શરદી – ઉધરસ અને ખાંસી થતા જ છાતી, ગળા અને નાકમાં કફ જમા થવા લાગે છે. જેથી દર્દીને તકલીફ થવી વ્યાજબી છે. સૌથી વધારે તકલીફ ત્યારે થાય છે જ્યારે આ કફ ગળામાં જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ ઉપાયો દ્વારા તેને ગળામાંથી સાફ કરી શકાય છે. તે માટે હાઇડ્રેટેડ રહેવું, મીઠાવાળા પાણીના કોગળા કરવા, યુકેલિપ્ટસ ઓઈલનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. આજે આ લેખમાં આપણે ગળામાં જામેલા કફને બહાર કાઢવામાં મદદ કરતા કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જાણીશું.
•ગળામાંથી કફ કાઢવાના ઉપાયો – કફ એ શ્વસનતંત્રનો એક હેલ્ધી ભાગ છે, પરંતુ જો તેના કારણે વ્યક્તિને અસ્વસ્થ અનુભવાય તો તેને ગળામાંથી કાઢવો એ જ યોગ્ય રહે છે. ગળામાંથી કફ કાઢવા માટે હાઇડ્રેટેડ રહેવું, મીઠાવાળા પાણીના કોગળા કરવા, નીલગીરીના તેલનો ઉપયોગ કરવો જેવા ઘરેલુ ઉપચારથી મદદ મળે છે. ચાલો ગળામાંથી કફ કાઢવા માટે ના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ.
•હવાને ભેજયુક્ત કરો – ઘરની હવામાં ભેજ લાવવાથી લાળને પાતળી કરવામાં મદદ મળે છે. તે માટે કુલ મિસ્ટ હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકાય છે. આખો દિવસ સુરક્ષિત રીતે હ્યુમિડિફાયરને ચલાવી પણ શકાય છે. ફક્ત તે બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે કે તેમાં નિયમિત પાણીને બદલવું અને પેકેજમાં દર્શાવેલી સુચનાઓ પ્રમાણે હ્યુમિડિફાયરની સફાઈ જરૂરી છે.
•હાઇડ્રેટેડ રહેવું – પર્યાપ્ત માત્રામાં પ્રવાહી પદાર્થોનું સેવન તેમાં પણ ખાસ કરીને હુંફાળુ પાણી પીવાથી લાળને વહેવામાં મદદ મળે છે. લાળ દૂર કરવા અને કંજેશનને લુઝ કરવામાં હુંફાળુ પાણી મદદ કરે છે. તેથી જ્યુસ તેમજ સુપ જેવી વસ્તુઓ પણ પી શકાય છે.
•સ્વસ્થ વસ્તુઓનું સેવન – તેવા પ્રકારના ફૂડ તેમજ પીણાંનું સેવન કરવું જોઈએ જેમાં લીંબુ, આદુ અને લસણનો સમાવેશ હોય. સંશોધન કહે છે કે આ વસ્તુઓના સેવનથી કોલ્ડ, કફ અને વધારે પડતી લાળ ને દૂર કરવામાં મદદ મળે છે. સ્પાઇસી ફૂડ જેમાં કૈપસૈસીન કે કૈઇન હોય છે, જેમ કે મરચું વગેરે પણ લાળ ને દૂર કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે. સંશોધન કહે છે કે જિનસેંગ, બેરી, દાડમ, જમરુખના પાનની ચા, ઝીંક, ઇચિનેશિયા તેમજ મુલેઠી જેવા ફૂડ અને સપ્લીમેન્ટ શ્વસન રોગોને સારા કરવામાં મદદ કરી શકે છે.
•કોગળા – મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ગળામાં ચોંટેલા કફને બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી ગળાની ખરાશ પણ સરખી કરી શકાય છે. એક કપ પાણીમાં 1/2 કે 3/4 ચમચી મીઠું ભેળવો. હૂંફાળું પાણી યોગ્ય રીતે કાર્ય કરે છે કારણ કે તેમાં મીઠું ઝડપથી ઓગળી જાય છે.
તે માટે ફિલ્ટર વાળા પાણીનો ઉપયોગ કરી શકાય છે, કારણકે તેમાં ક્લોરિન હોતું નથી. તેને થોડું પાણી પીવાનું છે અને માથું પાછળની તરફ ઝુકાવવાનુ છે. પાણીને ગળ્યા વગર થોડીવાર ગળામાં રાખવાનું છે. ત્યારબાદ 30થી 60 સેકન્ડ સુધી કોગળા કરવાના છે અને પાણી બહાર કાઢવાનું છે.
•નીલગીરી એસેન્શીયલ ઓઇલ – દિલગીરી એસેન્શીયલ ઓઇલના ઉપયોગથી ગાળામાંથી લાળ ને બહાર કાઢવામાં મદદ મળે છે. તે લાળને ઢીલી કરે છે, જેથી તે સરળતાથી બહાર નીકળી જાય છે. નીલગીરી તેલ નો ઉપયોગ વિસારક કે બામ તરીકે પણ કરી શકાય છે.
•સારાંશ – આપણું શરીર દરેક સમયે લાળનું નિર્માણ કરે છે તે બાબત યાદ રાખવી જરૂરી છે. જો ગળામાં કફ વધુ હોય તો તેનો મતલબ કે વ્યક્તિ વધારે બીમાર છે. નીલગીરી તેલ નો ઉપયોગ, મીઠાંના પાણીથી કોગળા કે હાઇડ્રેટેડ રહેવા જેવા ઘરેલુ ઉપાયો ગળામાંથી કફ કાઢવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team