વ્યસ્ત સમય ને લીધે છોકરીઓ ઘણી વાર તેમના ચેહરાની સંભાળ રાખી નથી શકતી. જેમાં ચેહરા પર જાખપ આવી જાય છે. એવામાં જરૂરી છે કે ચેહરા ની સારી રીતે કાળજી રાખવી. એવી સ્થિતિ માં જરૂરી છે કે તમે દાદી અને નાની દ્વારા આપવામાં આવેલી ટિપ્સ નું પાલન કરો. જી હા ઓછા સમય માં ખૂબસૂરતી મેળવવા માટે દાદી અને નાની ની ટિપ્સ ખુબ જ પ્રખ્યાત છે. ચાલો જાણીએ તેના વિશે .
ઈંડા નું ફેસ પેક
તમે ચેહરા પર ચમક લાવવા માટે તમે ઈંડા ના ફેસ પેક નો ઉપયોગ કરી શકો છો. એના માટે વાટકી માં ૧ ચમચી ચણા નો લોટ લ્યો, તેમાં ૧ ટીપુ મધ, ૧ ચમચી દહીં, ૧ ચમચી લીંબુ, બે બદામ પીસીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ ને ચેહરા પર સુકાઈ જાય ત્યાં સુધી લગાવેલું રેહવાં દેવું. પછી તે જ રીતે સાદા પાણી થી ચેહરા ને સારી રીતે સાફ કરી લ્યો અને મેળવો સુંદર ત્વચા.
દહીં અને ચોખા.
ચેહરા પર ચમક લાવવા માટે તમે દહીં અને ચોખા ના સ્ક્રબ નો ઉપયોગ કરો. એના માટે તમે ૧ ચમચી ચોખા ના લોટ માં ૧ ચમચી દહીં મેળવીને સારી એવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ની મદદ થી ચેહરા ને સ્ક્રબ કરો. ૨ થી ૩ મિનીટ સુધી પૂરા ચેહરા, ડોક અને હાથો ને સારી રીતે માલિશ કરો. માલિશ કર્યા પછી તમારા મો ને હળવા અથવા સાદા પાણી થી ધોઈ લેવું. આનાથી થોડાક દિવસો માં તમારો ચેહરો ખીલ્યો ખીલ્યો જોવા મળશે.
લીંબુ અને મધ.
આ ઉપરાંત લીંબુ અને મધ નો રસ પણ ચેહરા ની સુંદરતા માટે સારો વિકલ્પ છે. આના માટે ૧ ચમચી મધ માં ૧ ચમચી લીંબુ નો રસ ઉમેરો. આ મિશ્રણ થી ૫ મિનીટ સુધી તમારા ચેહરા અને હાથ ને માલિશ કરો. માલિશ કર્યા પછી ૧૦ મિનીટ સુધી આરામ કરવો. ત્યારબાદ નવશેકા પાણી ની સાથે હાથ અને મોઢું સાફ કરવું. આનાથી તમારા ચેહરા પર ચમક આવશે. સાથે ચેહરા ના ખીલ પણ દૂર થશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team