માણસ તેની જીંદગીનો સૌથી વધુ સમય ધંધા માટે કે નોકરી માટે વિતાવે છે. એવામાં ઓફિસમાં દિવસનો સૌથી વધુ સમય પસાર થતો હોય છે. આ સ્થિતિમાં અત્યારે વાયરસને લીધે ઓફીસની જગ્યા પણ સુરક્ષિત બચી નથી અને એ જ કારણે ખુદની પરેજી રાખવી જરૂરી બને છે.
વિશ્વમાં અત્યારે ચારેબાજુ કોરોના વાયરસે અફડાતફડી મચાવી છે ત્યારે આપને પણ તેનાથી ચેતીને રહેવું જોઈએ. ઓફીસમાં પણ વાયરસથી બચવાના ઉપાયો અજમાવવા જોઈએ. તો ચાલો, જાણીએ આગળની માહિતી…આ લેખમાં જાણીએ ઓફીસમાં કોરોના વાયરસથી બચવાના ઉપાયો :
માસ્ક :
ઓફીસમાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય તો ઓફીસના રૂટીનમાં પણ મોઢે માસ્ક બાંધી લેવું જોઈએ. માસ્કથી ચેપી રોગમાં ફાયદો થાય છે અને જલ્દીથી ચેપી રોગના જીવનું શ્વાસમાં જતા નથી.
પાણીની બોટલ :
ઓફીસમાં દરેક વ્યક્તિની પાણીની બોટલ અને પાણીનો ગ્લાસ તેમજ કોઇપણ પ્રવાહી માટે યુઝ થતી વસ્તુ અલગ રાખવી જોઈએ. આવું કરવાથી શરદી થતી પણ અટકી જશે અને અન્ય ચેપી રોગ પણ લાગુ નહીં પડે.
હાથ ધોવા :
ઓફીસમાં જમતા પહેલા અથવા નાસ્તા પહેલા હાથને બરાબર સાફ કરી લો. હેન્ડ વોસથી હાથને ધોઈ લેવા ત્યારબાદ જ કોઇપણ ખાધચીજને અડકવી જોઈએ. ટોઇલેટમાં ગયા પછી હાથને બરાબર સાફ કરી લેવા જોઈએ.
સફાઈ :
ઓફીસમાં સાફ-સફાઈ રાખો. માખી-મચ્છર ન થાય તેની કાળજી રાખો તેમજ કચરાની કચરાપેટીને બહાર મુકો, જેથી જીવાણુંઓ ઓફીસમાં ફેલાય નહીં. શકાય તેટલી ગંદકી ઓછી કરવી જોઈએ તેમજ ઓફીસને એકદમ સાફ-સફાઈ કરી ચોખ્ખી રાખવી જોઈએ.
આ ચાર ઉપાયોથી કોરોના વાયરસથી બચી શકાય છે અને સ્વ: સુરક્ષાની આદત પણ પાડી શકાય છે. યાદ રાખો, પહેલા ખુદ એક્શન લઈએ અને પછી બીજાને સલાહ આપીએ ત્યારબાદ સૌ મળીને કોરોનાને નાબૂદ કરીએ.
આશા છે આ માહિતીને તમે શક્ય તેટલી વધુ શેયર કરશો અને દરેક મિત્રો સુધી આ માહિતીને પહોંચતી કરશો. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel