હવે તો બધું શક્ય છે – આ રહી કેન્સર અને હાર્ટ એટેકની દવા

કેન્સર રોગ નામથી જ ભયંકર ભાસે છે. કેન્સરનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. દર વર્ષે કેન્સરના દર્દીઓમાં ૧૪ બિલિયન દર્દીઓનો વધારો થાય છે. સાથોસાથ કેન્સર થવાના કારણો પણ વધતા જાય છે. થોડા વર્ષો અગાઉ કેન્સર એક અસાધ્ય રોગ માનવામાં આવતો.

પરંતુ હવે કેન્સર માટેની દવાઓ અને ટ્રીટમેન્ટ વિકસી રહી છે. જે કેટલાક અંશે અસરકારક નિવડે છે. પરંતુ હજુ કેન્સરનો કોઈ સચોટ ઈલાજ શોધી શકાયો નથી. તથા કેન્સરના અમુક પ્રકારો જીવલેણ જ નિવડે છે. તથા તેમની સારવાર નિષ્ફળ જ રહે છે. આપણે સૌ પ્રથમ કેન્સર વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવીએ.

Image Source : Cancer Research UK

કેન્સરને સામાન્ય શબ્દોમાં રજૂ કરીએ તો તે શરીરના કોષોની અનિયંત્રિત વૃધ્ધિને કારણે જન્મે છે. કોષ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શરીરનો પ્રત્યેક કોષ નિયત સમયાંતરે મૃત્યુ પામે છે અને તેને સ્થાને નવા કોષો શરીરમાં ઉમેરતા રહે છે. પરંતુ કોષના DNA માં થતી અમુક ક્ષતિને કારણે કોષના જીવનચક્ર માં વિક્ષોભ થાય છે. એમ જૂના કોષો નાશ પામવાને બદલે અસામાન્ય વૃધ્ધિ કેન્સરમાં પરિણમે છે. કેન્સર શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે.

 

 

Image Source : Cancer Research UK

હાલમાં કેન્સરના ઉપચાર માટે કીમોથેરાપી, રેડીઓ થેરાપી સર્જરી જેવી પદ્ધતિઓ વિકસી રહી છે. પરંતુ તે અવિકસિત કેન્સરો પૂરતી જ કારગર છે. વૈજ્ઞાનિકો કેન્સરની નવી દવાઓ શોધવાના પ્રયત્નો કરતા જ રહે છે. તો આજે આપણે કેન્સર ઉપચાર સંબંધિત આવી જ એક શોધની વાત કરીએ.

Image Source : Wikimedia

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ખૂબ જ વિશાળ છે. અહીંથી અનેક કિંમતી ઔષધો મળી આવે છે. અહીં દરિયાઈ જીવસૃષ્ટિમાં પુષ્કળ વૈવિધ્ય જોવા મળે છે. લાખો સમુદ્રી જીવો આ દરિયામાં વસવાટ કરે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગના વૈજ્ઞાનિકોએ દરિયાઈ જીવસૃષ્ટિના ઉપયોગથી કેન્સરના ઇલાજ માટે એક અનોખું સંશોધન હાથ ધર્યું છે.

Image Source : MNPCS

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર કાચબાઓ આરામ કરવા આવે છે ત્યાં અપૃષ્ઠવંશી મૃદુકાય પ્રાણીઓ જોવા મળે છે. ત્યાંના સ્થાનિક લોકો આ જીવોને “કાચબાની પથારી” તરીકે ઓળખે છે. આ મૃદુકાય દરિયાઈ જીવ હાર્ટ એટેક અને કેન્સરને નિયંત્રણમાં લાવી શકે તેવા ઔષધીય ગુણ ધરાવે છે. અને વિદેશોમાં આ બાબત સંશોધન દ્વારા સાબિત થઈ ચૂકી છે. હાલ આ દરિયાઈ જીવ પર સંશોધન ચાલી રહ્યું છે.

Image Source : The Hindu

જો આ દરિયાઈ જીવમાંથી દવા બનાવવામાં વૈજ્ઞાનિકો સફળ થયા તો કેન્સરનો ઈલાજ શક્ય બનશે. એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. તથા દરિયાઈ જીવસૃષ્ટિમાંથી ઔષધો મેળવવા માટે અન્ય સંશોધનો પણ થઈ રહ્યા છે.

હવેનો સમય સંશોધનોને આગળ ધપાવે છે. નાની અમથી શોધ માનવ જીવનને ધણુંખરું આપી જાય છે. પહેલાના એ સમયની વાત કંઈક અલગ હતી જ્યારે ટીબીને પણ એક ગંભીર બિમારી માનવામાં આવતી. વિજ્ઞાનની આગળ પડતી શોધ માનવ જીવનનાં રંગોને ચારચાંદ લગાવવામાં મહત્વનો હિસ્સો અર્પે છે.

કેન્સરના દર્દીઓને ખાસ તો દિમાગી ખ્યાલ વિકસાવી ગાઢબંધ રાખવો જોઈએ. ખુદની જાતને હંમેશાં સ્વસ્થ નિહાળવી જોઈએ. નહીંતર જેને અમુક હદ સુધીની કેન્સરની રીકવરી આવવામાં પણ તકલીફ પડે એવુ થાય!!!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment