પ્રેમ અને સેક્સ આમ તો અલગ-અલગ મુદ્દા છે પણ એકબીજા સાથે જોડાયેલા છે. આજની ભાગદોડની જિંદગીમાં કોઈ પાસે સમય નથી અને સમય છે તો પ્રેમ નથી. જે કપલ પહેલા એકદમ પ્રેમના નશામાં જીવતા એ લોંગ ટર્મ થતા, જીવનમાં સેક્સ લાઈફની મજા ગુમાવી બેઠા છે.

જો તમારી લાઈફમાં પણ કંઈક આવું બન્યું હોય, લાઈફમાં સ્પાર્ક ખતમ થઇ ગયો હોય અને રેગ્યુલર બોરિંગ લાઈફ પસાર થઇ રહી છે તો તમારે જરૂરત છે સેક્સ લાઈફમાં કોઈ નવા એવા નુસખાની જે સેક્સ લાઈફને ફરીથી રીફ્રેશમેન્ટ મૂડમાં લાવી શકે. પાર્ટનર સાથે નવી પ્રકારની જિંદગી જીવવાની જરૂર છે જે લાઈફને અલગ અંદાજ આપશે.
ચાલો, જાણીએ સેક્સ લાઈફને એક્ષ્ટ્રા ઓર્ડીનરી બનાવવા માટે તમે અમુક ‘ન્યુ સેક્સ રેઝોલ્યુશન’ જરૂરી છે.
પાર્ટનર સાથેના સમયને એન્જ્ય કરો :

તમે પાર્ટનર સાથે હોય, બંને વચ્ચે ધીમે-ધીમે રોમાન્સનો મૂડ સેટ થતો હોય, બે દિલ એકબીજાની નજીક આવવા માટે તૈયાર હોય અને એ ઈન્ટરેસ્ટીંગ વાતો વચ્ચે કોઈનો ફોન આવી જાય અને એ ફોન લાંબો સમય ચાલે એટલે મૂડની ઐસીતૈસી થઇ જાય છે. આજના સમયમાં ટેકનોલોજી પણ રીલેશન પર અસર કરે છે. ટેકનોલોજી જિંદગીને આસાન બનાવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો એ લાઈફને કિલ કરવા માટે પણ એ હાથ અજમાવે છે.

આ સોલ્યુશન માટે એક રસ્તો છે : પાર્ટનર સાથે રોમેન્ટિક ઈવનીંગ પ્લાન કરો અને એ પહેલા મોબાઈલ કે લેપટોપને બંધ કરી દો અથવા ડીસ્ટર્બ કરી શકે તેવા બધા જ ગેજેટ્સને ઓફ કરી દો. સમયને સ્પેશિયલ તમારા માટે અને તમારા પાર્ટનરને આપવા માટે બનાવો. પાર્ટનરની સાથે વાતચીતમાં અને તેના પ્રેમમાં ગળાડૂબ થઇ જાઓ, જે તમારા રીલેશનને ફરીથી એક્ષ્ટ્રા સ્ટ્રોંગ બનાવશે.
સેક્સ પોઝીશન ચેન્જ કરો :

ઘણા કપલ્સ એક જ પોઝીશનમાં સેક્સને એન્જોય કરતા હોય છે. લાંબા સમયે આ પોઝીશન સેક્સને માત્ર એક પ્રક્રિયા બનાવી દે છે અને બે દિલ વચ્ચેથી પ્રેમને કાઢી નાખે છે. ત્યારે માત્ર બાળક પેદા કરવા માટેનું અથવા શરીરના આનંદ માટે સેક્સને ગણવામાં આવે છે.

લાંબા સમયથી એક જ સેક્સ પોઝીશન યુઝ કરતા હોય તો તેમાં ચેન્જ લાવો. પાર્ટનર સાથે સેક્સમાં રોમાંચ લાવવા માટે આવું કરવું જરૂરી છે. સેક્સ એન્જોય કરવા માટેની ઘણી એવી પોઝીશનન્સ છે, જે તમે ટ્રાય નહીં કરી હોય તો તેને ટ્રાય કરો અને બોરિંગ સેક્સ લાઈફમાંથી ‘ન્યુ રીફ્રેશ મૂડ’માં આવો.
પુસ્તકોની સ્વપ્નીલ દુનિયા :

બચપણમાં પરીની દુનિયા હોય એવું લાગતું હતું કારણ કે, દાદા-દાદીએ ખુબ આવી વાર્તાઓ સંભળાવી અને જેને લીધે એવું લાગતું કે ખરેખર આવી કોઈ દુનિયા હશે અને ત્યાં પરી પણ હશે. એમ, સેક્સ લાઈફમાં પણ આ ટેકનીકને ફોલો કરી શકાય છે. સેક્સ રીલેટેડ કિસ્સાઓ-કહાનીઓ વાંચીને તમે સેક્સનો અનુભવ નજીકથી કરી શકો છો. એડલ્ટ નોવેલ વાંચી શકાય અને સાથે પાર્ટનર સાથે એ દરમિયાન કોઈ એવી સેક્સ પ્રવૃતિ કરી શકાય જેને લીધે સેક્સ લાઈફને ન્યુ ટર્ન મળશે.
દરેક ખૂણામાં અખૂટ પ્રેમ હોય છે :

કોઈ એવું પુસ્તક નથી કે જેમાં લખલું હોય કે રોમાન્સ ફક્ત બેડરૂમમાં જ થાય. ઘરમાં ઘણી એવી જગ્યાઓ હોય જેમાં રોમાન્સ કરી શકાય છે અને સાથે પાર્ટનરને પ્રેમ પણ અખૂટ કરી શકાય છે. સેક્સમાં કંઈક નવું ટ્રાય કરવું હોય અને સેક્સમાં એકસાઈટમેન્ટ લેવલ વધારવું હોય તો બેડરૂમથી બહાર જઈને અન્ય કોઈ ખૂણાને અજમાવવો જોઈએ. શું તમે ક્યારેય પાર્ટનરને ડ્રોઈંગ રૂમમાં, કિચનમાં, લીવીંગ રૂમમાં કે વોશરૂમમાં પાર્ટનરને સરપ્રાઈઝ આપી છે?

વિકેન્ડમાં આ રીતે સેક્સ શેડ્યુલ જરૂરથી ટ્રાય કરી શકાય છે. સાથે કોઈ ટ્રીપ પર હોય તો નવા વાતાવરણને પણ ખુબ એન્જોય કરો અને સાથે નવા બેડમાં થોડી વધુ રોમાન્સની પળ માણીને સેક્સને ‘સેક્સ’ નહીં પણ બે દિલ વચ્ચેની જગ્યા સાંધવા માટેની ‘ફેવીકિક’ બનાવી શકાય છે.
“ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ પર તમને અવનવી માહિતીનો ખજાનો મળતો રહેશે. બસ, તમારે એક કામ કરવાનું છે અમારા પેજ સાથે જોડાયેલા રહેવાનું છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “સેક્સ રીલેશનને ‘ફેવીકિક’ જેવો મજબૂત બનાવવા માંગો છો તો આટલું ટ્રાય કરીને જુઓ…”