પ્રકૃતિની ખૂબ જ સુંદર ભેટ રંગબેરંગી અને સુગંધિત ફૂલ માત્ર આંખો ને જ શીતળતા નથી આપતા પરંતુ વાક્ય ની દ્રષ્ટિએ પણ લાજવાબ હોય છે. ફૂલોની ઘણી પ્રજાતિઓ એવી હોય છે જેમાં ઘા ને સારો કરવાથી લઈને ત્વચા સંબંધિત લોકોને દૂર કરવા માટે પણ ઉપયોગી છે.
વજન ઘટાડવાની લઈને હૃદય સંબંધિત બીમારી ની સારવાર માં ગુલાબ કારગર છે. ગુલાબની કળીઓ અને તેનાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે. આવો જાણીએ ગુલાબ કેવી રીતે ઉપયોગી નીવડી શકે છે.
ગુલાબના ફુલો આ બીમારીઓને કરે દૂર
- ફૂલો ના રાજા ગુલાબ નું ચિકિત્સા ક્ષેત્રમાં પણ ખૂબ સારું યોગદાન છે.
- ગુલાબનો ઉપયોગ આયુર્વેદમાં સ્કર્વી અને કિડનીની સમસ્યાના ઉપચાર માટે થાય છે.
- ગુલાબનું ફૂલ શરીરમાં વિટામિન સી ની ઉણપને દૂર કરવામાં મદદગાર છે.
- ગુલાબની કળીઓ વિટામિન સી થી ભરપૂર હોય છે. આ કળીઓને સ્કર્વી દૂર કરવા માટે પ્રમુખ તત્વ તરીકે સામેલ કરવામાં આવેલ છે.
- ગુલાબની કળીઓ ના અર્કનો ઉપયોગ કિડનીના રોગો માટે દવાઓ બનાવવા માટે પણ થાય છે.
- આ સિવાય, ગુલાબની પાંખડી નો ઉપયોગ ગરમીને લીધે આવતો તાવ દૂર કરવા, શરીરને ઠંડુ કરવા અને ત્વચાની કરચલી દૂર કરવા માટે કરવામાં આવે છે.
- ગુલાબનાં ફૂલોની પાંખડીઓ ચાવવાથી મોઢામાં પડેલા ચાંદા સારા થઈ જાય છે.
- ગુલાબની કળી નો અર્ક યૂરિન સાથે જોડાયેલી બીમારીઓને દૂર કરે છે. સાથે જ પેટમાં થતી બળતરાને પણ શાંત કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team