ઋણ (કર્જ ) વાળી લક્ષ્મી🙏 એક નાનકડો અને સમજદારી વાળો લેખ😊

એક નાનો ૧૫ વર્ષનો ભાઈ તેના પિતા ને ” પપ્પા પપ્પા દીદી ના થવા વાળા સાસુ સસરા કાલે અહી આવવાના છે હમણાં જીજાજી એ ફોન પર જણાવ્યું” દીદી એટલે તેની મોટી બહેન ની સગાઇ થોડા દિવસ પહેલા એક સારા ઘરમાં નક્કી કરી હતી.

દીનદયાલ જી ક્યારના ઉદાસ બેઠા હતા, ધીરે થી કહ્યું

હા બેટા એમનો કાલેજ ફોન આવેલો કે એક બે દિવસ માં દહેજ ની વાત કરવા ઘરે આવશું… કહ્યું હતું કે દહેજ માટે વાત કરવી પડશે… બહુજ મુશ્કેલીઓ થી આ છોકરો મળ્યો છે પણ કાલે તેમના દહેજ ની માંગ હું પૂરી ન કરી શક્યો તો ? એમ કહેતા કહેતા તેમની આંખો ભીની થઇ ગઈ.

ઘરના પ્રત્યેક સદસ્ય ના મન અને ચેહરા પર ચિંતા ની રેખાઓ સાફ દેખાઈ પડતી હતી.. છોકરી પણ ઉદાસ થઇ ગઈ…

બીજા દિવસે વેવાઈ-વેવાણ આવ્યા, તેમની ખુબ આગતા સ્વાગતા થઇ.

થોડી વાર બેસ્યા પછી છોકરા ના બાપે કહ્યું ” દીનદયાલ જી હવે કામ ની વાતો કરીએ?”

દિનદયાલ જી નું હૃદય ભરાઈ ગયું અને કહ્યું ” હા હા સાહેબ કેમ નઈ, જે તમે હુકુમ કરો એ , હું પૂરે પૂરી કોશિશ કરીશ”

વેવાઈએ દિનદયાલ જી નો હત્થ પોતાના હાથ માં લઇ બસ આટલુજ કહ્યું કે” તમને કન્યાદાન માં કઈ આપવું હોઈ કે નહી, થોડું આપવું હોય કે પછી વધારે આપવું હોય, મને જે હશે એ સ્વીકાર છે.. પણ કર્જ લઈને તમે એક રૂપયો પણ દહેજ માં ન આપતા… એ મને બિલકુલ સ્વીકાર નઈ થાય… કારણકે જે દીકરી બાપને કર્જમાં મૂકી ને આવશે એવી “કર્જ વાળી લક્ષ્મી” મને સ્વીકાર નથી.. મને કર્જ વગરની વહુ જોઈએ. જે મારા ઘરે આવીને મારી સંપતીને બમણી કરી દે… ”

દિનદયાલ જી હેરાન થઇ ગયા, તેમને ભેટીને કહ્યું…”બિલકુલ આવુજ થશે”

લેખ નો અર્થ છે કે ” કર્જ વાળી લક્ષ્મી માં સ્વીકાર કરો ના તેની વિદાઈ કરો”

મોરલ સમજાય તો આગળ શેર જરૂર કરો…

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment