ચ્યવનપ્રાશ બનાવવાની વિધિ અને તેના ચમત્કારી ફાયદાઓ

Image source

ચ્યવનપ્રાશ આયુર્વેદ ની અદભૂત ઔષધિ છે. અને આયુર્વેદ ના બધા જ ઉત્પાદનો કરતાં સૌથી વધુ વેચાતું ઉત્પાદક છે. તે શરીર માંટે અત્યંત ફાયદાકારક ટોનિક છે. પ્રાચીન કાલ માં ચ્યવન ઋષિ વૃદ્ધાવસ્થા ના કારણે કમજોર થઈ ગયા હતા તો તે સમય ના સુપ્રસિદ્ધ વૈધ અશ્વિની કુમાર એ તેમની માંટે આયુર્વેદ ની અદભૂત ઔષધિ નો આવિષ્કાર કર્યો. જેનું સેવન કરવા થી વૃદ્ધ ચ્યવન ઋષિ ફરી થી યુવાવસ્થા માં આવ્યા. ત્યાર થી ચ્યવન ઋષિ ના નામ પર થી આ ઔષધિ નું નામ ચ્યવનપ્રાશ પડ્યું.

ચ્યવનપ્રાશ ના મુખ્ય ઘટક

આમળા

ચ્યવનપ્રાશ નો મુખ્ય ઘટક આમળા છે. જેને આયુર્વેદ ની સાથે સાથે આધુનિક ચીકીત્સા વિજ્ઞાન પણ શરીર માંટે ખૂબ જ ફાયદાકારક ગણે છે. આમળા વિટામિન સી નો મુખ્ય સ્ત્રોત છે. તે યુવાવસ્થા ને સારી રાખે છે. શરીર ની ઇંમ્યુંનિટી પાવર વધારી ને રોગો થી મુક્ત કરે છે.

ગિલોય

Image by Tanuj Handa from Pixabay

  • ગિલોય શરદી, ખાંસી, તાવ અને જવર નાશક મહત્વપૂર્ણ ઔષધ છે. શરીર ની ઇંમ્યુંનિટી પાવર વધારી ને રોગો થી મુક્ત કરે છે.

નાની ઈલાયચી

Image by Ludmila Albor from Pixabay

  • નાની ઈલાયચી થી ખાંસી,અસ્થમા,એલર્જી અને અરુચિ માં ખૂબ લાભ મળે છે.

દ્રાક્ષ

Image by Emilian Robert Vicol from Pixabay

  • દ્રાક્ષા રુચિવર્ધક,પાચક તથા લીવર ની કાર્ય પ્રણાલી માં સુધારો કરે છે. કફ, સ્વાસ અને અગ્નિમાનધ્યમ માંટે ઉપયોગી છે.

પીપાલી

  • ખાંસી, શરદી,સ્વાસ ની તકલીફ માં અત્યંત ફાયદાકારક છે પાચન ક્ષમતા વધારે છે. જીર્ણ જવર નાશક છે.

હરિતકી

Image by Mylene2401 from Pixabay

  • હરિતકી એટલે હરડે ને આયુર્વેદ માં પાચન સંસ્થાન માંટે અત્યંત ઉપયોગી જડી બુટ્ટી ગણવામાં આવે છે. પણ કબજિયાત, બવાસીર, મોટાપો,અને ગેસ માંટે તે રામબાણ ઔષધિ છે.

તજ

Image by Ulrike Leone from Pixabay

  • પાચન અને સ્વસન સંસ્થાન ની બીમારી ને ઠીક કરવા માંટે તે અત્યતં ઉપયોગી છે.

વાસા

  • વાસા એટલે અડુંસા જે ગામ ની આજુ બાજુ ના પહાડો માં સરળતાથી ઊગી નીકળે છે. સ્વાસ. ખાંસી, રક્ત પિત્ત,અને જૂની ખાંસી માં અત્યત ફાયદાકારક છે.

વંશલોચન

  • દમ,ખાંસી,કમજોરી, અને પ્રદર જેવા સ્ત્રી રોગો માં તે ખૂબ જ જરુરી છે.

મધ

Image by fancycrave1 from Pixabay

  • મધ શરીર ને સ્વસ્થ,સુંદર અને સુડોળ બનાવે છે રોગ પ્રતિરોધક ક્ષમતા ને વધારે છે. સ્થોલ્ય નાશક છે.

પુષ્કર મૂલ

  • ખાંસી, દમ, છાતી માં કફ જામવો, જેવી તકલીફો માં રાહત મળી રહે તે માટે પુષ્કર મૂલ ખૂબ જ ઉપયોગી છે.

ચ્યવનપ્રાશ બનાવાની વિધિ

  • મુખ્ય દ્રવ્ય – તાજા આમળા 6.5 kg લો
  • કાથ દ્રવ્ય- પ્રત્યેક દ્રવ્ય 48 gm લો
  • બિલ્વ, અગ્નિમંથ, શયોનક, પાટલા, ગંભારી,નાની કટેરી,મોટી કટેરી,ગોખરુ,વૃહતી,કંટકારી,પીંપલી,કાંકડા સિંગિ, મુનક્કા, ગિલોય,અડુંસા, જીવંતી,નાગર મોથા, કચૂર,પુષ્કર મૂલ,ઈલાયચી,ચંદન,મુદગપર્ણી, માષપર્ણી, ભૂમિ આમળા,મૂળેઠી, કમલ ગટ્ટા, પુન નર્વા, કાકોલી, ક્ષીર કાકોલી,શાલપર્ણી, પ્રસન્ન પર્ણી. આજ કાલ બધા જ દ્રવ્ય નથી મળતા. તેના સિવાય પ્રતિ નિધિ દ્રવ્ય અસગંધ, શતાવરી,વિદારી કંદ,વારાહી કંદ લો.
  • યમક સામગ્રી- ગ્રંથો માં તલ ના તેલ 250 gm ને ગાય નું ઘી 250 gm લેવાનું કહ્યું છે. પરંતુ ગંધ અને તેની ઉપર તરતુ રહેતું હોવાથી તલ ના તેલ ની જગ્યા એ લોકો ઘી લેવાનું પસંદ કરે છે. એટલે ગાય નું ઘી 500 gm લેવું.
  • સંવાહક સામગ્રી-ખાંડ 5.5 kg
  • પ્રક્ષેપ સામગ્રી- પીંપલી 100 gm, તજ 100 gm, વંશ લોચન- 150 gm,તજ પત્ર- 10 gm, નાની ઈલાયચી 10 gm,નાગ કેશર-10 gm, મધ-500 gm

વિધિ

  • બધા જ કાથ દ્રવ્ય ને કરકરું દળી લો. અને રાતે 16 લિટર પાણી માં પલાળી દો. સવારે બધા જ આમળા ને સારી રીતે ધોઈ ને કપડાં ની પોટલી માં બાંધી દો.
  • હવે સ્ટીલ ના એક વાસણ માં પલાળેલાકાથ દ્રવ્ય ને પાણી સાથે નાખી દો. વાસણ પર એક દંડો રાખી ને તેની પર આમળા ની પોટલી લટકાવી દો. પોટલી ને એ રીતે લટકવો જેથી તે પાણી માં ડૂબેલી રહે.
  • પછી વાસણ ને ધીમા તાપે મૂકો. અને ઉકળવા દો.જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે આમળા ને દબાવી ને જુઓ, જો આમળા થઈ ગયા હોય તો તેને આમળા ને બહાર કાઢી લો.
  • હવે સ્ટીલ નું એક વાસણ લઈ ને તેની પર એક ગળણી મૂકો. અને આમળા ને રગડતા જાવ જેથી આમળા નો ગર વાસણ માં જમા થશે. અને રેશા ગળણી પર રહેશે.
  • હવે એક સાફ વાસણ માં ઘી ગરમ કરો. તેમા આમળા નો ગર નાખી ને ધીમા તાપે હલાવો. જ્યારે તે શેકાઈ ને ઘી છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
  • હવે જે કાથ દ્રવ્ય વાળુ પાણી રહ્યું છે તેને ગેસ પર મૂકો. જ્યારે પાણી અડધું થઈ જાય, ત્યારે તેમા ખાંડ નાખી ને એક તાર ની ચાશણી બનાવો. હવે તેમા શેકેલા આમળા નો ગર નાખો. અને હલાવતા રહો.
  • જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા પ્રક્ષેપ દ્રવ્ય ના પાવડર ને  તેમા નાખી દો. જ્યારે મિશ્રણ હલકું ગરમ રહે ત્યારે તેમા મધ નાખો. થોડા સમય પછી મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તો કાચ ના વાસણ માં સુરક્ષિત રાખી લો. સ્વાદિષ્ટ, ગુણકારી, અને ચમત્કારી ચ્યવન પ્રાશ તૈયાર છે.
  • ચ્યવન પ્રાશ ને વધુ ઉપયોગી બનાવા માંટે આયુર્વેદ ચિકિત્સક માં તેમા સ્વર્ણ ભષ્મ, અભરક ભષ્મ, વસંત કુસુમાકર રસ,મકર દવજ જેવી ઔષધિયો ને જરૂરત ના પ્રમાણે મિક્સ કરવામાં આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Comment