ગુજરાતની ધરતી પર અનેક રાજા મહારાજાઓએ શાસન કર્યું. તેના શાસનકાળ દરમિયાન અનેક ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ અને મંદિરો બંધાવ્યા. તથા સ્થાપત્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો ગણાતી અનેક ઇમારતો ઊભી કરી. જેના કારણે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ આજે ખૂબ જ વિકસ્યો છે. ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં કોઈને કોઈ ઐતિહાસિક સ્થળ જોવા મળે છે. જેને નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. તો આજે આપણે એક એવા કિલ્લા વિશે વાત કરીએ કે જેના ઇતિહાસની ભાગ્યે જ કોઈને હોઈ શકે.
કચ્છ જિલ્લો આપણી પ્રાચીન સંસ્કૃતિની અણમોલ ધરોહર સમાન અનેક કિલ્લાઓ ધરાવે છે. આવો જ એક કિલો ભુજ થી ૫0 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો એક ભવ્ય ઇતિહાસ ધરાવે છે. આ કિલ્લો “રોહા ફોર્ટ” તરીકે ઓળખાય છે.
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામમાં આવેલો આ કિલ્લો ૧૬ એકર જમીનમાં ફેલાયેલો છે. તે ભૂ સપાટીથી ૫૦૦ ફૂટ અને સમુદ્ર સપાટીથી ૮૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો છે. એવું કહેવાય છે કે આ ફોર્ટ હેઠળ ૫૨ ગામો વસેલા હતા.