામાં આવે છે. આ એક એસેન્સિયલ ઓયલ છે. જેમાં એન્ટીડિપ્રેસન્ટ, એન્ટીફકોસ્ટિક, એન્ટિસેપ્ટિક, એન્ટીસ્પાસ્મોડિક, એન્ટીવાયરલ જેવા ઘણા ગુણ રહેલા છે. કદાચ એટલા માટે તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તણાવ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. ઉપરાંત જો કોઈ ઘા થયો હોય તો પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આજે આ લેખમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલના ઈએસઆઈસી હોસ્પિટલ ના ડાયટિશ્યન રીતુ પુરી દ્વારા જણાવવામાં આવેલ રોઝ ઓયલ ના ફાયદા વિશે જાણીએ.

Image Source

તણાવ અને ડિપ્રેશનને દૂર કરે છે –

આજના સમયમાં દરેક વ્યક્તિ તણાવ ની સમસ્યાથી પીડાતી હોય છે. ત્યારે રોઝ એસેન્શશયલ ઓઇલનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. રોજ ઓઇલ એક એન્ટીડિપ્રેસન્ટ છે. જેનો અર્થ થાય છે કે ડિપ્રેશન મેનેજ કરવામાં મદદરૂપ થાય છે અને મૂડ સારુ બનાવે છે તમે એનો અરોમા થેરપી ની જેમ ઉપયોગ કરી શકો છો. અથવા તો ચાય માં એક બે ટીપાં નાખીને તેનું સેવન કરી શકો છો. એનાથી પણ ફાયદો મળે છે.

અર્થરાઈટિસના દર્દીઓએ માટે ફાયદાકારક –

રોઝ ઓયલ સારું એન્ટિ ઇન્ફ્લેમેટરી છે. જેનો અર્થ થાય છે કે તે ઘુટણ નો દુખાવો અને સોજાને દૂર કરવામાં મદદરૂપ થાય છે, એટલું જ નહીં પરંતુ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ના કારણે સંધિવા, અપચો અને ઇન્ફેક્શનની સમસ્યા દૂર કરવામાં પણ ફાયદાકારક છે. અર્થરાટીસ ના દર્દીઓ એને પોતાની ત્વચા પર ઉપયોગ કરી શકે છે. જોકે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રોઝ ઓયલને ગરમ કરીને ઉપયોગ કરવું જોઈએ નહીં.

ઘાની સારવારમાં ફાયદાકારક –

આ પણ રોઝ ઓયલ નો એક સૌથી સારો ફાયદો છે. રોઝ ઓયલ માં સંક્રમણ વિરોધી ગુણ રહેલા છે. જેના કારણે તેનો ઘાના ઉપચાર માટે પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાં સુધી કે પ્રાચીન ચિકિત્સા માં ઘા ના ઈલાજ માટે પણ ઉપયોગ કરવામાં આવતો હતો. તમે આ એસેન્સિયલ ઓઇલનો તમે કેરિયર ઓયલ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો. જોકે આ ઉપાય કરતાં પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી જોઈએ.

Image Source

વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે –

આજના સમયમાં લોકો માટે વાઈરસ થી સુરક્ષિત રહેવું ખૂબ મોટો પડકાર બની ગયો છે. ત્યારે રોઝ ઓયલ નો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ ફાયદો મળે છે. રોઝ ઓયલ એક એન્ટીવાયરલ એજન્ટ ના રૂપમાં કામ કરે છે અને ઘણા બધા વાયરસ ની સામે રક્ષણ પૂરું પાડે છે. ઘણા અધ્યયનથી એ સામે આવ્યું છે કે ઘણા પ્રકારના સંક્રમણ સામે એનાથી રક્ષણ મળે છે.

લોહીને શુદ્ધ કરે છે –

રોઝ એસેન્સ ઓઇલ ઝેરીલા પદાર્થોને દૂર કરવામાં મદદરૂપ થાય છે માટે તે લોહીને શુદ્ધ કરે છે. જો લોહી શુદ્ધ થઈ જાય તો શરીરના ઝેરી તત્વો દૂર થાય છે. એના કારણે સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓ સામે પણ રક્ષણ મળે છે.

રોઝ ઓયલ ના ફાયદા જાણી ને ખ્યાલ આવે કે, એ હેલ્ધી લાઈફ જીવવા માં મદદરૂપ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment